________________
ભારતનાં જૈન તીર્થો પણ મને ઉપરોક્ત સંસ્થા તરફથી મળે છે. આ મૂર્તિની ભવ્ય મુખાકૃતિ, તેની પાછળના ભાગની વિસ્તૃત નાગફણું તથા તેની પલાંઠી નીચેની કમળાકૃતિ તથા નાગના ગુંચળાની અપૂર્વ શિપના જોનારને તે વખતના મહાન શિલ્પીઓની સબળ પ્રેરણા તરફ માનની નજરે જોવાની ઉર્મિઓ ઉત્પન્ન કર્યા વિના રહી શકતી નથી. કાળના પંજામાંથી ભારતના શિ૯૫ધન સમાં આવાં શિ વિરલ જ બચી ગયાં હોય તેમ લાગે છે. બંને મૂર્તિઓને લાંછન નથી.
ચિત્ર પ્લેટ ૫ ચિત્ર ૧૦ શ્રી પાર્શ્વનાથજીઃ રાજગૃહીના ઉદયગિરિ પહાડની ગુફાની બહારની પાર્શ્વનાથજીની આ મૂર્તિ પણ પ્રાચીન શિલ્પકળાને એક અજોડ નમૂનો છે. જેનોએ આ શિલ્પધનાનું રક્ષણ બહુ જ કાળજીથી કર્યું છે અને વધુ કાળજીથી તેનું રક્ષણ કરવાની જરૂરિયાત છે. ચિત્ર ૧ શ્રી પાર્શ્વનાથઃ કાઠિયાવાડમાં આવેલા વળા ગામની પાસે આવેલી ઢાંકની ગુફામાંની આ ઉભી પાર્શ્વનાથજીની મૂર્તિને ફેટોગ્રાફ મને “શ્રી જૈન સત્યપ્રકાશક સમિતિ અમદાવાદના કાર્યવાહકો તરફથી પ્રસિદ્ધ કરવા માટે મલ્યો છે. આ મૂર્તિનો પરિચય પણ હું મારા “ભારતીય વિદ્યા' વાળા લેખમાં આપી ગયો છું.
ચિત્ર પ્લેટ ૬ ચિત્ર ૧૨ શ્રી પાર્શ્વનાથજી: કાઠિયાવાડમાં જુનાગઢ રાજ્યની હદમાં આવેલા ઉને ગામથી દોઢ માઇલ દૂર આવેલા અજારા ગામની ભાગોળે જુદાજુદા બે ટુકડાઓવાળી લગભગ બીજા અગર ત્રીજા સકાની આ ઊભી પાર્શ્વનાથની મૂર્તિ કે આજથી બાર વર્ષ પહેલાં અસ્તવ્યસ્ત સ્થિતિમાં જોઈ હતી અને તે વખતે ત્યાંના કાર્યવાહકોને દેરાસરના કંપાઉંડમાં લાવી એક બાજુ રાખી મૂકવા સૂચના આપી હતી છતાં પણ બીજી વખત જ્યારે હું ત્યાં બે વર્ષ ઉપર ગયા હતા ત્યારે તેની તે સ્થિતિમાં સારા નસીબે ઊભી હતી. આ મૂર્તિનો ઘણોખરો ભાગ ઘસાઈ ગએલો હોવા છતાં પણ તેની શિલ્પકલા અદ્દભુત પ્રકારની હોવાનો પુરાવો આપી રહી છે. આશા રાખું છું કે અજારા પાર્શ્વનાથ દેરાસરના કાર્યવાહકો આ શિલ્પને સાચવવાની કાળજી રાખશે. ચિત્ર ૧૩ અજ્ઞાત દેવી: ઉપરોક્ત શ્રી અજરા પાર્શ્વનાથના દેરાસરના કંપાઉંડમાં પેસવાની દરવાજાની સામે એક બાજુ પરના કાંટાના ઝાંખરાંઓમાં આ દેવીની ઊભી શિલ્પાકૃતિ પણ વર્ષોનાં ટાઢ, તડકા અને વરસાદની ઝડીઓ ઝીલતી અવનત મસ્તકે ઊભી છે. તેનાં આયુધો પૈકી એક હાથમાં ધંટા અને બીજા હાથમાં દંડની આકૃતિ સિવાયનાં બધાં આયુધો નષ્ટ થઈ ગએલો હેવાથી તેની ઓળખાણ થવી બહુ જ દુર્લભ છે. છતાં તેનો પહેરવેશ વગેરે જોતાં આ મૂર્તિનું શિલ્પ દસમા સૈકાથી બારમા સૈકાની અંદરના કોઈપણ સમયનું હોય એમ લાગે છે.
આ બંને શિલ્પ ઉપરાંત પણ બીજી છૂટાંછવાયાં શિલ્પ અજારા ગામની આજુબાજુ ફરતાં દેખવામાં આવે છે.
ચિત્ર પ્લેટ ૭ ચિત્ર ૧૪ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીઃ કેલાની પાસે આવેલા શ્રીપુર નામના ગામના જન દેરાસરની ભૂમિગૃહમાં આવેલી આ મૂર્તિ રાવણ રાજાએ ભરાવી હોવાની માન્યતા જેમાં ઘણા જ પ્રાચીન સમયથી પ્રચલિત છે અને તેના વર્ણન માટે ચૌદમા સૈકામાં થએલા શ્રી જિનપ્રભસરિએ “વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથમાં શ્રી, અંતરીક્ષ પાર્શ્વનાથક૯૫ નામનો આ કલ્પ રચેલો છે. આ મૂર્તિ અર્ધપાસનની બેઠકે બિરાજમાન છે અને તેની મસ્તક પાછળનાં નાગની કુણા પણ બીજી પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિઓ કરતાં જુદી જ જાતની છે અને એને ઘડનારે
"Aho Shrutgyanam