________________
ભારતનાં જૈન તીર્થો
ચિત્ર પ્લેટ ૬૫ ચિત્ર ૧૨૭ ધરણવિહારનઋત્ય ખૂણાને અંદરનો દેખાવ : આ ચિત્ર ધરણુવિહારના અંદરના વિભાગની વિશાળતાને કંઈક ખ્યાલ આપણને આપે છે.
ચિત્ર પ્લેટ ૬૬ ચિત્ર ૧૨૮ ધરણુવિહાર-અગ્નિખૂણાને અંદર દેખાવ : આ ચિત્રમાં દેરાસરની અંદરના નગારખાનાના વિભાગને સમાવેશ થાય છે. આ સ્થાપત્યકામ અમદાવાદને બાદશાહી વખતના સ્થાપત્યકામને બરોબર મળતું આવે છે.
1 ચિત્ર પ્લેટ ૬૭ ચિત્ર ૧૨૯ ધરવિહાર-મુખ્ય શિખર: આ ચિત્રમાં મુખ્ય દેરાસરના મુખ્ય શિખરને દેખાવ રજૂ કરવામાં આવ્યું છે. ચિત્ર જોતાંની સાથે જ દેરાસરની ઉપર ત્રણ મજલા તથા તેની ઊંચાઈને ખ્યાલ આવી જાય છે, ચિત્ર ૧૩૦ દક્ષિણ મેઘનાદ મંડપની એક છતને દેખાવઃ ચિત્રની મધ્યમાં કાલીયામર્દનનું દશ્ય શિપીએ કોતરેલું છે. અને તેની ફરતી કાલીયા નામની આઠ સ્ત્રીએ શિલ્પીએ કોઈ અજબ રીતે કાતરેલી જણાઈ આવે છે.
આ છતનું દૃશ્ય તથા આ દેરાસરની બીજી છતનાં દશ્યો અને દેલવાડા (આબુ)ના જૈન દેરાસરની છતની અંદર કોતરેલાં હિંદુધર્મને લગતાં દ પરથી આપણને એટલી ખાતરી થાય છે કે ભૂતકાળના જેનોએ પિતાની ધર્મભાવનાથી અસાંપ્રદાયિક રીતે ગુજરાતની સ્થાપત્યકલાને વિકસાવવામાં અનન્ય ફાળો આપ્યો છે.
ચિત્ર પ્લેટ ૬૮ ચિત્ર ૧૧ ધરવિહારની પશ્ચિમે આવેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસરઃ રાણકપુરના મુખ્ય દેરાસરની પશ્ચિમ દિશાએ આ દેરાસર આવેલું છે. આ દેરાસરના મૂળનાયક શ્રી પાર્શ્વનાથનું ચિત્ર અગાઉ ચિત્ર ૬૪ તરીકે આ પુસ્તકમાં રજૂ કરેલું છે.
આ દેરાસરની બહારની બાજુનાં સ્થાપત્યકામોમાં ભેગાસને કતરેલા છે. શિપથી અજ્ઞાત કોઈકે માણસેએ આ આસનના ગુહ્ય પ્રદેશ પર ચૂનો ચટાવીને આ જૂના સ્થાપત્યનો નાશ કરવા પ્રયત્ન કરેલો છે. જૈન મંદિરોના બાંધકામમાં આ સ્થાપત્યોને સ્થાન શા માટે આપવામાં આવતું હતું, તે વિષે હું વિસ્તારભયથી અત્રે ખુલાસો કરતો નથી. ચિત્ર ૧૩૨ પશ્ચિમ બલાણકની એક છતને દેખાવ ધરણવિહારના પશ્ચિમ બલાણુકની આ છતનું સ્થાપત્યકામ પાટણની સીદી સૈયદની મજિદમાંથી મળી આવેલી છતના સ્થાપત્યકામ સાથે તથા શત્રુંજય પરના વિમલવસહીના જૈન દેરાસરની છતને સ્થાપત્ય કામ સાથે બરાબર મળતું આવે છે.
સીદી સૈયદની મસ્જિદના સ્થાપત્યકામના ચિત્ર માટે જુઓ The Architectural Antiquities of Northern Gujarathi Plate XVI.
ચિત્ર પ્લેટ ૬૯ ચિત્ર ૧૩૩ પશ્ચિમ મેઘનાદ મંડ૫ના સામરણનો દેખાવ. ચિત્ર ૧૩૪ પશ્ચિમ બાજુના નૃત્ય મંડપને દેખાવઃ આ ચિત્રમાં દેખાવ પણ અમદાવાદનાં બાદશાહી સ્થાપત્યકામો સાથે બરોબર મળતો આવે છે.
આ દેરાસર પણ ગુજરાતની બરાબર સરહદ પર આવેલું છે. આ દેરાસરની ગુજરાતની સ્થાપત્યકલામાં રસ લેનાર દરેકે દરેક સજજનોએ એક વખત મુલાકાત લેવા જેવી છે. આ દેરા
"Aho Shrutgyanam