Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ એક ક્ષણાર્ધ માટે એનું ચિત્ત ખળભળ્યું, પણ બીજી જ પળે એનો માંહ્યલો સાબદો થઇ ગયો. એને યાદ આવી ગયા એના પરમાત્મા; એને સાંભરી આવી ધર્મદાતા ગુરુએ આપેલી-પ્રાણના ભોગે પણ જીવોની રક્ષા કરવાની - પ્રતિજ્ઞા. એણે વિચાર્યું: રે ! ગુરુજી કહેતા હતા કે અન્યનું હિત કરતાં મૃત્યુ આવે તો એને જીવનનો રળિયામણો અવસર સમજજો. પરહિત કાજે પ્રાણનું બલિદાન આપવાની આવી ધન્ય ઘડી કાંઇ બધાને નથી મળતી. હા, મૃત્યુ તો બધાને વળગ્યું જ છે. પણ નિર્દોષ જીવોની રક્ષા કરતાં કરતાં ખપી જવાનું તો ભાગ્યમાં હોય તેને જ સાંપડે. ના, મારે આ ક્ષણે ૨ડવું નથી. ફરિયાદ પણ નથી કરવી. દયામણા કે બિચારા તો નથી જ ઠરવું. રે ! ધર્મસત્તાના ખોળે બેઠેલા કદી બાપડા હોય ખરા ? રાજાને જે કરવું હોય તે ભલે કરે; હું મારા ધર્મથી, મારા વ્રતપાલનથી વિચલિત નહિ જ થાઉં.’’ અને એ ટટ્ટાર થઇ ગયો. એના મોં પર એક અનેરી આભા પ્રસરી ગઇ. એનો થાક, એની ભૂખ, મારપીટ, એની પીડા, બધું જ જાણે ઓસરી ગયું. પોતાની તેજ નીતરતી આંખો રાજાના મોં સામે નોંધીને એ બોલ્યો : “મહારાજ ! જો મારા મરણથી અનેક પ્રાણીઓને જીવતદાન મળતું હોય, તો હું એક મરી જાઉં, એ મને વધુ ગમશે. કેમ เกา TWITTE Jain Education International For Private & Personal Use Only 17 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22