SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કે ‘બધા જીવો જીવન ઇચ્છે છે, મરણ નહિ.” અત્યારે – તમે મને મારી નંખાવવા તૈયાર થયા છો ત્યારે – મને કેટલી વેદના થાય છે. ! મને કેટલો ભય લાગે છે મરવાનો ! તો જે મારી ઉપર આવી પડે તે મને નથી ગમતું, અને મારાથી નથી ખમાતું, તો એ મરણનો અત્યાચાર બિચારાં નિર્દોષ પંખીઓ ઉપર આપણે આચરીએ, હું આચરું, તો એ જીવોને કેવી વીતતી હશે? અને હું તો તમને ફરિયાદ પણ કરી શકું એમ છું, એ મૂંગા જીવો કોને જઈને કહેવાનાં ? અને મહારાજ ! જે આપણને નથી ગમતું, તે મરણ, આપણા જીવનને ખાતર, આપણું પેટ ભરવાને ખાતર, મૂંગા પંખીઓને આપણે આપીએ, એ કરતાં તો આપણું જીવતર ત્યજી દેવું વધુ શ્રેષ્ઠ છે. માટે મહારાજ ! મને ક્ષમા કરજો. હું કોઇ પણ રીતે મરવા તૈયાર છું. તમારા માણસોને હાથી છૂટો મૂકવાની આજ્ઞા બેધડક આપો. જય અરિહંત!” ધીમા પણ ખુમારીભર્યા સ્વરે આ વચનો બોલીને ધર્મરુચિએ તરત જ આંખો મીંચી દીધી.” શ્રોતાજનો ચિંતાતુર બની ગયા હતા. શું થશે? આવા અડગ વ્રતપાલકનો પણ નાશ થશે ? ધર્મ એનું રક્ષણ નહિ કરે ? એવા પ્રશ્નો સૌના હૃદયમાં ઊઠવા માંડ્યા. સભાખંડમાં ભારે ઉત્તેજના વ્યાપી ચૂકી હતી. તો આચાર્ય મહારાજ પણ ભાવવિભોર વાણી વાટે હૃદયની ઊર્મિઓ ઠાલવી રહ્યા હતા : પણ..... પણ આ શું ? WYMI ITI S Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001798
Book TitleBal Shravaka Dharmaruchi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1999
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Education
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy