Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 416
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો (૫) શ્રી રાણપુર તીર્થ - પાના નં. ૧૯૫ (૬) સાદડી તીર્થ શ્રી રાણકપુર તીર્થથી શ્રી સાદડી તીર્થ - ૯ કિલો મીટર દૂર છે. શ્રી સાવત્થી તીર્થ બાવળાના પ્રણેતા શ્રીમદ્ વિજય જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા.નું આ જન્મસ્થળછે. રોડ ઉપરના દેરાસરમાં જુદા જુદા ૪ દેરાસરો એક જ કમ્પાઉન્ડમાં આવેલા છે. ત્રણ દેરાસરો શ્રી આદિશ્વર ભગવાનનાછે. જ્યારે એક દેરાસરમાં મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનછે. દેરાસરો નાના પણ ખૂબ સુંદરછે. સાદડી ગામમાં કુલ પાંચ દેરાસરો છે. જેમાં મોટું દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. સાદડીમાં આયંબિલ ખાતું પણ ચાલે છે. સાદડી ગામમાં કાચનું અત્યંત સુંદર દેરાસર છે. ૩૮૩ પેઢી – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, સાદડી - ૩૦૬ ૭૦૨, જિલ્લો - પાલી, સ્ટેશન – ફાલના (રાજસ્થાન) શ્રી મુક્તિ ધામ શ્રી સાદડી તીર્થથી એક કિલોમીટરના અંતરે શ્રી મુક્તિધામ આવેલ છે, જ્યાં સર્વધર્મ મંદિર છે. મુખ્ય પ્રવેશદ્વાર ભવ્ય બાંધેલું છે. જુદા ખંડમાં જૈન દેરાસર બનાવેલ છે, તેમાં શ્યામ વર્ણના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિછે. શ્રી ઘંટાકર્ણ મહાવીર, શ્રી નાકોડાજી તથા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે. બાજુના ખંડમાં સર્વ ધર્મના દેવ-દેવીઓની મૂર્તિઓ છે. પેઢી - શા. માંગીલાલ ધનરાજજી બદામીયા ચેરીટેબલ ટ્રસ્ટ, સર્વ ધર્મ મંદિર સાદડી – ૩૦૬ ૭૦૨, જિલ્લો - પાલી, સ્ટેશન – ફાલના (રાજસ્થાન) (૭) શ્રી કીર્તિસ્તંભ - ધાણેરાવ શ્રી મુક્તિધામથી શ્રી કીર્તિસ્તંભ - (ધાણેરાવ) ૧૪ કિ.મી. દૂર છે. નવ માળના બનેલા કીર્તિસ્તંભમાં આઠમે માળે અને નવમે માળે શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચૌમુખજી પ્રતિમાજીઓ છે. તીર્થમાં પેસતાં જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે તથા ડાબી બાજુ શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની અહીં સગવડ છે. ધાણેરાવ ગામમાં ૨૦ દેરાસરો છે. રાણકપુર તીર્થના નિર્માતા શ્રી ધરણાશાહના કુટુંબીજનો ધાણે૨ાવમાં વસે છે. મૂછાળા મહાવીર તીર્થ અહીંથી ૮ કિ.મી. દૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434