Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 176
________________ ભારતનાં જૈન તીર્થો संवत १५२३ वर्षे वैशाख सुदि १३ गुरौ श्रीवद्धतपापक्षे श्रीगच्छनायक भट्टा. श्रीरत्नसिंहसूरीणां तथा भहारक उदयवालभसूरिणां च । उपदेशेन ठा. श्रीशाणा सा०-भव प्रमुख श्रीसंघेन श्रीविमलनाथ परिकर જાતિઃ પ્રતિષ્ઠિતા . . . . . . . . . ઓનલrreણિિમઃ | ચિત્ર પ્લેટ ૩૮ ચિત્ર ૭૯ વરમુખ યક્ષ : ઉપરોક્ત પરિકરની જમણી બાજુના નીચેના ભાગમાં આ યક્ષની સુરમ્પ મૂર્તિ કોતરી કાઢેલી છે. ચિત્ર ૮૦ વિજય યક્ષિણીઃ ઉપરોક્ત પરિકરની ડાબી બાજુના ચેિના ભાગમાં તેરમા તીર્થંકર શ્રી વિમલનાથની વ્યક્ષિણી વિજયા- આ મૂર્તિ આવેલી છે. આવું સુંદર અને દર્શનીય શિલ્પ શેઠ આણંદજી કલ્યાણુજની પેઢીના કાર્યવાહકોએ કોઈ પણ કલાપ્રેમીની નજરે ન પડી શકે એવા એકદમ અંધારિયા ભેરામાં કેમ નાખી મૂકયું હશે તેની કાંઈ સમજણ પડતી નથી. આ ફોટોફે પણ ત્યાંની જુનાગઢની શાખા પેઢીના મુનીમ શ્રીયુત સાંકળચંદભાઈના તરફથી પૂરતી સહાયતા ન મળી હેત તો ન જ લઈ શકાત. દરછું છું કે પેઢીના કાર્યવાહક આવા બેનમૂન શિને દેરાસરની કઈ એવી જગ્યાએ મૂકાવવાની ગોઠવણ કરશે કે જેથી કોઈપણ લાગે સજજનની નજર તરત જ તેના ઉપર પડી શકે. ચિત્ર પ્લેટ ૩૯૯ ચિત્ર ૮૧ શ્રી પાર્શ્વયક્ષઃ કાઠિયાવાડમાં આવેલા પોર્ટુગીઝ સરકારના તાબામાં આવેલા દીવ બંદરના નવલખા પાર્શ્વનાથને નામથી ઓળખાતા મુખ્ય દેરાસરમાં આ મૂર્તિ આવેલી છે. મૂતિ પાસનની બેઠકે બિરાજમાન છે. તેના બંને હાથ ઉપરાઉપરી ખોળામાં ગેલા છે અને ખભા ઉપરની બંને બાજુએ એકેક નાગની રજૂઆત શિપીએ કરેલી છે, જે ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. આ મૂર્તિ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રમાં એક નવો પુરા રજૂ કરે છે. ચિત્ર ૮૨, ૮૩ શ્રી લક્ષમીદેવી : ઉપરોક્ત દીવ બંદરના જૈન દેરાસરમાં આ બંને ધાતુની મૂર્તિઓ બિરાજમાન છે. બંને મૂર્તિની ઉપરની બંને બાજુએ એકેક હાથી છે. ચિત્ર ૮રવાળી મૂર્તિ પ્રાસનની બેઠકે બિરાજમાન છે, જ્યારે ચિત્ર ૮૩વાળી મૂતિ ભદ્રાસનની બેઠકે બિરાજમાન છે. ચિત્ર ૮૨માં તેનું વાહન હાથી રજૂ કરેલું છે, જ્યારે ૮૩વાળી મૂર્તિમાં વાહન રજૂ કરેલું નથી. આ નજીવા ફેરફાર સિવાય બંને મૂર્તિઓ લગભગ સરખી જ છે. ચિત્ર ૮૪ ચોવીશ જિનમાતાનો પટઃ ગિરનાર પર્વત પર આવેલી સગરામ સેનીની ટ્રકમાં આવેલા જિનમંદિરમાં એક ભીંતને અડાડીને ધણી જ જગ્યાએથી ઘસાઈ ગએલો આ વીશ જિનમાતાને પટ ઉમે રાખેલ છે. ચિત્ર 9૫ વાળી જિનમાતાના મૂર્તિવિધાનમાં અને આ પટની જિનમાતાઓના મૂર્તિવિધાનમાં ફરક હોવાથી આ પટ અત્રે રજૂ કરેલો છે. ચિત્ર પ્લેટ ૪૦ ચિત્ર ૮૫ શ્રી પાર્શ્વયક્ષઃ પ્રભાસપાટણમાં શ્રી દાદા પાર્શ્વનાથના જિનમંદિરના ગભારાની બહારની ડાબી બાજુએ આ શ્રી પાર્શ્વયક્ષની સફેદ આરસની મૂર્તિ બિરાજમાન છે. ત્યાંના સ્થાનિક વતનીએ આ મૂર્તિને “ગણેશ'ની મૂર્તિ તરીકે પીછાણે છે. વાસ્તવિક રીતે આ મૂર્તિ ગણેશની નથી કારણકે ગણેશને એક દાંત હોય છે, જ્યારે આ મૂર્તિ માં બે દાંતની રજૂઆત કરીને શિપને આશય અહીંચાં પાવૅયક્ષની મૂર્તિ રજૂ કરવાનો હોય તેમ લાગે છે. ચિત્ર ૮૧ શ્રી પદ્માવતીદેવીઃ પ્રભાસપાટણના તપાગચ્છીય ઉપાશ્રયમાં પીળા પથ્થરની આ ચાર હાથવાળી તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથની શાસનદેવી શ્રી પદ્માવતીદેવીની મૂર્તિ આવેલી છે, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192