Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal
View full book text
________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૮૯ (૧૪) શ્રી ફલોદી તીર્થ શ્રી ઓશિયાજી તીર્થથી શ્રી ફલોદા તીર્થ ૭૫ કિલો મીટર દૂર છે. મૂખ્ય દેરાસર શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું છે. ચાર માળનું દેરાસર છે. જેમાં કાચનું સુંદર કામ છે. શ્રી ધરણેન્દ્ર દેવની ઉભી મૂર્તિ છે. આવી મૂર્તિ બીજી કોઈ જગ્યાએ નથી. ગામમાં બીજા દેરાસરો છે.
(૧૫) શ્રી જેસલમેર તીર્થ - પાના નં. ૨૦૧ (૧૬) અમરસાગર તીર્થ - પાના નં. ૨૦૩ (૧૭) શ્રી લોદરવા તીર્થ - પાના નં. ૨૦૨
(૧૮) શ્રી બારમેડ તીર્થ શ્રી જેસલમેર તીર્થથી શ્રી બારમેડ તીર્થ ૧૫૫ કિ.મી. દૂર છે. જેસલમેર તથા બારમેડથી પાકીસ્તાનની સરહદ બહુ નજીક આવેલી છે. ભારતીય મલિટરીની આવજાવ ચાલુ હોય છે. બારમેડમાં – ૧૨ દેરાસરો આવેલાં છે. તેમાં મુખ્ય દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. જે ઉંચાઈ ઉપર આવેલું છે. પગથિયાં ચઢીને ઉપર જવાનું છે. ખાગવ મહોલ્લામાં છે. મંદિરની બહારનો દેખાવ ખૂબ સુંદર છે. દાદાવાડી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાજીછે. અધિષ્ઠાયક દેવ શ્રી ભોમિયાજી તથા શ્રી નાકોડાજી ભૈરદેવના પ્રતિમાજી બિરાજમાન છે. (૧૯) શ્રી નાકોડાજી તીર્થ - પાના નં. ૨૦૫
(૨૦) શ્રી જાલોર તીર્થ શ્રી નાકોડાજી તીર્થથી શ્રી જાલોર તીર્થ ૧૦૦ કિલોમીટર દૂર છે. પૂર્વકાળમાં આ નગરી સુવર્ણગિરિ નામે પ્રચલિત હતી અને અહીં કરોડપતિઓ વસતા હતા. પહાડની તળેટીમાં વસેલું આ ગામ છે. પ્રાચીન નગરી છે.
તીર્થમાં પેસતાં પ્રથમ કીર્તિસ્થંભ આવે છે. જેમાં નીચે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. બાજુમાં મોટા દેરાસરમાં શ્રી નંદીશ્વરદ્વીપની રચના છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434