________________
૨૩૨
શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૧૧) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મુખ્ય મંદિરની પાછળ બે દાદાવાડી છે.
મધુવન તળેટીમાં દિગંબર મંદિરો તથા ધર્મશાળા આવેલા છે. દિગંબર , મંદિરોમાં સમવસરણ તથા નંદીશ્વરદ્વીપ મંદિરો ખૂબ જ સુંદર અને ભવ્ય છે.
મધુવન તળેટીમાં શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ આવેલી છે. ત્યાં ભણતા બાળકોમાં પ્રભુભકિતના સંસ્કારો દઢ બને અને જૈન ધર્મ તેમનામાં પરિણમે એ માટે ઉત્તુંગ ભવ્ય જિનાલયની ખાસ આવશ્યકતા હતી.
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ્રતિભાસંપન્ન વ્યાખ્યાન વાચસ્પતિ પરમપૂજ્ય મુનિભગવંત શ્રી પદ્મવિજયજી મ.સા. ના સદ્ઉપદેશથી પુરૂષાદાનીય શ્રી મધુવન પાર્શ્વનાથનું ભવ્ય શિખરબંધી જિનાલય બન્યું. જેમાં મૂળનાયક શ્રી મધુવન પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન, શ્રી પાર્શ્વયક્ષ, શ્રી પદ્માવતી દેવી, શ્રી માણિભદ્રવીર, શ્રી ચક્રેશ્વરી દેવી વિગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૫ વૈશાખ સુદ-૧૦ સોમવાર તા. ૧૫-૫-૮૯ના શુભ દિને થઈ. શિખરજી યાત્રાએ જાવ ત્યારે આપ જરૂર શ્રી મધુવન પાર્શ્વનાથની પૂજા- ભકિત કરવા જશો.
સવારે પાંચ વાગે યાત્રાનો પ્રારંભ કરવો. સાથે લાકડી તથા બેટરી રાખવી. ચઢી ના શકાય તેણે ડોળી કરવી. આગલા દિવસે રાત્રે ઓર્ડર નોંધાવવાથી ઉપર ચા-નાસ્તાની વ્યવસ્થા જલમંદિરે થઈ શકે છે. પાછા વળતા સાંજે ચાર વાગી જશે.
ભોમિયાદેવના દર્શન કરી શ્રીફળ ચઢાવી તીર્થયાત્રાનો પ્રારંભ કરવો. શ્રી ભોમિયાજીના મંદિરથી થોડેક દૂર જતાં જ પહાડનું ચઢાણ શરૂ થાય છે. યાત્રા પ્રવાસ ૬માઈલ ચઢાણ, માઈલ દરેક ટૂકે દર્શન કરવા પરિભ્રમણ અને ૬ માઈલ ઉતરાણ એમ કુલ ૧૮ માઈલનો રસ્તો પાર કરવાનો હોય છે.
અહીંથી લગભગ બે માઈલ ચાલતા ગંધર્વનાળુ આવે છે, તેમાં હંમેશા પાણી રહે છે. પાણી ઘણું જ નિર્મળ અને પાચક છે. સ્થાન ઘણું જ રમણીય છે. અહીં એક શ્વેતામ્બર ધર્મશાળા છે. જ્યાં ગરમ અને પીવાના પાણીની સગવડ છે. પ્રત્યેક યાત્રીને અહીં પાછા ફરતાં કોઠી તરફથી ભાતુ આપવામાં આવે છે.
થોડુંક આગળ જતાં બે રસ્તા આવે છે. ડાબા હાથે શ્રી ગૌતમ સ્વામીની ટ્રકે થઈ જલમંદિર જવાય છે, અને જમણા હાથે ડાક બંગલા થઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂકે જવાય છે. આ બંને માર્ગો લાંબા અને બન્ને સરખા જ કઠણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org