________________ હાલાં બાળકો આપણાં આર્ય મા-બાપો તો ઘોડિયામાં ઝૂલતાં બાળકના કાનમાં હાલરડામાં પણ, આવી ધર્મવાણી રેડતાં કે : અમે જીવહિંસાથી દૂર રહીશું, જીવદયા પાળીશું; અમે અસત્યનો ત્યાગ કરીશું, સત્યને પરમેશ્વર ગણી પૂજશું; અમે ચોરી નહીં કરીએ, પરધનને પત્થર સમજીશું; અમે સદાચારી-સંયમી બનીશું, અનાચાર અમને ત્યાજ્ય હશે; અમે નિરર્થક પરિગ્રહ છાંડીશું, મમત્વભાવ નહિ વધારીએ.... રે ! તો પછી બાર વર્ષનો ધર્મરુચિ, | વ્રતધારી શ્રાવક બને એમાં શી નવાઇ? સમજણ અને ભાવનાપૂર્વક વ્રત લે, એનું બધું જ સાર્થક.. સાચી સમજ અને સાચી ભાવના, ઉંમર નથી જોતી; એ તો પાત્ર શોધે છે. ટૂંક સમયમાં જ પ્રકાશિત થાય છે... આપણી પ્રાચીન શ્રમણ પરંપરાના મહાપુરુષોની સંક્ષિપ્ત જીવનકથા સ્વરૂપે ધન ધન શાસના મંડન મુનિવરા (સચિત્ર) લેખક: પ.પૂ. વિઠ્ઠદ્વયં આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ.સા. For Private & Personal Use Only