Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ પરંતુ એની કોઇ જ અસર રસોયા પર ન થઇ. એને તો આવું બધું કોઠે પડી ગયું હતું કદાચ. ગુલામોને મારપીટ, એમની રોકકળ, અને એમનાં આંસુ - આ બધાંની એને કોઇ નવાઇ નહોતી. એટલે એ તો ધર્મરુચિને આડેધડ ઝૂક્યે જ જતો હતો. એની તો એક જ વાત હતી : કાં કહ્યું માન, કાં મારી નાખું. (૫) હવે બન્યું એવું કે રાજાનો નિવાસખંડ રસોડાની બિલકુલ બાજુમાં જ હતો. રસોયાની મારપીટ ચાલુ હતી તે સમયે રાજાજી પોતાના નિવાસખંડના ઝરૂખે ઊભા હતા, અને નગરચર્યા નિહાળવામાં તલ્લીન હતા. ત્યાં અચાનક એમના કર્ણપટ પર મારપીટનો અને બાળકની ચીસાચીસનો ક્રૂર - કરૂણ અવાજ અથડાયો. તત્ક્ષણ તેમણે પાસે ઊભેલા એક અનુચરને આદેશ કર્યો : ‘આ કોણ રડે છે ? કયાં રડે છે ? શા માટે રડે છે ? તપાસ કરો !'' અનુચર દોડયો. તપાસ કરી, આવીને તેણે રાજાને કહ્યું : “મહારાજ, આપણો રસોયો એક ગુલામને ખરીદી લાવ્યો છે. એ નાની વયનો કિશોર છે. રસોયાએ એને પંખીઓને હલાલ કરવાનું કામ સોંપ્યું, તો એણે એ કામ કરવાની ના પાડી દીધી. ઊલટું, મહામહેનતે પકડી આણેલાં પંખીઓને એણે ઉડાડી મૂક્યાં. એટલે રસોયો એને શિક્ષા કરે છે. અને તેથી એ છોકરાએ રડારોળ કરી મૂકી છે, એનો આ અવાજ છે. પણ મહારાજ ! છોકરો ગજબનો અડિયલ લાગે છે. રડતાં રડતાં ય એ તો કહે છે કે મરી જવા તૈયાર છું, પણ પંખી મારવાનું કામ તો નહીં જ કરું.” : વિગત સાંભળીને રાજાનેય કુતૂહલ જાગ્યું. એણે હુકમ કર્યો : “એ છોકરાને અહીં મારી પાસે હાજર કરો. જોઉં તો ખરો, કેવોક છે એ !'' Jain Education International For Private & Personal Use Only 7a94 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22