SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Jain એ જોતાં જ એ ફફડી ઊઠયો. આ પંખીઓની હિંસાની કલ્પનાએ એના હાથપગ થરથરવા માંડ્યા. આંખે આંસુનાં જાળાં રચાયાં. કપાળે પરસેવો બાઝી ગયો. એનું હૈયું મૂંગો ચિત્કાર કરી ઊઠયું : “રે ! એક માણસનું પેટ ભરવા ખાતર આ પંખીઓની હિંસા ? નહિ, હું જીવું છું, હું અહીં હાજર છું ત્યાં સુધી આ શક્ય નહિ બનવા દઉં. ભલે પછી મારું જે થવું હોય તે થાય.’’ અને થરથર ધ્રૂજતા પગે પણ એણે મક્કમ ડગ ભર્યા. પાંજરા પાસે પહોંચીને એણે તીરછી નજરે જોઇ લીધું કે રસોયો તો એને છરી, થાળી ને પાંજરું ભળાવીને પાછો પોતાના કામમાં ગુંથાઇ ગયો હતો. આ તરફ એની નજર નહોતી. તરત જ એણે પાંજરાનું તાળું ખોલવા હાથ લંબાવ્યો. પણ, એ સાથે જ એમાંનાં માસૂમ પંખીઓના ધમપછાડા અને મરણચીસોએ રસોડાને ગજવી મૂક્યું. પંખીઓના ધર્મરુચિના લંબાયેલા હાથમાં પોતાના જીવનનો અંત જોયો જાણે. રે ! એ મૂંગા જીવોને ક્યાંથી ગમ પડે કે આ એમનો હત્યારો નહિ, પણ તારણહાર છે ! ધર્મરુચિએ ત્વરા કરી. પંખીઓનો કોલાહલ રસોયાને ત્યાં ખેંચી લાવે, એ પહેલાં જ એણે પાંજરાનું બારણું ખોલી નાખ્યું ખુલ્લું મૂકી દીધું. અને વળતી જ પળે ત્યાં નીરવતા છવાઇ ગઇ. offrivate & ersonal Use Only 12 www.jamelibrary.org
SR No.001798
Book TitleBal Shravaka Dharmaruchi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1999
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Education
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy