Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ પણ એણે કરી લીધી. પણ એ ભાવો એણે મોં પર ન આવવા દીધા. એ તો ક્રોધથી ધમધમી ઊઠ્યો. એનાં ભવાં તો એવાં ચઢી. ગયાં કે અનુચરો પણ ધ્રુજી ઊઠ્યા કે “અરે રે, રાજાજી નક્કી ચિડાયા ! હવે આ છોકરો ઘડીવારમાં હતો ન હતો થઇ જશે બિચારો!” અને અનુચરો આગળ વિચારે તે પહેલાં તો રાજાનો સત્તાવાહી અવાજ છૂટ્યો : “અરે ! જુઓ છો શું ? જાવ, મીઠું પાયેલો ચાબુક લઇ આવો અને આ નાદાન છોકરાને મારી સામે જ ફટકારો. હું પણ જોઉં કે એનાં વ્રત પછી કેવાં ટકે છે !' થાકથી અને મારની સખત પીડાથી પીડાતો ધર્મરુચિ તો આ સાંભળતાં જ કંપવા લાગ્યો. પણ એના મોં પરના ભાવોમાં , લેશ પણ પરિવર્તન ન આવ્યું. મોં પર જામી પડેલી દૃઢતાની રેખાઓ દયામણી તો ન જ બની. ચાબુક આવ્યો. હવામાં સન્ન કરતો વીંઝાયો. હમણાં પડ્યો કે પડશે એ વિચારે ધર્મરુચિ આંખો મીંચી ગયો. એ જોઇને રાજાએ પૂછ્યું : “બોલ છોકરા ! હજી બચવું હોય તો કહ્યું કરવા તૈયાર થઇ જા ને જીવહત્યા કરવાની હા ભણી દે, તો તને છોડી મૂકું.” પણ, ધર્મરુચિ અડગ રહ્યો. રે ! ‘પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન તૂટેએ ઉક્તિ આવા દૃઢનિશ્ચયી જીવનનું જ સારદોહન હશે ને ? રાજાએ એની પ્રતિજ્ઞાને નાણવાનો છેલ્લો અને ભીષણ પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. એણે ચાબુક ફેંકાવી દીધો અને દારુ ઢીંચેલો મદોન્મત્ત હાથી મંગાવ્યો. ધર્મરુચિની સામે એને ખડો કરાવીને એણે પૂછ્યું : છોકરા ! હજી કહું છું કે માની જા. નહિ તો આ હાથીના પગે કચરાવીશ. આ હાથીનો એક પગ, અને તારો કચ્ચરઘાણ વળી જશે.” રાજાનાં વચનો, અને એ બોલાયાં ત્યારની એના મોં પર જોવા મળેલી કઠોર દૃઢતાનો તાગ ધર્મરુચિ તત્ક્ષણ પામી ગયો. એને થયું કે હવે રાજા સાચેસાચ મને હાથીના પગ તળે કચડાવશે, એમાં શંકા નથી. w orry.org 16

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22