Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ અહીં, ધર્મરુચિ અધમૂઓ તો થયો જ હતો, પણ હવે તો રસોયો પણ થાકયો હતો. એ કંટાળ્યો હતો. ત્યાં જ રાજાનું તેડું આવ્યું, એટલે એણે રાજસેવકને ધર્મરુચિ ભળાવી દીધો અને છૂટકારાનો દમ લીધો. પણ તોય એનાથી રહેવાયું નહિ, તે એણે ચાલ્યા જતા ધર્મરુચિ સામે દાંતિયાં તો કર્યાં જ કે ‘બદમાશ છોકરા ! બહુ ફાટ્યો છે ને ? તે એનાં ફળ હવે ભોગવજે.’’ એનાં એ ચાળાં જોઇને, એટલી પીડામાં પણ, ધર્મરુચિથી હસી પડાયું. અને ખરેખર, હઠાગ્રહીઓની મમત અને એ મમતમાંથી નીપજેલી ચેષ્ટાઓ હાંસીપાત્ર નથી હોતી ? ધર્મરુચિને તરત રાજા પાસે લઇ જવામાં આવ્યો. એના મનમાંય ‘રાજા બોલાવે છે,' એ સાંભળીને કંઇક આસાયેશ વળી હતી કે રાજા કદાચ મને આ બળાત્કારમાંથી છોડાવે ! આ વિચારે રાજા પાસે પહોંચતાં જ એ રાજાના પગે નમી પડયો. રાજાએ એને ઊભો કરીને સીધો સવાલ કર્યો : “કેમ રે ! રસોયાનું કહ્યું કેમ નથી માનતો ? પંખીઓની હત્યા કેમ નથી કરતો ?”’ સામાન્યતયા ભલભલો પ્રૌઢ માણસ પણ રાજા સાથે વાત કરતાં કે એનો પ્રતિવાદ કરતાં અચકાય જ. પણ ધર્મરુચિએ તો ભારે કરી. એણે તો જાણે સામાન્ય માણસ સાથે વાત કરતો હોય એ અદાથી લાગલો જ જવાબ વાળ્યો : ‘‘મહારાજ ! મેં કોઇ જીવની હત્યા ન કરવાનું વ્રત લીધું છે. એ વ્રતને પ્રાણના ભોગે પણ પાળવાની મારી પ્રતિજ્ઞા છે. હું એનો ભંગ શી રીતે કરૂં?’’ રાજાને આ મુગ્ધ બાળકમાં રસ પડયો. એણે ધર્મરુચિની બુદ્ધિને નાણવાનો પ્રયાસ કર્યો : ‘છોકરા ! વ્રત અને પ્રતિજ્ઞા એ બધું તો સ્વાધીન માણસને માટે છે, પરાધીનને માટે નહિ. તું તો પરાધીન છે. તારે વળી વ્રત-પ્રતિજ્ઞા કેવાં ? તારે તો તારા શેઠ કહે એ જ વ્રત ને એ જ પ્રતિજ્ઞા. માટે આ બધું ધતિંગ છોડીને અમે કહીએ તે કરવા માંડ. ધર્મરુચિએ નિર્ભીકતાથી કહ્યું : ‘“પણ મહારાજ ! હું તમારો ગુલામ છું એનો અર્થ એ નથી કે મારા આત્માના પણ તમે ' માલિક છો. તમે મારા માલિક હો તો મારા શરીરનું તમને ઠીક પડે તે કરી શકો. પણ મારા આત્માને તમે શું કરી શકવાના? આત્માથી તો હું સ્વાધીન જ છું. અને એટલે જ મારાં વ્રત – પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હું હકદાર જ નહિ, સમર્થ પણ છું.” - રાજા પણ પળભર તો મનમાં શેહ ખાઇ ગયો. મનોમન આટલા નાના કિશોરની દૃઢતા અને વાક્પટુતાની પ્રશંસા Jain Education International C FO For Private & Personal Use Only 15 Ne lary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22