________________
(૪)
પકડી આણેલા કે ખરીદેલા ગુલામ ઉપર દયામાયા કરવી, એ સભ્યસમાજમાં લાંછનરૂપ મનાતું. પોતે પાળેલાં પશુઓને સમયસર અને બરાબર ચારો ન નીરાય, તો રખેવાળની ખબર લઇ નાખનાર ગૃહસ્થો, નવા આવેલા ગુલામ ઉપર ધાક જમાવવા માટે, એને ખાવાપીવા જેવી અનિવાર્ય સગવડ પણ ન આપવાનું મુનાસિફ માનતા. અને છતાં એમની એ રીત સભ્યતામાં ખપતી.
એ સભ્યતાના ચિહ્નરૂપે જ, રસોડે પહોંચતાંવેંત રસોયાએ હુકમ છોડ્યો : છોકરા ! તું નાનો છે, નવો છે, એટલે તને વધુ મહેનતનું કામ આજે નથી સોંપતો. પણ જો, આ પાંજરામાં પૂરેલાં પંખીઓને તારે હમણાં ને હમણાં હલાલ કરી નાખવાનાં છે. લે આ છરી અને થાળી. આજે રાજાજી માટે એની રસોઇ બનાવવાની છે, માટે ઝટઝટ કામ પતાવી દે.
કઠોર શબ્દોમાં કહેવાયેલી કઠોર વાત, ભૂખ અને તરસથી શ્રમિત ધર્મરુચિના કાનમાં તીણી શૂળની માફક ભોંકાઇ. પણ એ ચૂપ રહ્યો. એણે મૂંગામૂંગા રસોયાએ ચીંધેલા પાંજરા તરફ નજર ફેરવી, તો એમાં, ઘડીક કિલ્લોલ મચાવતાં પણ કોઇક માણસનો પદરવ થતાં જ ચીસાચીસ કરી મૂકતાં, ભોળાં, નિષ્પાપ, કબૂતરાં, ચકલાં અને એવાં વિવિધ પંખીઓ એને જોવા મળ્યાં.
Jain Education International
www.jainelibrary.org
For Private Personal Use Only
T