________________
૩૨૦
શ્રી ગિરનાર તીર્થ
પાંડવોએ શ્રી શત્રુંજ્ય તીર્થનો તથા શ્રી રૈવતગિરિનો બારમો ઉદ્ધાર કરાવ્યો.
પાંડવોએ શ્રી ધર્મઘોષમુનિના ઉપદેશથી દીક્ષા લીધી અને અભિગ્રહ કર્યો કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી પારણુ કરવું. હસ્તિકલ્પનગરમાં આવતાં શ્રી નેમિનાથ ભગવાનનું નિર્વાણ સાંભળતાં પાંડવો સીધા શ્રી સિદ્ધગિરિજી ઉપર ગયા અને અનશન કરી અંતકૃત કેવળી (કેવળજ્ઞાન અને તુરત નિર્વાણ) થઈ મોક્ષે ગયા.
તેરમો ઉદ્ધાર :
મહાવીર, નિર્વાણ પૂર્વે પહેલી સદીમાં રેવાનગરના રાજા શ્રી નેબુસદનેઝરે શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ પ્રભાસપાટણમાં પ્રાપ્ત થયેલા એક તામ્રપત્રમાંથી મળે છે.
*
પાંચમાં આરામાં થયેલા ઉભારો
ચૌદમો ઉદ્ધાર : વિ. સં. ૬૦૯,
સૌરાષ્ટ્રના કાંપિલ્યપુર નામના નગરના શ્રી રત્ના શાહ તથા અજિત શાહ સૌરાષ્ટ્રમાં બાર વર્ષનો દુષ્કાળ પડયો, જેથી કાશ્મીર દેશના કોઈ નગરમાં જઈ વસ્યાં. ત્યાં ઘણું ધન કમાયા. શ્રી આનંદસુરીશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા કરવા સોનાનું જિનાલય લઈ સંઘ સાથે નીકળ્યાં. શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા કરી શ્રી રૈવતગિરિ પધાર્યા. શ્રી નેમિનાથ ભગવાનને પક્ષાલ કરતાં લેપ નીકળી ગયો. જેથી શ્રી રત્ના શાહ વિલાપ કરવા લાગ્યા. અહાર-પાણીનો ત્યાગ કરી શ્રી અંબિકાદેવીની સાધના કરી, શ્રી અંબિકાદેવીએ શ્રી નેમિનાથ ભગવાનની ગઈ ચોવીસના ત્રીજા તિર્થંકર શ્રી સાગર નામના ભગવાનના સમયમાં પાંચમા દેવલોકના ઈન્દ્ર જે પ્રતિમા ભરાવી હતી અને જે શ્રી અંબિકાદેવીના વિમાનમાં હતી તે શ્રી રત્નાશાહને આપી. શ્રી રત્નાશાહ તથા શ્રી અજિતશાહે આ તીર્થનો ઉદ્ધાર કરાવીને આ પ્રાચીન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ધન્ય શ્રી રત્નાશાહને કે જેમના તપ અને ભકિતથી આપણને આવા દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ ભકિત કરવા મળી, આજે આપણે આ જ મૂર્તિના દર્શન કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org