________________
પણ, આ સુખચેનમાં પણ, ધર્મચિએ પોતાના વ્રતનિયમો અને સંસ્કારો ન વીસાર્યા. બલ્ક, એ તો એમાં પણ ઉત્તરોત્તર આગળ જ વધતો રહ્યો. અને એ વૃદ્ધિના જ ફળસ્વરૂપે, જીંદગીના ઉત્તરાર્ધમાં, એણે સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઇને આત્માને કલ્યાણની પરાકાષ્ઠાએ પહોંચાડ્યો, અને એ રીતે પોતાને મળેલા સુખ અને સંસ્કારોના સુયોગની એણે સાર્થકતા સાધી.”
પ્રવચનને સંકેલી લેતાં આચાર્ય મહારાજે ફરમાવ્યું: “માટે પ્રારંભમાં મેં કહ્યું હતું કે સુખ અને સુસંસ્કારોનો સુયોગ તો ધર્મરુચિ જેવા કોઇક ધન્યને જ સાંપડે છે. રે ! સુખ તો પરાધીન છે. સ્વાધીન તો સંસ્કારો છે. જે જીવનને ઉમદા સંસ્કારોનો
ઢોળ નથી ચડયો, એ જીવનને કટાઇ જતાં વાર નથી લાગતી. માટે પહેલાં જીવનને સંસ્કારો, પછી સુખ તો વણમાગ્યું દોડ્યું આવશે ને તમારાં ચરણોમાં આળોટશે.
ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવતો આચાર્ય મહારાજનો પ્રભાવપૂર્ણ વાણીપ્રવાહ બંધ પડ્યો, ત્યારે સભાખંડ, ‘જિનશાસનના જયનાદ’થી અને શ્રોતાઓનાં હૃદય, બાળશ્રાવક ધર્મરુચિ પ્રત્યેના “ધન્યવાદથી ગાજી રહ્યો. (નવપદપ્રકરણ – બૃહદ્વૃત્તિના આધારે)
Jain Education International
For Private Personal Use Only
20.
www.jainelibrary.org