Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 430
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૫૪૭માં સંગ્રામ સોનીના વંશજોએ ભરાવી હતી. ઈંદોરથી ૯૮ કિ.મી. અને ધારથી ૩૬ કિ.મી. દૂર આવેલા આ વિખ્યાત ધામ જવા બસટેક્ષી વિ.ની સગવડોછે. ધર્મશાળા/ભોજનશાળાની વ્યવસ્થાછે. ઉપરાંત હોટલો, ટુરીસ્ટ બંગલાઓ વિ. ની સુવિધાઓ છે. ૩૯૭ લક્ષ્મણી આ તીર્થ ઘણા સમય સુધી અજાણ રહ્યું હતું. પરંતુ ભૂગર્ભમાંથી થોડી પ્રતિમાજીઓ મળી આવતા આસપાસ ખોદકામ શરૂ કર્યું. ખોદકામ કરતા સાત જિનાલયો, એક ભવ્ય બાવન જિનાલય, સ્તંભો, મૂર્તિઓ વિ. મળી આવ્યા. આ તીર્થ બે હજાર વર્ષ જુનું હોય તેમ મનાય છે. પેથડ મંત્રીશ્વરના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢથી શત્રુંજયનો સંઘ કાઢ્યો ત્યારે અહીં મુકામ કર્યો હતો તેવો ઉલ્લેખ છે. શ્રી પદ્મપ્રભુનું ત્રીશીખરી ભવ્ય જિનાલય છે. પ્રતિમાના પબાસણ ઉપર સંવત ૧૦૯૩ વંચાય છે. ઉપરાંત રંગબેરંગી પટોના દુર્લભ એવા દર્શન ક૨વા મળે છે. વડોદરા-ખંડવા માર્ગ પર અલીરાજપુરથી ૮ કિ.મી. દૂર છે. રસ્તો પાકો છે. બસ/ટેક્ષી મળી રહેછે. નજદીકનું રેલ્વે સ્ટેશન છોટા ઉદેપુર પ૬ કિ.મી. દૂર છે. ધર્મશાળા / ભોજનશાળાની સગવડ છે. કુક્ષી સં. ૧૯૧૬માં તાલનપુરના એક ખેતરમાંથી ૨૫ જિનપ્રતિમાજીઓ મળી આવી. કુક્ષી જૈન સંઘે ૧૯૫૦માં એક શીખરબંધી મંદિર બંધાવી આ મૂર્તિઓ પધરાવી. વિક્રમની છઠ્ઠી / સાતમી શતાબ્દીની આ મૂર્તિઓ હોવાનું અનુમાન છે. મૂળનાયકની મૂર્તિ શ્રી ગોડીપાર્શ્વનાથની છે. એક એકથી ચઢિયાતા પાંચ મંદિરો છે. નજદીકનું રેલ્વે સ્ટેશન મહુ લગભગ ૧૨૦ કિ.મી. દૂર છે. વડોદરા-ખંડવા માર્ગ પર આવેલા આ તીર્થસ્થળે જવા માટે પાકો રસ્તો છે. ધર્મશાળા | ભોજનશાળાની વ્યવસ્થા નથી. બાવનગજા સાતપુડા પર્વતના સર્વોચ્ચ શિખર ફૂલગિરિ પર આવેલું આ તીર્થ જંગલમાં મંગલ સમાન છે. એક જ પત્થરમાંથી કોતરેલી ૮૪ ફૂટ ઊંચી શ્રી આદિનાથ ભગવાનની આટલી ઊંચી મૂર્તિ વિશ્વમાં બીજે ક્યાંયે જોવા નહી મળે. ભવ્ય, રમણીય, આકર્ષક એવી વિતરાગ અને શાંતિભાવ અંકિત મૂર્તિના દર્શન કરવા એ જીવનનો એક મહામુલો અનુભવ છે. આ મૂર્તિ લગભગ ત્રણ હજા૨ વર્ષ પહેલાની હોવાનું અનુમાન છે. બાર વર્ષે એક વખત મસ્તક ૫૨ અભિષેક થાય છે. આ ઉપરાંત બીજા મંદિરો લગભગ ૧૩મી સદીના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434