Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ ધર્મરુચિ તો મરણની રાહ જોતો નવકારના ધ્યાનમાં લીન બનીને ઊભો છે. અનુચરોના શ્વાસ પણ અદ્ધર થઇ ગયા છે. રાજાની છેલ્લી આજ્ઞા સાંભળવા એ એકતાન બનીને ખડા છે. ત્યાં જ રાજાનો શાંત આદેશ સૌના કાને પડ્યો : “અનુચરો! હાથીને પાછો લઇ જાવ. અને આ કિશોરને મારા સ્નાનાગારમાં લઇ જઇને એને લક્ષપાક તેલનું માલિશ કરો, ન્હેવરાવો, નવાં ઉત્તમ વસ્ત્રો પહેરાવો. પછી એને રાજના રસોડે જમાડીને મારી પાસે લઇ આવો, અને રસોયાને કહી દો કે આ છોકરો હવે મારી પાસે રહેશે.’ એમ જ થયું. ધર્મરુચિના અખૂટ આશ્ચર્ય વચ્ચે સેવકોએ એની એક રાજકુમાર જેવી પરિચર્યા કરીને મોડી બપોરે એને રાજા પાસે હાજર કર્યો, ત્યારે રાજાએ પિતા જેવા હેતથી એને પોતાની પડખે બેસાડ્યો અને કહ્યું : “કુમાર ! આજથી તને મારો અંગત અંગરક્ષક નીમું છું, અને મારા વિશાળ રાજ્યના, તને પસંદ પડે તે, એક પ્રાંતનો તને અધિપતિ જાહેર કરૂં છું. એ પળ, ધર્મરુચિના જીવનની રોમાંચક પળ હતી. દૃઢ વ્રતપાલનના પરિણામના સાક્ષાત્કારની એ પળ હતી. એ । સુખદ પરિણામ, એણે જીવનભર ભોગવ્યું. મન ભરીને ભોગવ્યું. પોતાના પિતા-માતા અને પરિવારને તેડાવી લઇ, સાથે રહીને ભોગવ્યું. રાજાની અંગરક્ષાનું કાર્ય પણ એણે દિલ દઇને બજાવ્યું. રે ! જે મૂંગા પંખીઓની ખાતર પોતાનો જાન આપવા તૈયાર હોય, એ માણસ, લાખોના પાલનહાર રાજાની અંગરક્ષા કરવામાં શેં કમીના રાખે ? Jain Education International For Private & Personal Use Only 19 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22