Page #1
--------------------------------------------------------------------------
________________
બાળ શ્રાવક ધર્મચિ
બાળ શ્રાવકે
વિજય શીલચન્દ્રસૂરિ
CI/III]\] )
UTTTTTTTTTS
નેમિ-વિજ્ઞાન-કસ્તુર સ્મારક ટ્રસ્ટ અમદાવાદ-૧.
by.
Page #2
--------------------------------------------------------------------------
________________
છે. શ્રી નેમિ નંદન ગ્રંથમાળા ૧૮ છે
| નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે ! છે. શ્રી નેમિ - વિજ્ઞાન - કસ્તૂર - યશોભદ્ર - શુભંકરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ u
બાળ શ્રાવક ધર્મરુચિ
(સચિત્ર)
લેખક : વિજયશીલચંદ્રસૂરિ
પાઠશાળાના વિદ્યાર્થીઓને ભેટ પ્રેરક- આ. શ્રી વિજયશીલચન્દ્રસુરીશ્વરજી મ. સૌજન્ય ડો.પ્રીતમ બેન એસ. સિંઘવી.
ચિત્રાલેખન : શ્રી નટુભાઇ મનવર
પ્રકાશક : શ્રી નેમિ - વિજ્ઞાન - કસ્તૂર સ્મારક ટ્રસ્ટ
અમદાવાદ.
Jain Education Intemational
For Private Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
બાળ શ્રાવક ધર્મરુચિ © સર્વાધિકાર સુરક્ષિત લેખકઃ વિજયશીલચન્દ્રસૂરિ
પ્રથમ આવૃત્તિ : ૧૯૯૯ મૂલ્ય રૂા. ૩૫
પ્રાપ્તિ સ્થાન : ૧. જનકભાઇ એ. શાહ
૩૩૫, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૧૬૩૬૪૬
૨.
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
૩.
જયંતિલાલ કે. શેઠ ‘નિશાંત' શ્રી મહાવીર જૈન સોસાયટી, ગોધરા - ૩૮૯ O0૧. ફોનઃ ૪૩૬૩૬
દેવી - રાજેન્દ્ર આરાધના ભવન ૧, હરીશ એપાર્ટમેન્ટ, જૈન મર્ચન્ટ સો. પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
૫.
જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
મુદ્રક : અમૃત પ્રિન્ટર્સ કીકાભટ્ટની પોળના નાકે, ઘી કાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૧૬૯૮૫૨.
Jain Education Interational
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા અને સંસ્કારનો આદર્શ: ધર્મરુચિ જૈન સાધનામાર્ગના બે પાયા છે : વિરતિ અને જીવદયા. બન્ને એકમેકનાં પૂરક છે, અને બેમાંથી એક વિના બીજું ન જ પ્રગટે, ન જ જામે ને ન જ ફળે તેવી વણલખી યોજના છે. આ બન્ને પાયા જેને બચપણથી જ સાંપડે તેનું જીવન કેવું પવિત્ર, સંસ્કારપૂત અને ધન્ય હોય તેનો આલેખ ‘ધર્મરુચિ' ની જીવન કથા દ્વારા આપણને સાંપડે છે. સાથે સાથે એ પણ શીખવા મળે છે કે “જૈન” હોવું એટલે પરમાર્થી હોવું, પરગજુ હોવું, અને અન્યને ખાતર પોતાનું જીવન ન્યોછાવર કરતાં પણ અચકાવું નહિ. “જૈન” બીજાને બચાવે, મારે નહિ.
જૈન” બીજાને ખાતર પોતાના જાનની બાજી લગાવી દે, પણ પોતાના જીવન ખાતર કોઇનો જીવ ન લે. મરણાંત કસોટી આવે તો પણ સાચો જૈન પોતાના વ્રત થકી વિચલિત ન થાય, પોતાનો ટેક, પોતાનો ધર્મ ન છોડે. સાચો જૈન ક્યારે પણ “ધર્મીને ઘેર ધાડ’ કે ‘ધર્મ કરતાં ધાડ પડી’ એવું માને નહિ, બોલે નહિ, વિચારે પણ નહિ. આવું આવું ઘણું બધું આ ધર્મરુચિ – આ બાળ શ્રાવક આપણને શીખવી જાય છે. આપણને સહુને અને આપણાં બાળકોને પણ, આમાંથી કાંઇ પ્રેરણા મળશે તો આ લેખન - પ્રકાશનનો પ્રયાસ લેખે લાગશે.
આસો સુદિ ૧૫, સં. ૨૦૫૪
- વિજયશીલચન્દ્રસૂરિ
વલસાડ
For Private
Jain Education Intemational
G
Personal Use Only
ary One
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય પ.પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ.પૂ. પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી મહારાજે વિ.સં. ૨૦૨૩ થી વિ.સં. ૨૦૩૧ સુધી, વિ.સં. ૨૦૨૯ના ખંભાત ચાતુર્માસને બાદ કરતાં, સળંગ આઠ વર્ષ સુધી પાંજરાપોળ, શ્રીહઠીસિંહ કેસરીસિંહ ઉપાશ્રયે ચાતુર્માસ કર્યા. આ આઠે વર્ષ દરમ્યાન પ.પુ. પં.શ્રીસુર્યોદયવિજયજી મહારાજ વ્યાખ્યાન આપતા. દર વર્ષે વ્યાખ્યાનમાં તેઓશ્રી ભિન્ન ભિન્ન ગ્રંથો વાંચતા.
પ્રાયઃ વિ.સં. ૨૦૨૫-૨૬ આસપાસના વર્ષો પૂ.પં. શ્રીસૂર્યોદયવિજયજી મહારાજે પાંજરાપોળમાં શ્રીનવપદ પ્રકરણ બૃહદવૃત્તિનું વાંચન કર્યું આ ગ્રંથમાં મિથ્યાત્વ, સમ્યકત્વ, બાર વ્રત અને સંલેખના સ્વરૂપ પંદર વિષયોનું નવ-નવ દ્વારોથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતના નિરૂપણમાં ‘બાળ શ્રાવક ધર્મરુચિ” ની આ અદ્દભૂત કથા આવે છે.
પ્રાયઃ વિ.સં. ૨૦૩૪ ના દરમ્યાન સૂરત ચાતુર્માસમાં પ.પૂ. ગુરૂદેવ આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મહારાજે ફરીવાર શ્રી નવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિનું વ્યાખ્યાનમાં વાંચન કર્યું ત્યારે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય પ.પૂ. મુનિશ્રી શીલચંદ્રવિજયજી મ. (હાલ આચાર્ય) એ ગુજરાતી કથા સ્વરૂપે આલેખન કર્યું . આ કથા ત્યારે ભાવનગરથી પ્રકાશિત થતા ‘આત્માનંદ પ્રકાશ” માં છપાઇ હતી. પ.પૂ. આ. શ્રીવિજયશીલચંદ્ર સૂરિજી મહારાજ દ્વારા આલેખાયેલ વિવિધ કથાઓ સંગ્રહ સ્વરૂપ ‘કથા કુસુમાંજલિ' પુસ્તકમાં પણ આ ક્યા પ્રકાશિત થયેલ છે. એજ કથાને બાળજીવો માટે આકર્ષક ચિત્રો સાથે આપનાં કરકમલોમાં મૂકતા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.
શ્રીનેમિ-નંદન ગ્રંથમાળાના અઢારમા પુષ્પ તરીકે પ.પૂ. આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થા તરફથી આ દ્વિતીય પ્રકાશન છે. પ્રથમ પ્રકાશન પણ ‘દૃઢ સમ્યકત્વી ચંદ્રલેખા’ પણ આવી સુંદર ચિત્ર કથા છે. એ પ્રથમ પુસ્તકની માફક આ પુસ્તક પણ લોકોમાં આદર પામશે એવી અમને શ્રધ્ધા છે. | કથાના આધારે સુંદર ચિત્રો તૈયાર કરી આપનાર ચિત્રકાર શ્રી નટવરભાઇ મનવરનો ખૂબખૂબ આભાર માનીએ છીએ.
આ પુસ્તિકાનું સ્વચ્છ સુઘડ રંગીન છપાઇકામ ઝડપથી સમયસર કરી આપવા બદલ શ્રી અમૃત પ્રિન્ટર્સના સંચાલક શ્રી હસમુખભાઇ પરીખ તથા શ્રી હેમંતભાઇ પરીખ તથા આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર (૧) પૂ.આ. શ્રીપૂર્ણભદ્રાશ્રીજી મ.ના શિષ્યાઓ પૂ. સા. શ્રીકાન્તભદ્રાશ્રીજી આદિના સદુપદેશથી (૨) પૂ.સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજીના સદુપદેશથી શ્રીદેવીરાજેન્દ્ર આરાધના ભવન ટ્રસ્ટ અમદાવાદ. (૩) શ્રી ગગનવિહાર જે. મૂ. જૈન દે. ટ્રસ્ટ ખાનપુર, અમદાવાદ (૪) શ્રીવિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાતનો સંસ્થા વતી આભાર માનીએ છીએ. અને આવાં
સુંદર પ્રકાશનો લોકો સમક્ષ મૂકવાનો લાભ અમોને પુનઃ પુનઃ મળે તેવી આશા સહ વિરમીએ છીએ. વિ.સં. ૨૦૫૫, માગશર સુદ-૧૫ તા. ૩-૧૨-૧૯૯૮, ગુરુવાર
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર સ્મારક ટ્રસ્ટના અમદાવાદ-૩૮૦ ૦૦૧.
ટ્રસ્ટીઓ
Jain Euro
FOI Privale & Personal use only
Page #6
--------------------------------------------------------------------------
________________
બાળ શ્રાવક ધર્મરુચિ ‘માનવજીવનમાં, કોઇ પણ વસ્તુનું વધુમાં વધુ જેટલું મૂલ્ય હોઇ શકે, તેથી વધુ મૂલ્ય જીવનસંસ્કારોનું છે. ઊંચા ખાનદાનમાં જન્મ થવો, એ જો પૂણ્યાઇની નિશાની ગણાતી હોય, તો ઉચ્ચ સંસ્કારોની પ્રાપ્તિને જીવંત પુણ્ય જ લેખવું જોઇએ. બલ્ક, ઊંચું ખાનદાન મળવું એ તો પુણ્યના હાથની બાજી છે, પરાધીન બાબત છે; જ્યારે ઉત્તમ સંસ્કારોની કેળવણી તો પોતીકા પુરુષાર્થની કમાણી છે, સ્વાધીન છે. શાસ્ત્રો કહે છે : માનવજીવન અતિમોંઘેરું છે. આવાં મોંઘેરા જીવનને અશુભ સંસ્કારોથી બચાવવું, એ પણ ભારે પુરુષાર્થ અને ચીવટનું કામ છે.” | વિશાળ ધર્મસભા છે. સાદી છતાં સુંદર કાષ્ઠપાટ - વ્યાસપીઠ છે. તેના પર આચાર્યમહારાજ બિરાજ્યા છે. સફેદ વસ્ત્રો પહેરેલાં એમના ભરાવદાર શરીરમાંથી નીતરતી પ્રતિભા, જોનારને પ્રસન્ન કરવા સમર્થ છે. લલાટનું તેજ, એમનાં જ્ઞાન અને સચ્ચારિત્રની ગવાહી પૂરે છે.
સભાખંડ ચિક્કાર હતો. અવાજ કરનારને જ શરમાવું પડે એવી શાંતિ હતી. મંત્રમુગ્ધ બનેલા રસિયા શ્રોતાઓ, આચાર્યમહારાજના મુખેથી નીકળતો અખ્ખલિત વાણીપ્રવાહ ઝીલી રહ્યા હતા. દેવ અને ગુરુનું મંગલ સ્મરણ કરીને જ પ્રવચનનો પ્રારંભ કરવો; પ્રવચનમાં ભગવાન તીર્થકરની રાગ, દ્વેષ અને મોહને દૂર કરનારી વાણીનો જ અનુવાદ કરવો; અને અંતે, ‘સર્વ મંગલ’ એ શ્લોક દ્વારા, આ બધું જિનશાસનના એટલે કે અહિંસા અને વિશ્વમૈત્રીના જયકાર માટે જ છે. એવું જાહેર કરવું; અને આ બધા દ્વારા ભગવાન જિનેશ્વરના દયાપ્રધાન શાસન પ્રત્યેની પોતાની અચલ વફાદારી વ્યક્ત કરવી, એવું વ્રત લઇને બેઠેલા આચાર્યમહારાજ, આજે, સંસ્કારી અને અસંસ્કારી જીવનનો તફાવત સમજાવી રહ્યા હતા :
‘‘સુખી ઘરનો નબીરો, ઘણીવાર, આખા ઘરને અસુખમાં મૂકી દે એવાં કુસંસ્કારોથી લપટાયેલો હોય છે. અને ગરીબ ઘરમાં જન્મેલું સંતાન, ક્યારેક, કહેવાતાં શિષ્ટજનોનેય હેરત પમાડે એવી સંસ્કારિતાથી ઓપતું હોય છે. કોઇક વિરલ માબાપ જ એવા હોય કે જેના કુળદીપકને ઘોડિયામાં જ સુખ અને સંસ્કારો - બન્નેનો સુયોગ સાંપડયો હોય. કુમાર ધર્મરુચિ આવો જ વીરલો - ધન્ય આત્મા હતો.''
શ્રોતાઓ કાન સરવા કરીને સાંભળી રહ્યા હતા. આચાર્ય મહારાજની અનોખી અને અસરકારક રજૂઆતે સભામાં એવી તો જિજ્ઞાસા જન્માવી હતી કે જાણે શાંતિની જાજમ ઉપર જીવતી જિજ્ઞાસાઓ જ એકાગ્ર બનીને બેઠી હોય એવું લાગતું હતું. શાંતિનો ભંગ થાય એ નહોતું પોષાતું, તો ‘ધર્મરુચિ'નું નામ સાંભળીને હૈયે જાગેલી જિજ્ઞાસા પણ ખાળી શકાય એમ નહોતી. એટલે એક શ્રોતાએ વિનયભાવે પ્રશ્ન કર્યો ?”
‘કૃપાળુ ! કુમાર ધર્મરુચિ કોણ હતો ? આપના મુખમાં પણ જેનું નામ અને પ્રશસ્તિ હોય, એ આત્મા કોણ હશે ? કેવો ધન્ય હશે ? એ જાણવાની અમને સૌને તાલાવેલી જાગી છે, તો એનું વૃત્તાંત આજે કહેવાની કૃપા આપ ન કરો ?”
શ્રોતાઓના વિયે, જિજ્ઞાસાએ અને શાંતિએ આચાર્યમહારાજને જાણે વશ કરી લીધા. અને કુમાર ધર્મરુચિના અણધાર્યા સ્મરણે તેઓ કંઇક ભાવવિભોર પણ થઇ ગયા હતા, એટલે શ્રોતાજનોની જિજ્ઞાસાના ઉત્તરમાં એમણે પ્રસન્ન સ્વરે ધર્મરુચિની વાર્તા પ્રારંભી : | ‘ધાન્યપુર નામે ગામ છે. વસતિ તો એની શહેર જેટલી છે, પણ એની સાદગી અને સ્વચ્છતાની રોનક જુઓ તો એને આદર્શ ગામ કહેવાનું જ મન થાય.
ત્યાં માણિભદ્ર નામે એક શેઠ રહે છે. ધર્મનું અને લક્ષ્મીનું એમને ત્યાં પરંપરાગત નિવાસસ્થાન છે. ધર્મને અને લક્ષ્મીને, કહે છે કે લોહ અને ચુંબકનો સંબંધ હોય છે. અને અહીં તે પ્રત્યક્ષ અનુભવાતું હતું. શેઠ જેવા ધનિક હતા, એવા જ ધમાં પણ હતા. એમના ઘર-આંગણાની જેમ, એમનું હૈયું પણ, સ્વચ્છ અને નરવું હતું. ગળથુથીમાં જિનધર્મ પામેલા શેઠ વ્રતનિયમ અને ધર્મની આરાધનાના વ્યસની હતા. અને, કેસરનો ચાંદલો કરનાર વાણિયો, અનીતિ કે ખોટાં તોલમાપાં કરે, તો તેમાં જેટલી પોતાની શાખ ઘટે, તે કરતાં વધુ પોતાના ચાંદલાની, પોતાના કુળધર્મની વગોવણી થાય, એ બાબતથી શેઠ
ryone
Page #7
--------------------------------------------------------------------------
________________
'CENA
સુમાહિતગાર હતા; એટલે નીતિ અને પ્રામાણિકતાના પાલનમાં એ ખૂબ કડક અને જાગૃત રહેતા. અને એ કારણે, ધાન્યપુરમાં એમણે જમાવેલી શાખ અને મેળવેલી પ્રતિષ્ઠા જોતાં લાગતું કે આ એક જ વાણિયો, ગામ આખાની વસતિ ઉપર કેવી શેઠાઇ ભોગવે છે ! શ્રાવક અનીતિ કરે તો એ શ્રાવક મટીને વાણિયો બની
જાય છે. પણ એજ જો નીતિનું ધોરણ જાળવે તો - અપેક્ષાએ એ મધ્યમસ્થિતિનો હોય તોય - સૌનો શેઠ બની શકે છે. અને માણિભદ્ર શેઠ એનું જ્વલંત પ્રતીક હતા.
એ શેઠને એક દીકરો. નામ ધર્મરુચિ. પૂર્વનો કોઇ યોગભ્રષ્ટ આત્મા જ હોય કે ગમે તેમ, પણ એ બાળકને બહુ નાની ઉંમરથી જ ધર્મકરણી ઉપર ભારે પ્રીતિ બંધાઇ ગઇ. અને શેઠને ઘેર શી વાતે તોટો હતો કે એમના એકના એક લાડકવાયાને કોઇ ધર્મકરણી કરતો અટકાવે ? ઊલટું, શેઠે તો એની રુચિ અનુસાર બચપણથી જ એનામાં ધર્મભાવના સિંચવા માંડી. એના અધ્યયન અને વિશેષતઃ ધાર્મિક અધ્યયન માટે અધ્યાપક વગેરેનો પણ પ્રબંધ કર્યો. | ‘મોસાળે જમણ ને મા પીરસનાર’ પછી બાકી શું રહે ? પૂર્વના પુણ્યયોગે અને પિતાના સંસ્કારસિંચને, બાર વર્ષનો થતાં થતાં તો, કુમાર ધર્મરુચિ, ધર્માભ્યાસ અને ધર્મસંસ્કારોથી સર્વથા સુરભિત બની ગયો. ધર્મ એ જ એની રુચિ. એની વાતોમાં પણ સુસંસ્કારો નીતરે. સ્વભાવ તો એવો શાંત કે મરતાંને મેર ન કહે. ગુણિયલ તો એવો કે એનો સમાગમ છોડવાનું મન ન થાય. ધર્મશાસ્ત્રોનું જ્ઞાન અને ક્ષયોપશમ એવો કે મોટેરાંઓને પણ એની અદબ જાળવવી ગમે. સાધુભગવંતોના સમાગમે અને ધર્મશ્રવણે એને ખૂબ નાની કહી શકાય એવી આ ઉંમરે પણ વ્રતધારી શ્રાવક બનાવી દીધો.
Page #8
--------------------------------------------------------------------------
________________
આપણાં આર્ય મા-બાપો તો ઘોડિયામાં ઝૂલતાં બાળકના કાનમાં હાલરડામાં પણ, આવી ધર્મવાણી રેડતાં કે : અમે જીવહિંસાથી દૂર રહીશું, જીવદયા પાળીશું; અમે અસત્યનો ત્યાગ કરીશું, સત્યને પરમેશ્વર ગણી પૂજશું; અમે ચોરી નહીં કરીએ, પરધનને પત્થર સમજીશું; અમે સદાચારી-સંયમી બનીશું, અનાચાર અમને ત્યાજ્ય હશે;
ફિકર છે
S EMIXInbirth AND )
અમે નિરર્થક પરિગ્રહ છાંડીશું, મમત્વભાવ નહિ વધારીએ.. રે ! તો પછી બાર વર્ષનો ધર્મરુચિ,
વ્રતધારી શ્રાવક બને એમાં શી નવાઇ ? સમજણ અને ભાવનાપૂર્વક વ્રત લે, એનું બધું જ સાર્થક. સાચી સમજ અને સાચી ભાવના, ઉંમર નથી જોતી; એ તો પાત્ર શોધે છે.
CORTOSER
ary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
(૨) એક વખતની વાત છે. સમીસાંજની વેળા છે. સરખેસરખા મિત્રો ભેગા મળ્યા છે. કુમાર ધર્મરુચિ એમની સાથે ફરવા નીકળ્યો છે. એણે કિમતી દાગીના પહેર્યા છે.
નિર્દોષ હાસ્યગમ્મત કરતાં કરતાં બધા બાળકો ગામને પાદરે આવી પહોંચ્યા. અંધારું થવા આવ્યું હતું, છતાં કોઇને એની ફિકર ન હતી. બધાને થયું કે ચાલો, હજી થોડેક દૂર ફરી આવીએ. અહીંયા શું ડરવા જેવું છે ? એ ક્ષણે કોઇને - અને તેમાંય આવાં બાળકોને કલ્પનાયે કયાંથી હોય કે ભાવી જ એમને આગળ દોરી જાય છે !
કિશોરોએ ચાલવા માંડ્યું. આમ તો ઝાઝો ન કહેવાય, પણ અંધારું અને નિર્જન સીમ જોતાં, આ કિશોરોને માટે વધુ ગણાય એટલો રસ્તો તો એમણે કાપી નાખ્યો. કોઇક બોલ્યું પણ ખરૂં કે હવે આપણે ઝડપ કરો, તો સામે પેલો વડલો દેખાય છે, ત્યાં સુધી જઇને પાછા ફરીએ. બધાએ એ વાત માન્ય રાખી ને ત્યાં જવા માટે ઝડપ વધારી.
પણ ત્યાં જ દૂર આવેલા ખેતરને શેઢેથી બૂમ પડી : ભાગો, ભાગો, ચોર આવ્યો, ચોર આવ્યો..... કિશોરો ચમક્યા. ગભરાયા. ઝીણી આંખે જોયું તો દૂર રસ્તા ઉપર બુકાની બાંધેલા અસવારોને લઇને ઘોડાઓનું નાનું બે
anadanandatani
For Private & Bersonal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
સરખું જૂથ દોડ્યું આવતું હતું. અને ખેતરોમાં ને આસપાસ ફરતાં ગણ્યાગાંઠયા માણસોમાં બૂમરાણ અને નાસભાગ મચી ગઇ હતી.
પછી તો આ કિશોરો પણ શાના ઊભા રહે ? એ તો બધા બીકના માર્યા જેમ ફાવે તેમ નાસવા લાગ્યા. ધર્મરુચિ પણ નાઠો. પણ સંસારની આવી બીનાઓથી અપરિચિત અને ભયથી આતંકિત એ ગભરૂ બાળક ભાગી ભાગીને કેટલે દૂર જઇ શકે ? ઊલટું, એનાં ઘરેણાંનો ચળકાટ જોઇને ચોરોએ એને જ લક્ષ્ય બનાવી દીધો. બે ચાર પળ વીતી ન વીતી, ધર્મચિ સંતાવાની જગ્યા શોધતો રહ્યો, અને ત્યાં તો તીરવેગે એક ઘોડો આવ્યો અને ઉપાડીને ચાલતો થયો.''
આચાર્ય મહારાજ વાર્તા કહેવામાં એકતાન હતા. એમનું વ્યાખ્યાન આજે વાર્તામય બની ગયું હતું. શ્રોતાજનો પણ વાર્તા સાંભળવામાં મશગૂલ હતા. એમની અપલક આંખોમાં ‘પછી શું થયું ?’ અને ‘હવે શું થશે ?” ની આતુરતા ડોકિયાં કરી રહી હતી.
ચોરોને તો, કાં તો પૈસો જોઇએ ને કાં તો ખડતલ માણસ ખપે,” વાર્તાનો દોર આગળ લંબાવતા આચાર્યમહારાજ બોલ્યા, “એમને આવો કૂમળા બાળકનો શો ઉપયોગ ? એમણે તો ધર્મરુચિનાં ઘરેણાં ઊતારી લીધાં, અને એને એક ચોર સાથે ઉજ્જયિનીના ગુલામબજારમાં મોકલી આપ્યો. જે દામ ઉપજ્યાં તે. માણસ પરાપૂર્વથી પોતાના હાથે જ પોતાના જાતભાઇને, માણસને વેચતો આવ્યો છે, સતાવતો રહ્યો છે, અને કામ પડે તો એનો નાશ પણ
Jai Lama
11નાની નELETE TIT
www.jamemorary.org
Page #11
--------------------------------------------------------------------------
________________
કરતો રહ્યો છે; એનું આ ઉલ્લેખનીય ઉદાહરણ છે. માનવેતર કોઇ પ્રાણી કે જંતુ, પોતાના હાથે, પોતાની જાતિનાં પ્રાણી કે જંતુનો નાશ ભાગ્યે જ કરે છે એ સંદર્ભમાં આ ઉદાહરણ કેવું શોચનીય દીસે છે !
બજારમાં હાથે પગે લોઢાની સાંકળો બાંધેલા સેંકડો ગુલામોને વેચવા તેના માલિકો ઊભા છે. લીલામના ભાવતાલની ખેંચતાણના અવાજો બજારમાં ગૂંગળાતાં ગૂંગળાતાં ફેલાઇ રહ્યા છે. જાણે કે એ અવાજો પર, ગુલામોની માનસિક ગુંગળામણ જ સવાર થઇ હશે ! પણ લોકો તો, આવી ગૂંગળામણ કોઠે પડી ગઇ હોય એવી નિર્મમતાથી ત્યાં ફરતા હતા, અને જેને જે પસંદ પડે, તેને ગુલામ તરીકે ખરીદી જતા હતા. રે ! ગુલામોના બજારમાં નિર્મમતા જ માણસની હોંશિયારીનું ઓળખચિહ્ન બનતી હશે
હમણાં હમણાં આ બજારમાં ઉજ્જયિનીનો રાજરસોયો રોજ આંટા મારતો જોવાતો હતો. એને એક ગુલામની જરૂર હતી. અને એની જરૂરિયાત પૂરી પાડવા, એને રીઝવવા કોણ તૈયાર ન હોય ? વેપારીઓએ, એને જરૂર હતી એવો ગુલામ પૂરો પાડવા માટે ખૂબ મહેનત કરી, ગુલામોની આખી હારમાળા એની સમક્ષ ખડી કરી દીધી. પણ એનું મન આજ સુધી તો માન્યું નહોતું.
એને તો ખપતો હતો એક સુંવાળો કિશોર બાળક. એના રસોઇકામમાં મદદ કરવા માટે એને આવા બાળકની જરૂર વરતાતી હતી. એની આ જરૂરિયાતને જાણીને ઘણા વેપારીઓએ એને મનગમતો કિશોર શોધી લાવવા પ્રયત્ન કર્યો, પણ એમાં એ અસફળ રહ્યા.
રસોયો તો રોજ બપોર પડે, બજાર ભરાવાનો સમય થાય, ત્યારે બજારમાં ફરવા નીકળે છે. એ સમજતો હતો કે રોજ તપાસ કરીશ તો ક્યારેક કામ પતશે. રોજની માફક આજે પણ એ તપાસ કરવા આવ્યો છે. ફરતાં ફરતાં એની નજર ધર્મરુચિ ઉપર પડી.
ધર્મરુચિને વેચવા આવનારો ચોર તો રસોઇયાની જરૂરિયાતની વાતથી અજાણ હતો, પણ રોજિંદા વેપારીઓ તો એ અજાણ્યા વેપારી સાથેના ધર્મરુચિને જોઇને જ સમજી ગયા હતા કે આ છોકરો રસોયાને જરૂર ગમી જવાનો.
અને એમ જ થયું. પહેલી નજરે જ પસંદ પડી ગયેલા ધર્મરુચિને, રસોયાએ, પેલા વેપારીને મોંમાગ્યા દામ આપીને વેચાતો લઇ લીધો, અને પાળવા માટે લીધેલા કૂતરાને દોરે એમ એને પોતાને ત્યાં, રાજરસોડે લઇ ગયો.”
જુઓ તો ખરા,” આચાર્યમહારાજના ગળામાં દર્દ ઘૂંટાતું હતું : “અઢળક કહી શકાય એવી સંપત્તિનો એક માત્ર હોનહાર માલિક ધર્મરુચિ અત્યારે સૌના તિરસ્કારનો પાત્ર ગુલામ બની ગયો ! ગઇકાલના વ્રતધારી શ્રાવક-પુત્રની ગણતરી આજે ગરીબડા ગુલામ પેટે થાય, એ કેટલું દર્દનાક છે !
પણે રે ! ધર્મચિનું મોં તો જુઓ ! ન મળે ત્યાં શોક કે ન મળે સંતાપની છાયા. એ તો કદાચ કાલ કરતાં પણ અત્યારે વધુ શાંત અને સ્વસ્થ હતો. બાળસુલભ ભયને લીધે એનું મોં હેબતાઇ ગયેલું જરૂર હતું, પણ હવે મારું શું થશે ? એવી દયામણી રેખા ત્યાં નહોતી કળાતી. બલ્ક, એ તો સતત નવકારમંત્રનું રટણ - વ્રતધારી માણસને શોભે તેમ - કર્યે જતો હતો. ભય, ભૂખ અને પરિશ્રમને લીધે એને દેહમાં થાકનાં ચિહ્નો વરતાતાં હતાં, પણ નવકારમંત્રનું રટણ એના થાકને ઓગાળી દેનારૂં બનતું હતું.
For Private roersonal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
(૪)
પકડી આણેલા કે ખરીદેલા ગુલામ ઉપર દયામાયા કરવી, એ સભ્યસમાજમાં લાંછનરૂપ મનાતું. પોતે પાળેલાં પશુઓને સમયસર અને બરાબર ચારો ન નીરાય, તો રખેવાળની ખબર લઇ નાખનાર ગૃહસ્થો, નવા આવેલા ગુલામ ઉપર ધાક જમાવવા માટે, એને ખાવાપીવા જેવી અનિવાર્ય સગવડ પણ ન આપવાનું મુનાસિફ માનતા. અને છતાં એમની એ રીત સભ્યતામાં ખપતી.
એ સભ્યતાના ચિહ્નરૂપે જ, રસોડે પહોંચતાંવેંત રસોયાએ હુકમ છોડ્યો : છોકરા ! તું નાનો છે, નવો છે, એટલે તને વધુ મહેનતનું કામ આજે નથી સોંપતો. પણ જો, આ પાંજરામાં પૂરેલાં પંખીઓને તારે હમણાં ને હમણાં હલાલ કરી નાખવાનાં છે. લે આ છરી અને થાળી. આજે રાજાજી માટે એની રસોઇ બનાવવાની છે, માટે ઝટઝટ કામ પતાવી દે.
કઠોર શબ્દોમાં કહેવાયેલી કઠોર વાત, ભૂખ અને તરસથી શ્રમિત ધર્મરુચિના કાનમાં તીણી શૂળની માફક ભોંકાઇ. પણ એ ચૂપ રહ્યો. એણે મૂંગામૂંગા રસોયાએ ચીંધેલા પાંજરા તરફ નજર ફેરવી, તો એમાં, ઘડીક કિલ્લોલ મચાવતાં પણ કોઇક માણસનો પદરવ થતાં જ ચીસાચીસ કરી મૂકતાં, ભોળાં, નિષ્પાપ, કબૂતરાં, ચકલાં અને એવાં વિવિધ પંખીઓ એને જોવા મળ્યાં.
For Private Personal Use Only
T
Page #13
--------------------------------------------------------------------------
________________
Jain
એ જોતાં જ એ ફફડી ઊઠયો. આ પંખીઓની હિંસાની કલ્પનાએ એના હાથપગ થરથરવા માંડ્યા. આંખે આંસુનાં જાળાં રચાયાં. કપાળે પરસેવો બાઝી ગયો. એનું હૈયું મૂંગો ચિત્કાર કરી ઊઠયું : “રે ! એક માણસનું પેટ ભરવા ખાતર આ પંખીઓની હિંસા ? નહિ, હું જીવું છું, હું અહીં હાજર છું ત્યાં સુધી આ શક્ય નહિ બનવા દઉં. ભલે પછી મારું જે થવું હોય
તે થાય.’’
અને થરથર ધ્રૂજતા પગે પણ એણે મક્કમ ડગ ભર્યા. પાંજરા પાસે પહોંચીને એણે તીરછી નજરે જોઇ લીધું કે રસોયો તો એને છરી, થાળી ને પાંજરું ભળાવીને પાછો પોતાના કામમાં ગુંથાઇ ગયો હતો. આ તરફ એની નજર નહોતી. તરત જ એણે પાંજરાનું તાળું ખોલવા હાથ લંબાવ્યો. પણ, એ સાથે જ એમાંનાં માસૂમ પંખીઓના ધમપછાડા અને મરણચીસોએ રસોડાને ગજવી મૂક્યું. પંખીઓના ધર્મરુચિના લંબાયેલા હાથમાં પોતાના જીવનનો અંત જોયો જાણે. રે ! એ મૂંગા જીવોને ક્યાંથી ગમ પડે કે આ એમનો હત્યારો નહિ, પણ તારણહાર છે !
ધર્મરુચિએ ત્વરા કરી. પંખીઓનો કોલાહલ રસોયાને ત્યાં ખેંચી લાવે, એ પહેલાં જ એણે પાંજરાનું બારણું ખોલી નાખ્યું ખુલ્લું મૂકી દીધું. અને વળતી જ પળે ત્યાં નીરવતા છવાઇ ગઇ.
offrivate & ersonal Use Only 12
www.jamelibrary.org
Page #14
--------------------------------------------------------------------------
________________
પણ એ નીરવતામાં પણ, ધર્મરુચિને તો જાણે વાજિંત્રોનો મંગલ નાદ સંભળાતો હતો. બારી વાટે ઊડીને દૂરના કોઇ વૃક્ષ ઉપ૨ જઇ બેઠેલાં અને મુક્તિના કલ૨વ વડે વાતાવરણને ગજવી મૂકતાં એ પંખીઓને નિહાળીને, ધર્મરુચિનાં આંસુભીનાં પરિશ્રાંત મોં પર એક નવી જ ચમક ઊગી નીકળી. એની ભૂખ ને તરસ બધું જ શમી ગયું હોય એમ એ એક ખૂણામાં જઇને નિરાંતે હવે પછી આવનારી આફતની રાહ જોતો બેઠો.
સમય થયો ને રસોયો પંખીઓનાં કલેવર લેવા બહાર આવ્યો. જોયું તો છોકરો ખૂણામાં બેઠો બેઠો ઝોકાં ખાતો હતો. ને પાંજરૂં ખાલી પડ્યું હતું. એને થયું કે છોકરો છે તો ઝડપી અને ચોખ્ખો, કામ ઝટપટ પતાવી દીધું લાગે છે ! પોતાના કર્કશ અવાજમાંની કરડાકીને ઓછી કરવાનો પ્રયત્ન કરતા એણે પૂછ્યું ઃ છોકરા ! પંખીઓ તૈયાર કરીને ક્યાં મૂક્યાં ? લાવ.
‘પંખીઓનો તરફડાટ મારાથી ન ખમાયો એટલે મેં તો એને છોડી મૂક્યાં.’’ થાકેલા ધર્મરુચિએ બેફિકરાઇથી જવાબ આપ્યો.
આ સાંભળતાં જ રસોયો તો લાલપીળો થઇ ગયો. એની આંખોમાંથી આગ ઝરવા માંડી. અને મોંમાંથી તો શબ્દોને બદલે અંગારા જ ખરવા શરૂ થઇ ગયા. ન કહેવાનાં વચનોની ઝડી વરસાવીને છેવટે એણે કહ્યું : છોકરા ! આજે તો તું નવોસવો છે અને પહેલી જ ભૂલ છે, એટલે દયા લાવીને જવા દઉં છું. પણ ફરીવાર આવું કર્યું તો હવે જીવતો નહિ છોડું.
ધર્મરુચિ સમસમી ગયો. એનાં અંગેઅંગ એવાં તો શિથિલ થઇ ગયાં કે એ વગર શીયાળે પણ એ ધ્રૂજવા લાગ્યો. નિર્દય રસોયાએ એને માર્યો નહિ એટલો એનો ઉપકાર, બાકી તો એ બીજા દિવસની સવાર સુધી ભૂખ્યો ને તરસ્યો, નવકારનું રટણ કરતો, ડુંગરાઇને ત્યાં જ પડ્યો રહ્યો. શરીરની સુંવાળપ અને કમજોરીને, એના મજબૂત મનોબળે જાણે મહાત કરી દીધી હતી.
બીજા દિવસની સવા૨ ઊગી, ને નિત્યક્રમ શરૂ થયો. એ જ રસોયો, એવું જ પાંજરૂં, એમાંનાં પખીઓને હલાલ કરીને તૈયાર કરવાની એવી જ ક્રૂર આજ્ઞા અને લટકામાં ‘કાલ જેવું કરીશ તો ભૂંડા હાલ થશે' એ મતલબના અપશબ્દો.’’
‘“વિચાર તો કરો,’’ ઉત્કંઠિત શ્રોતાજનોનાં હૈયાંને હલાવી દે તેવો પ્રશ્ન આચાર્ય મહારાજે કર્યો, ‘કે એ બાળકની ત્યારે કેવી સ્થિતિ હશે ? એની ધર્મદઢતા અને સહિષ્ણુતા કેટલી તીવ્ર હશે ? રે ! સંસ્કારો તો આવા હોય, જે આવી આપત્તિમાં પણ માર્ગચ્યુત ન થવા દે.
અને આ સંસ્કારો જ જાણે શબ્દદેહ લઇને આવ્યા હોય એમ ધર્મરુચિનાં મોંમાંથી, રસોયાની છાતીમાં વાગે તેવાં શબ્દો સરી પડ્યા : ‘આ પંખીઓને હું નહિ મારી શકું. તમારાથી થાય એ કરી લેજો.''
લાગલો જ રસોયો તાડૂકી ઊઠયો. ધર્મરુચિને એણે ખૂબ ધમકાવ્યો, બીક બતાડી. ફોસલાવવાનોય પ્રયત્ન કર્યો.
પણ વાહ રે ધર્મરુચિ ! ધન્ય તારી દઢતાને ! એ એકનો બે ન થયો તે ન જ થયો.
છેવટે કંટાળેલા રસોયાનો પિત્તો ફાટ્યો. ‘ગુલામ તો ચાબુકના જ ઘરાક’ - એ સભ્યસમાજમાં પ્રચલિત ઉક્તિ એને યાદ આવી ગઇ હોય એમ એણે તો લીધી લાકડી ને મારપીટ શરૂ કરી. એની એક જ વાત હતી કે ‘માની જા, અને ચીંધેલું કામ કરવા માંડ. નહિ તો અહીં તો મરી જઇશ, તો કોઇ રડનારૂંયે નહિ મળે.' પણ ધર્મરુચિ ટસનો મસ ન થયો તે ન જ થયો.
આથી રસોયાની અકળામણ વધી ગઇ. એ ભાન ભૂલ્યો, અને એક નૃશંસ જલ્લાદની જેમ એણે ધર્મરુચિ પર લાતો, લાકડી અને ચાબુકનો સિતમ વરસાવવો શરૂ કર્યો.
ગુલાબનું ફૂલ ઘણનો થા શી રીતે ખમી શકે ? ધર્મરુચિ, ગમે તેમ તોય, નાનો બાળક હતો. જીવનમાં કોઇની એક ટપલી પણ એણે ખાધી નહોતી. અને એની સહનશક્તિની પણ એક મર્યાદા હતી. એ આ જુલમ ન ખમી શક્યો, અને એના મોંમાથી કાળી ચીસ નીકળી ગઇ. એ જોરજોરથી રડી પડ્યો.
For Private Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
પરંતુ એની કોઇ જ અસર રસોયા પર ન થઇ. એને તો આવું બધું કોઠે પડી ગયું હતું કદાચ. ગુલામોને મારપીટ, એમની રોકકળ, અને એમનાં આંસુ - આ બધાંની એને કોઇ નવાઇ નહોતી. એટલે એ તો ધર્મરુચિને આડેધડ ઝૂક્યે જ જતો હતો. એની તો એક જ વાત હતી : કાં કહ્યું માન, કાં મારી નાખું.
(૫)
હવે બન્યું એવું કે રાજાનો નિવાસખંડ રસોડાની બિલકુલ બાજુમાં જ હતો. રસોયાની મારપીટ ચાલુ હતી તે સમયે રાજાજી પોતાના નિવાસખંડના ઝરૂખે ઊભા હતા, અને નગરચર્યા નિહાળવામાં તલ્લીન હતા. ત્યાં અચાનક એમના કર્ણપટ પર મારપીટનો અને બાળકની ચીસાચીસનો ક્રૂર - કરૂણ અવાજ અથડાયો. તત્ક્ષણ તેમણે પાસે ઊભેલા એક અનુચરને આદેશ કર્યો : ‘આ કોણ રડે છે ? કયાં રડે છે ? શા માટે રડે છે ? તપાસ કરો !''
અનુચર દોડયો. તપાસ કરી, આવીને તેણે રાજાને કહ્યું : “મહારાજ, આપણો રસોયો એક ગુલામને ખરીદી લાવ્યો છે. એ નાની વયનો કિશોર છે. રસોયાએ એને પંખીઓને હલાલ કરવાનું કામ સોંપ્યું, તો એણે એ કામ કરવાની ના પાડી દીધી. ઊલટું, મહામહેનતે પકડી આણેલાં પંખીઓને એણે ઉડાડી મૂક્યાં. એટલે રસોયો એને શિક્ષા કરે છે. અને તેથી એ છોકરાએ રડારોળ કરી મૂકી છે, એનો આ અવાજ છે. પણ મહારાજ ! છોકરો ગજબનો અડિયલ લાગે છે. રડતાં રડતાં ય એ તો કહે છે કે મરી જવા તૈયાર છું, પણ પંખી મારવાનું કામ તો નહીં જ કરું.”
:
વિગત સાંભળીને રાજાનેય કુતૂહલ જાગ્યું. એણે હુકમ કર્યો : “એ છોકરાને અહીં મારી પાસે હાજર કરો. જોઉં તો ખરો, કેવોક છે એ !''
7a94
Page #16
--------------------------------------------------------------------------
________________
અહીં, ધર્મરુચિ અધમૂઓ તો થયો જ હતો, પણ હવે તો રસોયો પણ થાકયો હતો. એ કંટાળ્યો હતો. ત્યાં જ રાજાનું તેડું આવ્યું, એટલે એણે રાજસેવકને ધર્મરુચિ ભળાવી દીધો અને છૂટકારાનો દમ લીધો. પણ તોય એનાથી રહેવાયું નહિ, તે એણે ચાલ્યા જતા ધર્મરુચિ સામે દાંતિયાં તો કર્યાં જ કે ‘બદમાશ છોકરા ! બહુ ફાટ્યો છે ને ? તે એનાં ફળ હવે ભોગવજે.’’ એનાં એ ચાળાં જોઇને, એટલી પીડામાં પણ, ધર્મરુચિથી હસી પડાયું. અને ખરેખર, હઠાગ્રહીઓની મમત અને એ મમતમાંથી નીપજેલી ચેષ્ટાઓ હાંસીપાત્ર નથી હોતી ?
ધર્મરુચિને તરત રાજા પાસે લઇ જવામાં આવ્યો. એના મનમાંય ‘રાજા બોલાવે છે,' એ સાંભળીને કંઇક આસાયેશ વળી હતી કે રાજા કદાચ મને આ બળાત્કારમાંથી છોડાવે ! આ વિચારે રાજા પાસે પહોંચતાં જ એ રાજાના પગે નમી પડયો.
રાજાએ એને ઊભો કરીને સીધો સવાલ કર્યો : “કેમ રે ! રસોયાનું કહ્યું કેમ નથી માનતો ? પંખીઓની હત્યા કેમ નથી કરતો ?”’
સામાન્યતયા ભલભલો પ્રૌઢ માણસ પણ રાજા સાથે વાત કરતાં કે એનો પ્રતિવાદ કરતાં અચકાય જ. પણ ધર્મરુચિએ તો ભારે કરી. એણે તો જાણે સામાન્ય માણસ સાથે વાત કરતો હોય એ અદાથી લાગલો જ જવાબ વાળ્યો : ‘‘મહારાજ ! મેં કોઇ જીવની હત્યા ન કરવાનું વ્રત લીધું છે. એ વ્રતને પ્રાણના ભોગે પણ પાળવાની મારી પ્રતિજ્ઞા છે. હું એનો ભંગ શી રીતે કરૂં?’’
રાજાને આ મુગ્ધ બાળકમાં રસ પડયો. એણે ધર્મરુચિની બુદ્ધિને નાણવાનો પ્રયાસ કર્યો : ‘છોકરા ! વ્રત અને પ્રતિજ્ઞા
એ બધું તો સ્વાધીન માણસને માટે છે, પરાધીનને માટે નહિ. તું તો પરાધીન છે. તારે વળી વ્રત-પ્રતિજ્ઞા કેવાં ? તારે તો તારા શેઠ કહે એ જ વ્રત ને એ જ પ્રતિજ્ઞા. માટે આ બધું ધતિંગ છોડીને અમે કહીએ તે કરવા માંડ.
ધર્મરુચિએ નિર્ભીકતાથી કહ્યું : ‘“પણ મહારાજ ! હું તમારો ગુલામ છું એનો અર્થ એ નથી કે મારા આત્માના પણ તમે ' માલિક છો. તમે મારા માલિક હો તો મારા શરીરનું તમને ઠીક પડે તે કરી શકો. પણ મારા આત્માને તમે શું કરી શકવાના? આત્માથી તો હું સ્વાધીન જ છું. અને એટલે જ મારાં વ્રત – પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હું હકદાર જ નહિ, સમર્થ પણ છું.”
-
રાજા પણ પળભર તો મનમાં શેહ ખાઇ ગયો. મનોમન આટલા નાના કિશોરની દૃઢતા અને વાક્પટુતાની પ્રશંસા
C
FO
15
Ne
lary.org
Page #17
--------------------------------------------------------------------------
________________
પણ એણે કરી લીધી. પણ એ ભાવો એણે મોં પર ન આવવા દીધા. એ તો ક્રોધથી ધમધમી ઊઠ્યો. એનાં ભવાં તો એવાં ચઢી. ગયાં કે અનુચરો પણ ધ્રુજી ઊઠ્યા કે “અરે રે, રાજાજી નક્કી ચિડાયા ! હવે આ છોકરો ઘડીવારમાં હતો ન હતો થઇ જશે બિચારો!”
અને અનુચરો આગળ વિચારે તે પહેલાં તો રાજાનો સત્તાવાહી અવાજ છૂટ્યો : “અરે ! જુઓ છો શું ? જાવ, મીઠું પાયેલો ચાબુક લઇ આવો અને આ નાદાન છોકરાને મારી સામે જ ફટકારો. હું પણ જોઉં કે એનાં વ્રત પછી કેવાં ટકે છે !' થાકથી અને મારની સખત પીડાથી પીડાતો ધર્મરુચિ તો આ સાંભળતાં જ કંપવા લાગ્યો. પણ એના મોં પરના ભાવોમાં ,
લેશ પણ પરિવર્તન ન આવ્યું. મોં પર જામી પડેલી દૃઢતાની રેખાઓ દયામણી તો ન જ બની.
ચાબુક આવ્યો. હવામાં સન્ન કરતો વીંઝાયો. હમણાં પડ્યો કે પડશે એ વિચારે ધર્મરુચિ આંખો મીંચી ગયો. એ જોઇને રાજાએ પૂછ્યું : “બોલ છોકરા ! હજી બચવું હોય તો કહ્યું કરવા તૈયાર થઇ જા ને જીવહત્યા કરવાની હા ભણી દે, તો તને છોડી મૂકું.” પણ, ધર્મરુચિ અડગ રહ્યો. રે ! ‘પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન તૂટેએ ઉક્તિ આવા દૃઢનિશ્ચયી જીવનનું જ સારદોહન હશે ને ? રાજાએ એની પ્રતિજ્ઞાને નાણવાનો છેલ્લો અને ભીષણ પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. એણે ચાબુક ફેંકાવી દીધો અને દારુ ઢીંચેલો મદોન્મત્ત હાથી મંગાવ્યો. ધર્મરુચિની સામે એને ખડો કરાવીને એણે પૂછ્યું : છોકરા ! હજી કહું છું કે માની જા. નહિ તો આ હાથીના પગે કચરાવીશ. આ હાથીનો એક પગ, અને તારો કચ્ચરઘાણ વળી જશે.”
રાજાનાં વચનો, અને એ બોલાયાં ત્યારની એના મોં પર જોવા મળેલી કઠોર દૃઢતાનો તાગ ધર્મરુચિ તત્ક્ષણ પામી ગયો. એને થયું કે હવે રાજા સાચેસાચ મને હાથીના પગ તળે કચડાવશે, એમાં શંકા નથી.
w
orry.org
16
Page #18
--------------------------------------------------------------------------
________________
એક ક્ષણાર્ધ માટે એનું ચિત્ત ખળભળ્યું, પણ બીજી જ પળે એનો માંહ્યલો સાબદો થઇ ગયો. એને યાદ આવી ગયા એના પરમાત્મા; એને સાંભરી આવી ધર્મદાતા ગુરુએ આપેલી-પ્રાણના ભોગે પણ જીવોની રક્ષા કરવાની - પ્રતિજ્ઞા. એણે વિચાર્યું: રે ! ગુરુજી કહેતા હતા કે અન્યનું હિત કરતાં મૃત્યુ આવે તો એને જીવનનો રળિયામણો અવસર સમજજો. પરહિત કાજે પ્રાણનું બલિદાન આપવાની આવી ધન્ય ઘડી કાંઇ બધાને નથી મળતી.
હા, મૃત્યુ તો બધાને વળગ્યું જ છે. પણ નિર્દોષ જીવોની રક્ષા કરતાં કરતાં ખપી જવાનું તો ભાગ્યમાં હોય તેને જ સાંપડે. ના, મારે આ ક્ષણે ૨ડવું નથી. ફરિયાદ પણ નથી કરવી. દયામણા કે બિચારા તો નથી જ ઠરવું.
રે ! ધર્મસત્તાના ખોળે બેઠેલા કદી બાપડા હોય ખરા ?
રાજાને જે કરવું હોય તે ભલે કરે; હું મારા ધર્મથી, મારા વ્રતપાલનથી વિચલિત નહિ જ થાઉં.’’
અને એ ટટ્ટાર થઇ ગયો. એના મોં પર એક અનેરી આભા પ્રસરી ગઇ. એનો થાક, એની ભૂખ, મારપીટ, એની પીડા, બધું જ જાણે ઓસરી ગયું. પોતાની તેજ નીતરતી આંખો રાજાના મોં સામે નોંધીને એ બોલ્યો :
“મહારાજ ! જો મારા મરણથી અનેક પ્રાણીઓને જીવતદાન મળતું હોય, તો હું એક મરી જાઉં, એ મને વધુ ગમશે. કેમ
เกา
TWITTE
17
Page #19
--------------------------------------------------------------------------
________________
કે ‘બધા જીવો જીવન ઇચ્છે છે, મરણ નહિ.” અત્યારે – તમે મને મારી નંખાવવા તૈયાર થયા છો ત્યારે – મને કેટલી વેદના થાય છે. ! મને કેટલો ભય લાગે છે મરવાનો ! તો જે મારી ઉપર આવી પડે તે મને નથી ગમતું, અને મારાથી નથી ખમાતું, તો એ મરણનો અત્યાચાર બિચારાં નિર્દોષ પંખીઓ ઉપર આપણે આચરીએ, હું આચરું, તો એ જીવોને કેવી વીતતી હશે? અને હું તો તમને ફરિયાદ પણ કરી શકું એમ છું, એ મૂંગા જીવો કોને જઈને કહેવાનાં ?
અને મહારાજ ! જે આપણને નથી ગમતું, તે મરણ, આપણા જીવનને ખાતર, આપણું પેટ ભરવાને ખાતર, મૂંગા પંખીઓને આપણે આપીએ, એ કરતાં તો આપણું જીવતર ત્યજી દેવું વધુ શ્રેષ્ઠ છે.
માટે મહારાજ ! મને ક્ષમા કરજો. હું કોઇ પણ રીતે મરવા તૈયાર છું. તમારા માણસોને હાથી છૂટો મૂકવાની આજ્ઞા બેધડક આપો. જય અરિહંત!” ધીમા પણ ખુમારીભર્યા સ્વરે આ વચનો બોલીને ધર્મરુચિએ તરત જ આંખો મીંચી દીધી.”
શ્રોતાજનો ચિંતાતુર બની ગયા હતા. શું થશે? આવા અડગ વ્રતપાલકનો પણ નાશ થશે ? ધર્મ એનું રક્ષણ નહિ કરે ? એવા પ્રશ્નો સૌના હૃદયમાં ઊઠવા માંડ્યા. સભાખંડમાં ભારે ઉત્તેજના વ્યાપી ચૂકી હતી. તો આચાર્ય મહારાજ પણ ભાવવિભોર વાણી વાટે હૃદયની ઊર્મિઓ ઠાલવી રહ્યા હતા :
પણ..... પણ આ શું ?
WYMI ITI S
For Private
Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
ધર્મરુચિ તો મરણની રાહ જોતો નવકારના ધ્યાનમાં લીન બનીને ઊભો છે. અનુચરોના શ્વાસ પણ અદ્ધર થઇ ગયા છે. રાજાની છેલ્લી આજ્ઞા સાંભળવા એ એકતાન બનીને ખડા છે. ત્યાં જ રાજાનો શાંત આદેશ સૌના કાને પડ્યો : “અનુચરો! હાથીને પાછો લઇ જાવ. અને આ કિશોરને મારા સ્નાનાગારમાં લઇ જઇને એને લક્ષપાક તેલનું માલિશ કરો, ન્હેવરાવો, નવાં ઉત્તમ વસ્ત્રો પહેરાવો. પછી એને રાજના રસોડે જમાડીને મારી પાસે લઇ આવો, અને રસોયાને કહી દો કે આ છોકરો હવે મારી પાસે રહેશે.’
એમ જ થયું. ધર્મરુચિના અખૂટ આશ્ચર્ય વચ્ચે સેવકોએ એની એક રાજકુમાર જેવી પરિચર્યા કરીને મોડી બપોરે એને રાજા પાસે હાજર કર્યો, ત્યારે રાજાએ પિતા જેવા હેતથી એને પોતાની પડખે બેસાડ્યો અને કહ્યું : “કુમાર ! આજથી તને મારો અંગત અંગરક્ષક નીમું છું, અને મારા વિશાળ રાજ્યના, તને પસંદ પડે તે, એક પ્રાંતનો તને અધિપતિ જાહેર કરૂં છું. એ પળ, ધર્મરુચિના જીવનની રોમાંચક પળ હતી. દૃઢ વ્રતપાલનના પરિણામના સાક્ષાત્કારની એ પળ હતી.
એ
। સુખદ પરિણામ, એણે જીવનભર ભોગવ્યું. મન ભરીને ભોગવ્યું. પોતાના પિતા-માતા અને પરિવારને તેડાવી લઇ, સાથે રહીને ભોગવ્યું.
રાજાની અંગરક્ષાનું કાર્ય પણ એણે દિલ દઇને બજાવ્યું. રે ! જે મૂંગા પંખીઓની ખાતર પોતાનો જાન આપવા તૈયાર હોય, એ માણસ, લાખોના પાલનહાર રાજાની અંગરક્ષા કરવામાં શેં કમીના રાખે ?
19
Page #21
--------------------------------------------------------------------------
________________
પણ, આ સુખચેનમાં પણ, ધર્મચિએ પોતાના વ્રતનિયમો અને સંસ્કારો ન વીસાર્યા. બલ્ક, એ તો એમાં પણ ઉત્તરોત્તર આગળ જ વધતો રહ્યો. અને એ વૃદ્ધિના જ ફળસ્વરૂપે, જીંદગીના ઉત્તરાર્ધમાં, એણે સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઇને આત્માને કલ્યાણની પરાકાષ્ઠાએ પહોંચાડ્યો, અને એ રીતે પોતાને મળેલા સુખ અને સંસ્કારોના સુયોગની એણે સાર્થકતા સાધી.”
પ્રવચનને સંકેલી લેતાં આચાર્ય મહારાજે ફરમાવ્યું: “માટે પ્રારંભમાં મેં કહ્યું હતું કે સુખ અને સુસંસ્કારોનો સુયોગ તો ધર્મરુચિ જેવા કોઇક ધન્યને જ સાંપડે છે. રે ! સુખ તો પરાધીન છે. સ્વાધીન તો સંસ્કારો છે. જે જીવનને ઉમદા સંસ્કારોનો
ઢોળ નથી ચડયો, એ જીવનને કટાઇ જતાં વાર નથી લાગતી. માટે પહેલાં જીવનને સંસ્કારો, પછી સુખ તો વણમાગ્યું દોડ્યું આવશે ને તમારાં ચરણોમાં આળોટશે.
ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવતો આચાર્ય મહારાજનો પ્રભાવપૂર્ણ વાણીપ્રવાહ બંધ પડ્યો, ત્યારે સભાખંડ, ‘જિનશાસનના જયનાદ’થી અને શ્રોતાઓનાં હૃદય, બાળશ્રાવક ધર્મરુચિ પ્રત્યેના “ધન્યવાદથી ગાજી રહ્યો. (નવપદપ્રકરણ – બૃહદ્વૃત્તિના આધારે)
For Private Personal Use Only
20.
Page #22
--------------------------------------------------------------------------
________________ હાલાં બાળકો આપણાં આર્ય મા-બાપો તો ઘોડિયામાં ઝૂલતાં બાળકના કાનમાં હાલરડામાં પણ, આવી ધર્મવાણી રેડતાં કે : અમે જીવહિંસાથી દૂર રહીશું, જીવદયા પાળીશું; અમે અસત્યનો ત્યાગ કરીશું, સત્યને પરમેશ્વર ગણી પૂજશું; અમે ચોરી નહીં કરીએ, પરધનને પત્થર સમજીશું; અમે સદાચારી-સંયમી બનીશું, અનાચાર અમને ત્યાજ્ય હશે; અમે નિરર્થક પરિગ્રહ છાંડીશું, મમત્વભાવ નહિ વધારીએ.... રે ! તો પછી બાર વર્ષનો ધર્મરુચિ, | વ્રતધારી શ્રાવક બને એમાં શી નવાઇ? સમજણ અને ભાવનાપૂર્વક વ્રત લે, એનું બધું જ સાર્થક.. સાચી સમજ અને સાચી ભાવના, ઉંમર નથી જોતી; એ તો પાત્ર શોધે છે. ટૂંક સમયમાં જ પ્રકાશિત થાય છે... આપણી પ્રાચીન શ્રમણ પરંપરાના મહાપુરુષોની સંક્ષિપ્ત જીવનકથા સ્વરૂપે ધન ધન શાસના મંડન મુનિવરા (સચિત્ર) લેખક: પ.પૂ. વિઠ્ઠદ્વયં આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ.સા.