Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 418
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૮૫ પેઢી - શ્રી ગોડવાડ પંચ તીર્થ નાડોલનગર - ૩૦૬૬૦૩ (રાજસ્થાન). ટે.ને. ૦૨૯૩૪ - ૬૪૪૪ (૧૦) શ્રી વરાણા તીર્થ શ્રી નાડોલ તીર્થથી શ્રી વરતાણા તીર્થ ૧૧ કિલોમીટર દૂર છે. બાવન જિનાલય ભવ્ય વિશાલ દેરાસર છે. શ્રી દેલવાડા તીર્થ - શ્રી રાણકપુર તીર્થ જેવી કોતરણી છે. મૂળનાયક શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાનની સાતફણાથી શોભતી ૧૩ ઈંચ ઊંચા અને ૧૦ ઈંચ પહોળા શ્વેત પાષાણના પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પરિકરમાં ૨૩ ભગવાનની મૂર્તિઓ છે. વરકાણા પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ અને વિશાલ નગર હતું. અનેક જિનાલયોથી શોભતું હતું. કાળનો ક્રૂર પંજો પડતા આ નગર પડી ભાંગ્યું. ભવ્ય જિનાલયો જમીનદોસ્ત થઈ ગયા. શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અતિ પ્રાચીન છે. જમીનમાંથી ભરવાડને મળી આવ્યા હતા. સંવત ૧૨૧૧માં ભવ્ય દેરાસર બંધાવીને પ્રભુજીને મૂળનાયક તરીકે પધરાવ્યા. સંવત : ૧૯૮૧માં આ દેરાસરનો છેલ્લો જિર્ણોદ્ધાર થયો. સંવતઃ ૨૦૧૪માં પુનઃ પ્રતિષ્ઠા થઈ. હજ્જરો ભાવુકો સવારે રોજ રાઈ પ્રતિક્રમણમાં શ્રી સકલ તીર્થ વંદનામાં બારમી ગાથામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરે છે. દર વર્ષે પોષ દશમે (માગશર વદ - ૧૦) મોટો મેળો ભરાય છે. દેરાસરની સામે ચોકમાં અંબાડી સાથે હાથી શોભી રહ્યો છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. દેરાસરની પાસે દરબારની હવેલી છે. જેમાં સુંદર ઘોડાઓ છે. પેઢી - શ્રી વરકાણા પાર્શ્વનાથ જૈન દેવસ્થાન પેઢી, વરતાણા તીર્થ - ૩૦૬૬૦૧. જીલ્લો - પાલી (રાજસ્થાન), ટે.નં. ર૨૨૫૭ (૧૧) શ્રી કપરડાજી તીર્થ શ્રી વરતાણા તીર્થથી શ્રી કાપરડાજી તીર્થ ૧૬૦ કિલોમીટર દૂર છે. એક જમાનામાં આ નાનું ગામ હતું. ખેડૂતોની વસ્તી હતી. ખેડૂતોના ઘરો વધવા માંડ્યા. જેથી કાપડની દુકાનો વધવા લાગી. કાપડની હાટોના કારણે ગામનું નામ કાપડહાટ - કાપરડાજી પડ્યું. ચૌદમા સૈકાનું આ ગામ છે. રાવ ચંપાએ ચંપાસર નામનું સરોવર બનાવ્યું હતું. જે હાલમાં છે. મારવાડમાં આવીને વસેલાં ભંડારી મહાજનો પોતાની કુનેહ અને આવડતના કારણે રાજ્યના અધિકારી પદે નિમાયા હતા. જોધપુરના રાજા ગજાનંદ શ્રી અમર ભંડારીના પુત્ર શ્રી ભાણજી ભંડારીને તારણના અધિકારી નીમ્યા હતા. કોઈની કાન ભંભેરણીથી રાજાએ તેમને તારણથી જોધપુર મળવા બોલાવ્યા. જોધપુર જવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434