Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ શ્રદ્ધા અને સંસ્કારનો આદર્શ: ધર્મરુચિ જૈન સાધનામાર્ગના બે પાયા છે : વિરતિ અને જીવદયા. બન્ને એકમેકનાં પૂરક છે, અને બેમાંથી એક વિના બીજું ન જ પ્રગટે, ન જ જામે ને ન જ ફળે તેવી વણલખી યોજના છે. આ બન્ને પાયા જેને બચપણથી જ સાંપડે તેનું જીવન કેવું પવિત્ર, સંસ્કારપૂત અને ધન્ય હોય તેનો આલેખ ‘ધર્મરુચિ' ની જીવન કથા દ્વારા આપણને સાંપડે છે. સાથે સાથે એ પણ શીખવા મળે છે કે “જૈન” હોવું એટલે પરમાર્થી હોવું, પરગજુ હોવું, અને અન્યને ખાતર પોતાનું જીવન ન્યોછાવર કરતાં પણ અચકાવું નહિ. “જૈન” બીજાને બચાવે, મારે નહિ. જૈન” બીજાને ખાતર પોતાના જાનની બાજી લગાવી દે, પણ પોતાના જીવન ખાતર કોઇનો જીવ ન લે. મરણાંત કસોટી આવે તો પણ સાચો જૈન પોતાના વ્રત થકી વિચલિત ન થાય, પોતાનો ટેક, પોતાનો ધર્મ ન છોડે. સાચો જૈન ક્યારે પણ “ધર્મીને ઘેર ધાડ’ કે ‘ધર્મ કરતાં ધાડ પડી’ એવું માને નહિ, બોલે નહિ, વિચારે પણ નહિ. આવું આવું ઘણું બધું આ ધર્મરુચિ – આ બાળ શ્રાવક આપણને શીખવી જાય છે. આપણને સહુને અને આપણાં બાળકોને પણ, આમાંથી કાંઇ પ્રેરણા મળશે તો આ લેખન - પ્રકાશનનો પ્રયાસ લેખે લાગશે. આસો સુદિ ૧૫, સં. ૨૦૫૪ - વિજયશીલચન્દ્રસૂરિ વલસાડ For Private Jain Education Intemational G Personal Use Only ary One

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22