________________
૧૪
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૯૪ શ્રી માણિભદ્રજીઃ દીવના ઉપરક્ત દેરાસર મૂળનાયકના પાછળના ગોખલામાં આ ' માણિભદ્રજીની સફેદ આરસની મૂર્તિ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૪૫ ચિત્ર ૯૫ શ્રી સરસ્વતીદેવી: શત્રુંજય પર્વત પર ચઢતાં જ તળેટીની જમણી બાજુની નાની ખીણમાં એક નાની દેરીમાં આ સરસ્વતીદેવીની ચાર હાથવાળી મૂર્તિ આવેલી છે. મૂર્તિને લેપ લાલ રંગનો કરવામાં આવેલ હોવાથી મુક્તિ કાંઇક ભયંકર લાગે છે. વાસ્તવિક રીતે સરસ્વતીદેવીને વર્ણ શ્વેત હોવાથી તેને કાર્યવાહકો હવે લેપ કરાવતી વખતે સફેદ દ્રવ્યનો લેપ કરાવવાનું ખ્યાલમાં રાખશે તો તે ભવ્ય અને સૌમ્ય લાગશે એમ મારી એક નમ્ર સૂચના છે. ચિત્ર ૯૬ શ્રી પતાવતી દેવી : શત્રુંજય પર્વત પર ચઢતાં છાલાકુંડ વિશ્રાંતિ સ્થાનની જમણી બાજુની ટેકરી પર શ્રી પૂજ્યજીની ટ્રકમાં ચાર હાથવાળા પદ્માવતી દેવીની આ મૂર્તિ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૪૬. ચિત્ર ૯૭ શ્રી અક્ષેશ યક્ષ: શત્રુંજય પર્વત પર આવેલી ચોમુખજીની ટૂકમાં જતાં એક દેરાસરમાં જમણી બાજુના ગોખલામાં આ આરસની મૂર્તિ આવેલી છે. ચિત્ર ૯૮ શ્રી કાલીદેવીદ શત્રજય પર્વત પર આવેલી ચોમુખજીની ટ્રકમાં જતાં ઉપરોક્ત દેરાસરમાં ડાબી બાજુના ગોખલામાં આ સફેદ આરસની મૂર્તિ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૪૭ ચિત્ર ૯૯ શ્રી ગોમુખયલ: શત્રુંજય પર્વત પર આવેલી મોતીશા શેઠની ટ્રકના મુખ્ય દેરાસરમાં પ્રવેશ કરવાના પગથિયાંની જમણી બાજુએ નાની દેરીમાં આ સુંદર અને ચકચકિત સફેદ આરસની મૂર્તિ આવેલી છે. ચિત્ર ૧૦૦ શ્રી ચકેશ્વરીદેવી : શત્રજય પર્વત પર આવેલી ચામુખજીની સૌથી ઊંચી ટકમાં પ્રવેશ કરવાનાં પગથિયાંની ડાબી બાજુએ આઠ હાથવાળી તથા ગરુડના વાહનવાળી આ ચક્રેશ્વરીદેવીની સફેદ આરસની મૂર્તિ બિરાજમાન છે.
ચિત્ર પ્લેટ ૪૮ ચિત્ર ૧૧ ત્રણ શ્રાવિકાઓ શત્રુંજય પર્વત પર આવેલા મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનને મુખ્ય દેરાસરની બહારના ભાગમાં જમણું બાળુની ભતમાં આ ત્રણે શ્રાવિકાની આકૃતિવાળા પથ્થર ચોટાડેલો છે. ચિત્ર ૧૦૨ શ્રી જિનપ્રભસૂરી (): શત્રુંજય પર્વત પર આવેલો મુખજીની ટ્રકની ભમતીમાં આ સાધુ-પ્રતિમા આવેલી છે. મૂર્તિના પબાસનમાં લખેલો લેખ માધુનિક લાગે છે અને પછીથી કોઈ ગચ્છના મમતવવાળા માણસે કોતરાવેલો હોય એમ લાગે છે. કારણકે શ્રી જિનપ્રભસૂરી તો ચૌદમા સિકામાં થએલા મહાન સાધુ પુણ્ય છે, જ્યારે આ ટ્રકની હયાતી પણ હતી.
ચિત્ર પ્લેટ ૪૯ ચિત્ર ૧૦૩ શ્રી અમરચંદર: પાટણના ટાંગડીઆ વાડાના જે દેરાસરમાં આ એતિહાસિક પુરાની સફેદ આરસની સંવત ૧૯૪૯ ને લેખવાળી મૂર્તિ બિરાજમાન છે. આ મહાપુએ પાનંદ મહાકાવ્ય, અમરા, લધુ તીર્થંકર ચરિત્ર વગેરે ઘણા ગ્રંથે બનાવેલા છે.
* संवत् १३४९ चैत्र वदि ६ शनों श्री वायटीयगच्छे श्री जिनदत्तसूरिशिष्यपंडित श्री अमर चंद्रमृतिः पं० मशिष्यमदन चंद्राख्या (स्येन) कारिता शियमस्तु ।।
"Aho Shrutgyanam