________________
'CENA
સુમાહિતગાર હતા; એટલે નીતિ અને પ્રામાણિકતાના પાલનમાં એ ખૂબ કડક અને જાગૃત રહેતા. અને એ કારણે, ધાન્યપુરમાં એમણે જમાવેલી શાખ અને મેળવેલી પ્રતિષ્ઠા જોતાં લાગતું કે આ એક જ વાણિયો, ગામ આખાની વસતિ ઉપર કેવી શેઠાઇ ભોગવે છે ! શ્રાવક અનીતિ કરે તો એ શ્રાવક મટીને વાણિયો બની
જાય છે. પણ એજ જો નીતિનું ધોરણ જાળવે તો - અપેક્ષાએ એ મધ્યમસ્થિતિનો હોય તોય - સૌનો શેઠ બની શકે છે. અને માણિભદ્ર શેઠ એનું જ્વલંત પ્રતીક હતા.
એ શેઠને એક દીકરો. નામ ધર્મરુચિ. પૂર્વનો કોઇ યોગભ્રષ્ટ આત્મા જ હોય કે ગમે તેમ, પણ એ બાળકને બહુ નાની ઉંમરથી જ ધર્મકરણી ઉપર ભારે પ્રીતિ બંધાઇ ગઇ. અને શેઠને ઘેર શી વાતે તોટો હતો કે એમના એકના એક લાડકવાયાને કોઇ ધર્મકરણી કરતો અટકાવે ? ઊલટું, શેઠે તો એની રુચિ અનુસાર બચપણથી જ એનામાં ધર્મભાવના સિંચવા માંડી. એના અધ્યયન અને વિશેષતઃ ધાર્મિક અધ્યયન માટે અધ્યાપક વગેરેનો પણ પ્રબંધ કર્યો. | ‘મોસાળે જમણ ને મા પીરસનાર’ પછી બાકી શું રહે ? પૂર્વના પુણ્યયોગે અને પિતાના સંસ્કારસિંચને, બાર વર્ષનો થતાં થતાં તો, કુમાર ધર્મરુચિ, ધર્માભ્યાસ અને ધર્મસંસ્કારોથી સર્વથા સુરભિત બની ગયો. ધર્મ એ જ એની રુચિ. એની વાતોમાં પણ સુસંસ્કારો નીતરે. સ્વભાવ તો એવો શાંત કે મરતાંને મેર ન કહે. ગુણિયલ તો એવો કે એનો સમાગમ છોડવાનું મન ન થાય. ધર્મશાસ્ત્રોનું જ્ઞાન અને ક્ષયોપશમ એવો કે મોટેરાંઓને પણ એની અદબ જાળવવી ગમે. સાધુભગવંતોના સમાગમે અને ધર્મશ્રવણે એને ખૂબ નાની કહી શકાય એવી આ ઉંમરે પણ વ્રતધારી શ્રાવક બનાવી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org