Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 427
________________ ૩૯૪ ભારતના મુખ્ય જૈન તીર્થો મેલ/એક્ષપ્રેસ ટ્રેનો રતલામ તથા નાગદા ઉભી રહે છે. રતલામથી પાકો રસ્તો છે. બસટેક્ષી વિ. મળી રહે છે નાગદાથી રસ્તો કાચો છે. હાલમાં પાકો રસ્તો બની રહ્યો છે. ભોજનશાળા ધર્મશાળાની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. ઉજ્જૈન ક્ષીપ્રા નદીના કાંઠે વસેલું આ શહેર અતિ પ્રાચીન અને ઐતિહાસીક છે. એના પ્રાચીન નામો અવંતિકા, પુષ્પકરંડિની, વિશાળા હતા તેવા નિર્દેશો છે. રાજા સુઘન્વાના સમયમાં અવંતિકા નામ બદલીને ઉજ્જૈન રાખવામાં આવ્યું હતું કારણ કે તે રાજા જૈન ધર્માવલંબી હતો. વિર નિ.સં. ૨૪૫ થી ૨૯૧ ના સમયમાં થઈ ગયેલા આર્ય સુહસ્તિસૂરિ જ્યારે ઉજ્જૈનમાં ચોમાસુ રહ્યા હતા ત્યારે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારને પ્રતિબોધી દીક્ષા આપી. તેજ રાત્રીએ અવંતિસુકુમારે સ્મશાનમાં જઈ અનશન કર્યુ જ્યાં શિયાળોએ તેમનો ભક્ષ કર્યો આથી તેમની ૩૨ માંથી ૩૧ પત્નીઓએ દીક્ષા લીધી. જે પત્નીએ ગર્ભવતી હોવાને લીધે દીક્ષા ન લીધી તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મહાકાલ રાખવામાં આવ્યું. મહાકાલે પિતાની યાદમાં એક મંદીર બંધાવ્યું જે મહાકાલના નામે ઓળખાયું. આ મંદિરમાં શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. સમય જતાં શિવોએ આ મંદીર પર અધિકાર જમાવ્યો. પરંતુ શ્રી સિદ્ધસેનસૂરીએ રાજા વિક્રમાદિત્યની હાજરીમાં કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી જેના પ્રભાવથી લિંગનો સ્ફોટ કરી પ્રભુની પ્રતિમા બતાવી ત્યારે રાજાએ આ મંદિર જૈનોને સોપ્યું. આ ઘટના વિ.સં. ૧ માં બની હોય તેમ જણાય છે. આ ઉપરાંત દોલતગંજમાં કાચનું સુંદર મંદિર છે. બીજા લગભગ વીસ મંદિરો પણ છે. માણિભદ્રદેવના ત્રણ સ્થાનોમાનું એક સ્થાન અહીં છે. અહીં તેમનો જન્મ થયો હતો અને તેમનું મસ્તક પુજાય છે. ઉજ્જૈન પશ્ચિમ રેલ્વેનું નાગદા-ઉજ્જૈન-ભોપાલ લાઈન પરનું મોટું સ્ટેશન છે. ધર્મશાળા ભોજનશાળાની વ્યવસ્થા છે. હાસમપુરા અલૌકિક પાર્શ્વનાથ તરીકે ઓળખાતુ આ તીર્થ ઉજ્જૈનથી ૧૦ કિ.મી. દૂર આવેલું છે. વિક્રમની દસમી સદી પહેલાનું હોવાનું મનાતા આ તીર્થમાં અનેક ચમત્કારીક ઘટનાઓ બની ગઈ છે. આ સ્થળે જવા માટે પાકો રસ્તો છે અને બસ ટેક્ષીઓ મળી રહે છે. ધર્મશાળા | ભોજનશાળાની વ્યવસ્થા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434