Book Title: Bal Shravaka Dharmaruchi Author(s): Shilchandrasuri Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad View full book textPage 9
________________ (૨) એક વખતની વાત છે. સમીસાંજની વેળા છે. સરખેસરખા મિત્રો ભેગા મળ્યા છે. કુમાર ધર્મરુચિ એમની સાથે ફરવા નીકળ્યો છે. એણે કિમતી દાગીના પહેર્યા છે. નિર્દોષ હાસ્યગમ્મત કરતાં કરતાં બધા બાળકો ગામને પાદરે આવી પહોંચ્યા. અંધારું થવા આવ્યું હતું, છતાં કોઇને એની ફિકર ન હતી. બધાને થયું કે ચાલો, હજી થોડેક દૂર ફરી આવીએ. અહીંયા શું ડરવા જેવું છે ? એ ક્ષણે કોઇને - અને તેમાંય આવાં બાળકોને કલ્પનાયે કયાંથી હોય કે ભાવી જ એમને આગળ દોરી જાય છે ! કિશોરોએ ચાલવા માંડ્યું. આમ તો ઝાઝો ન કહેવાય, પણ અંધારું અને નિર્જન સીમ જોતાં, આ કિશોરોને માટે વધુ ગણાય એટલો રસ્તો તો એમણે કાપી નાખ્યો. કોઇક બોલ્યું પણ ખરૂં કે હવે આપણે ઝડપ કરો, તો સામે પેલો વડલો દેખાય છે, ત્યાં સુધી જઇને પાછા ફરીએ. બધાએ એ વાત માન્ય રાખી ને ત્યાં જવા માટે ઝડપ વધારી. પણ ત્યાં જ દૂર આવેલા ખેતરને શેઢેથી બૂમ પડી : ભાગો, ભાગો, ચોર આવ્યો, ચોર આવ્યો..... કિશોરો ચમક્યા. ગભરાયા. ઝીણી આંખે જોયું તો દૂર રસ્તા ઉપર બુકાની બાંધેલા અસવારોને લઇને ઘોડાઓનું નાનું બે Jain Education International anadanandatani For Private & Bersonal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22