Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 423
________________ ૩૯૦ ભારતના મુખ્ય જૈન તીર્થો (૨૧) શ્રી બામણવાડા તીર્થ પીન્ડવાડાથી આ તીર્થ ૮ કિ.મી. દૂર છે. જ્યારે શિરોહીથી ૧૬ કિ.મી. દૂર છે. શ્રી જાલોર તીર્થથી શ્રી બામણવાડા તીર્થ ૧૦૦ કિ.મી. દૂર છે. વચ્ચે શિરોહી આવે છે અ તીર્થનું નામ બ્રાહ્મણવાટક, જીવિતસ્વામી હતું. મહારાજા સંપ્રતિએ અહીં મંદિર બંધાયુ હતું. સંપ્રતિ મહારાજા વર્ષમાં પાંચ તીર્થોની ચાર વખત યાત્રા કરતા હતા તેમાં શ્રી બામણવાડા તીર્થ પણ હતું. નાગાર્જુનસૂરિ, સ્કંદલસૂરિ અને પાદલિપ્તસૂરિ જે પાંચ તીર્થોની યાત્રા કરતા હતા તેમાં શ્રી બામણવાડા તીર્થ પણ હતું. વિક્રમ સંવત ૮૨૧ માં પોંરવાડ મંત્રી સામંતે ૯૦૦ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં બામણવાડા તીર્થનો પણ જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ તીર્થના અનેક જિર્ણોદ્ધારો થયા છે. જંગલમાં પહાડોની ટેકરી પર આ તીર્થ આવેલું છે. દેરાસરની આગળ બે સુંદર હાથીઓ છે. બેઠા ઘાટનું શિખરબંધી ભવ્ય મંદિર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૭૬ સે.મી.ની પ્રવાલ વર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૭ ભવના સુંદર પટો તથા શ્રી સકલતીર્થનો સુંદર પટ છે. દેરાસરની પાછળના ભાગમાં પહાડ ઉપર શ્રી સમ્મેતશિખરજી તીર્થની સુંદર રચના છે. જરૂરથી યાત્રા કરવા જશો તેની તળેટીમાં શ્રી ભોમીયાદેવની સુંદર મૂર્તિ છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનને કાનમાં ખીલાનો ઉપસર્ગ આ સ્થળે થયો હતો. તેનું મંદિર છે. જેમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી કાઉસગ્ગ ધ્યાને ઉભા છે. તેની રચનાછે તથા પત્થરમાં ખીલાના ઉપસર્ગની કોતરણીછે. ઉપર દેરીછે. તેમાં ભગવાનનાં પગલાંછે. બામણવાડાથી શ્રી નાંદિયા તીર્થ ૬ કિ.મી. દૂરછેજ્યાં ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ચંડકૌશિક નાગને પ્રતિબોધિત કર્યો હતો. શ્રી બામણવાડા તીર્થમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી – શ્રી મહાવીરસ્વામીજી મહારાજ બામણવાડજી, પો. વીરવાડા - ૩૦૭૦૨૨ (રાજસ્થાન), (શ્રી શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢી, સિરોહી) ટે.નં. ૦૨૯૭૧-૨૦૫૬ (૨૨) શ્રી શિરોહી તીર્થ આ તીર્થની સ્થાપના સંવત ૧૩૩૯માંથઈ હતી. શ્રી બામણવાડા તીર્થથી આ તીર્થ ૧૬ કિ.મી. દૂર પહાડોની તળેટીમાં છે. જ્યાં ૨૦દેરાસરો છે. જેમાં મુખ્ય દેરાસર શ્રી આદિનાથ ભગવાનનું છે. જેમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434