SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સરખું જૂથ દોડ્યું આવતું હતું. અને ખેતરોમાં ને આસપાસ ફરતાં ગણ્યાગાંઠયા માણસોમાં બૂમરાણ અને નાસભાગ મચી ગઇ હતી. પછી તો આ કિશોરો પણ શાના ઊભા રહે ? એ તો બધા બીકના માર્યા જેમ ફાવે તેમ નાસવા લાગ્યા. ધર્મરુચિ પણ નાઠો. પણ સંસારની આવી બીનાઓથી અપરિચિત અને ભયથી આતંકિત એ ગભરૂ બાળક ભાગી ભાગીને કેટલે દૂર જઇ શકે ? ઊલટું, એનાં ઘરેણાંનો ચળકાટ જોઇને ચોરોએ એને જ લક્ષ્ય બનાવી દીધો. બે ચાર પળ વીતી ન વીતી, ધર્મચિ સંતાવાની જગ્યા શોધતો રહ્યો, અને ત્યાં તો તીરવેગે એક ઘોડો આવ્યો અને ઉપાડીને ચાલતો થયો.'' આચાર્ય મહારાજ વાર્તા કહેવામાં એકતાન હતા. એમનું વ્યાખ્યાન આજે વાર્તામય બની ગયું હતું. શ્રોતાજનો પણ વાર્તા સાંભળવામાં મશગૂલ હતા. એમની અપલક આંખોમાં ‘પછી શું થયું ?’ અને ‘હવે શું થશે ?” ની આતુરતા ડોકિયાં કરી રહી હતી. ચોરોને તો, કાં તો પૈસો જોઇએ ને કાં તો ખડતલ માણસ ખપે,” વાર્તાનો દોર આગળ લંબાવતા આચાર્યમહારાજ બોલ્યા, “એમને આવો કૂમળા બાળકનો શો ઉપયોગ ? એમણે તો ધર્મરુચિનાં ઘરેણાં ઊતારી લીધાં, અને એને એક ચોર સાથે ઉજ્જયિનીના ગુલામબજારમાં મોકલી આપ્યો. જે દામ ઉપજ્યાં તે. માણસ પરાપૂર્વથી પોતાના હાથે જ પોતાના જાતભાઇને, માણસને વેચતો આવ્યો છે, સતાવતો રહ્યો છે, અને કામ પડે તો એનો નાશ પણ Jai Lama 11નાની નELETE TIT www.jamemorary.org
SR No.001798
Book TitleBal Shravaka Dharmaruchi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1999
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Education
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy