________________
૧૦
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૧૭ શ્રી ઋષભદેવજીઃ પાટણના ખડાકોટડીના પાડામાં આવેલી મૂળનાયક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની સુંદર સફેદ આરસને પરિકરવાળી આ મૂર્તિ બિરાજમાન છે. પ્રતિમાજીની પલાંઠીની નીચે તેમનું લાંછન વૃષભ સ્પષ્ટ દેખાય છે.
આ બંને પરિકરોવાળી પ્રતિમાઓ સોળમા સૈકાના ગુજરાતના શિલ્પીઓની અદ્દભૂત કારીગરીના નમૂનાઓ રજૂ કરે છે.
ચિત્ર પ્લેટ ૩૨ ચિત્ર ૧૮ શ્રી જિનમૂર્તિઃ ભાવનગરથી જતી તળાજા રેલવેના તળાજા ગામની પાસે આવેલી તાલધ્વજગિરિ નામની નાની ટેકરી ઉપરના મુખ્ય દેરાસરની જમણી તથા ડાબી બાજુએ સફેદ આરસની માનુષી આકારની આવી જ એકેક મૂર્તિ ઊભી છે. બંને મૂર્તિઓના પગની નીચેના જમણી બાજુના ભાગમાં બે હાથવાળા યક્ષની તથા ડાબી બાજુએ જમણા હાથમાં આંબાની ટ્યૂબવાળી તથા ડાબા હાથથી પકડેલાં બાળકવાળી અંબિકાદેવીની મૂર્તિ છે. પ્રતિમાજીની નીચે લાંછન નથી તેથી આ બંને પ્રતિમાઓ અગિયારમા અથવા બારમા સૈકાની હોય તેમ લાગે છે. આખા તાલધ્વજ પર્વત ઉપરના જેનમંદિરોમાં આટલાં સુંદર બીજ શિલ્પ હોવાનું મારા ખ્યાલમાં નથી. " ચિત્ર ૧૯ પાષાણની ચોવીશીઃ પ્રભાસપાટણના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પેસતાં ડાબી બાજુની ભીંત ઉપર પીળા પાષાણુની અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની ત્રણ વીશીઓ આવેલી છે, તે પૈકીની એક વીશીનું ચિત્ર અને રજૂ કર્યું છે. ચાવીશીની નીચે લેખ આ પ્રમાણે છે – संवत १४५४ वर्षे वैशाख सुदि ६
ચિત્ર પ્લેટ ૩૩ ચિત્ર ૭૦ સહસ્ત્રટ: શત્રુંજય પર્વત પર પાંચ પાંડવની દેરીની પાછળની બાજુના નાના દેરાસરમાં સહસ્ત્રકૂટનું આ શિલ્પકામ છે. આ પ્રમાણે ચારે બાજુ થઈને જિનમૂર્તિઓની સંખ્યા ૧૦૨૮ થાય છે. આ આખું યે શિલ્પકામ સફેદ આરસપહાણમાંથી કોતરી કાઢેલું છે. ચિત્ર ૭૧ યાદ સહિત શ્રી નેમિનાથજી: શત્રુંજય પર્વત પર વાઘણપોળમાં પેસતાં ડાબા હાથ પર વિમલવસહીના નામથી ઓળખાતાં જિનમંદિરના ભૂગર્ભમાં શ્રી નેમિનાથજીની ચોરીનું આ શિલ્પકામ આવેલું છે. ચિત્રની મધ્યમાં જે મેટી આરસની મૂર્તિ છે. તે નાના બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુની છે. અને આજુબાજુ જે નાની નાની જિનમૂર્તિઓ છે તે તેઓશ્રી જાન લઈને પાછા વળ્યા ત્યાર પછી તેઓશ્રીની સાથે દીક્ષિત થએલા અને મોક્ષે ગએલા યાદવોની છે. ચિત્રની ડાબી બાજુના ખૂણાના ઉપરના ભાગમાં સમવસરણની રચના છે, તે તેઓશ્રીના કૈવલ્ય કલ્યાણકનો દેખાવ રજૂ કરે છે, અને ચારે બાજુના ખૂણાઓમાં હાથી તથા ઘોડાઓ રજૂ કરીને શિપીએ તેઓશ્રીની જાનના જાનૈયાઓની તથા વાહનોની રજૂઆત કરી છે. આ શિયનો ખરેખરો ખ્યાલ તે નજરે જોવાથી જ આવી શકે તેમ છે.
(२) दिने अडाज्यमोढन्याति श्रीपत्तनवास्तव्यं । ठाकर गोतना भाः काउ सुत ... भा. (३) हाहीसुत ठाकर आसधर भारज्या (भार्या) अछबादे श्रीचंद्रप्रभविष प्रतिष्ठा कारापित (४) गुरु श्रीमानन्दविमलसूरिपाटि श्रीविजयदानसूरि प्रतिष्ठित
"Aho Shrutgyanam