________________
ભારતનાં જૈન તીર્થો
ચિત્ર પ્લેટ ૯ ચિત્ર ૨૦ શ્રી અજાહરા પાર્શ્વનાથજી: કાઠિયાવાડના અજાર ગામના દેરાસરમાં આવેલાં આ પ્રતિમાજી પણ જનોની માન્યતા પ્રમાણે ઘણાં જ પ્રાચીન છે. પ્રતિમાજી પર લેપ કરેલ હોવાથી તેનું શિ૮૫ કયા સમયનું હશે તેની બરાબર કહપના કરવી મુશ્કેલ છે, છતાં પણ પ્રતિમાજી પ્રાચીન તે જરૂર છે જ, અને આ તીર્થ એવી સુંદર એકાંત જગ્યાએ આવેલું છે કે તેની એક વિંખત યાત્રા કરવાથી આત્મા કૃતકૃત્ય થાય છે. લેખકે પોતે પણ બેવાર આ તીર્થની યાત્રા કરીને આત્મિક આલ્હાદ મેળવવાનો પ્રયત્ન કરેલો છે. ચિત્ર ર૧ યક્ષયુગલઃ આ સુંદર શિલ્પ પણ મથુરા મ્યુઝિયમમાં છે. આ શિલ્પની ઓળખાણ માટે મથુરા મ્યુઝિયમના કયુરેટર શ્રીયુત વાસુદેવશરણુ અગ્રવાલે “જૈન સત્યપ્રકાશ' માસિકના વર્ષ ૪ના અંક ૧રમાં એક લેખ લખેલો છે, પરંતુ ત્યાં તેની ઓળખાણ આપી નથી.
ચિત્રમાં પુરુષ અને સ્ત્રી અને સાથે જોડાજોડ બેઠેલાં છે. બંનેના હાથે તથા મુખકૃતિઓ ખંડિત છે. બંનેના મસ્તકની ઉપરના ભાગમાં એક ઝાડ છે અને તે ઝાડની મધ્યમાં જિનેશ્વરની મૂર્તિ પદ્માસનની બેહકે શિલ્પાએ કોતરેલી સ્પષ્ટ દેખાય છે. સ્ત્રીના ડાબા હાથમાંની બાળકની આકૃતિ અસ્પષ્ટ દેખાય છે, તે ઉપરથી મને લાગે છે કે આ શિ૯૫માં જે પુરુષાકૃતિ છે તે બે હાથવાળા પક્ષની છે અને સ્ત્રીની આકૃતિ તે અંબિકા દેવીની છે. ચિત્ર ૨૨ હરિગિરિનાં સ્વરૂપે આ શિપ પણ મથુરાનાં કંકાલીટીલામાંથી મળી આવેલાં છે. આનું વિવેચન મેં અમદાવાદથી પ્રસિદ્ધ થતા “જૈન સત્યપ્રકાશ” માસિકના વર્ષ ના અંક ૧-૨માં
ચિત્ર ૨૩ ગૃહસ્થ યુગલ: કંકાલીટીલામાંથી મળી આવેલી આ ગૃહસ્થ યુગલની પ્રતિમા તે સમયના શ્રાવકશ્રાવિકાઓના પહેરવેશને આબેહૂબ ખ્યાલ આપે છે. ગૃહસ્થના ભક્તિપૂર્વક જોડેલા બંને હાથેની વચ્ચે ફૂલની માળાની રજૂઆત શિલ્પીએ કરેલી છે. શિલ્પીએ ગૃહસ્થના ચહેરા ઉપર જે ભક્તિભર્યો ભાવ દેખાડવામાં સફળતા મેળવેલી છે, તે આપણને તેના પ્રત્યે માની લાગણી ઉત્પન્ન કરે છે.
ચિત્ર પ્લેટ ૧૦-૧૧ ચિત્ર ૨૪ શ્રી જિનભૂતિઃ ચિત્ર ૨૫ શ્રી જિનમતિઃ ચિત્ર ૨૬ શ્રી ઋષભદેવજી: ચિત્ર ર૭ શ્રી પાર્શ્વનાથજી: આ ચારે જિનમૃતિઓ વડેદરા રાજયના વિજાપુર તાલુકાના મહુડી ગામને ખેદકામમાંથી મળી આવી હતી.
વડેદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાના ઈ. સ. ૧૯૩૭–૩૮ના વાર્ષિક અહેવાલમાં માન્યવર હીરાનંદ શાસ્ત્રીજીએ આ ચારે જિનમૂર્તિઓને બૌદ્ધ મુર્તિઓ તરીકે ઓળખાવી છે. અને મેં મારા “ગુજરાતની પ્રાચીનતમ જિનમૂર્તિઓ' નામને “ભારતીયવિદ્યા' વર્ષ ૧લાના રજા અંકમાં તેઓના જ પુરાવાઓથી તથા બીજા શાસ્ત્રીય પુરાવાઓ આપીને સાબિત કરી આપ્યું છે કે આ મૂર્તિઓ માન્યવર શાસ્ત્રીજી કહે છે તેમ બૌદ્ધ મૂર્તિઓ નથી પરંતુ જિનમુનિઓ જ છે.
ચિત્ર પ્લેટ ૧૨ ચિત્ર ૨૮ કાઉસગીયાજી : પિંડવાડા (મારવાડ)ના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં આવેલી જિનેશ્વરદેવની આ મૂર્તિનું વિસ્તૃત વર્ણન ઇતિહાસપ્રેમી શ્રી કલ્યાણવિજયજીએ નાગરીપ્રચારિણી
"Aho Shrutgyanam