Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ બત્રીશીના સથવારે, કલ્યાણની પગથારે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુને યાદ કરીને, કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આ. શ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના સાતત્યપૂર્ણ પ્રેમાળ આગ્રહને અનુસરીને હું આ લેખમાળાનો પ્રારંભ કરી રહ્યો છું. Jain Education International શ્રી અર્જુ નમઃ તસ્મૈ શ્રીગુરવે નમઃ ૐ નમઃ મહાજનો યેન ગતઃ સ પન્થાઃ.... મહાજન જે માર્ગે ગયેલ હોય તે જ માર્ગ પાછળના અનુયાયીઓ માટે સફળ થનાર સરળ માર્ગ હોય છે. તાર્કિક શ્રેષ્ઠ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે બત્રીશ શ્લોકની બનેલી બત્રીશી રચી. અષ્ટક, ષોડશક, વિંશિકા અને પંચાશક જેઓના હાલ પણ ઉપલબ્ધ છે તે ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ બત્રીશી રચી હશે એવી કલ્પના અશક્ય નથી. કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે પણ બત્રીશીઓ રચી છે. સ્વનામધન્ય આ મહાજનોએ કંડારેલા આ માર્ગે ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ પદાર્પણ કરીને એક નહીં, બે નહીં... પણ પૂરી બત્રીશ બત્રીશીઓની હૃદયંગમ રચના કરી છે. ગ્રન્થના નામ મુજબ બત્રીશ પ્રકરણો... ને દરેક પ્રકરણમાં બત્રીશી-બત્રીશ મૂળ શ્લોકો છે, ન ન્યૂન ન અધિક. આમાં વળી એક વિશેષતા છે, દરેક પ્રકરણના છેલ્લા-બત્રીશમા શ્લોકમાં ‘પરમાનન્દ' શબ્દ વણાયેલો છે. આ મૂળગ્રન્થ પર પોતે જ તર્કગર્ભિત શૈલિથી એક વિવેચન For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146