________________
કરતો રહ્યો છે; એનું આ ઉલ્લેખનીય ઉદાહરણ છે. માનવેતર કોઇ પ્રાણી કે જંતુ, પોતાના હાથે, પોતાની જાતિનાં પ્રાણી કે જંતુનો નાશ ભાગ્યે જ કરે છે એ સંદર્ભમાં આ ઉદાહરણ કેવું શોચનીય દીસે છે !
બજારમાં હાથે પગે લોઢાની સાંકળો બાંધેલા સેંકડો ગુલામોને વેચવા તેના માલિકો ઊભા છે. લીલામના ભાવતાલની ખેંચતાણના અવાજો બજારમાં ગૂંગળાતાં ગૂંગળાતાં ફેલાઇ રહ્યા છે. જાણે કે એ અવાજો પર, ગુલામોની માનસિક ગુંગળામણ જ સવાર થઇ હશે ! પણ લોકો તો, આવી ગૂંગળામણ કોઠે પડી ગઇ હોય એવી નિર્મમતાથી ત્યાં ફરતા હતા, અને જેને જે પસંદ પડે, તેને ગુલામ તરીકે ખરીદી જતા હતા. રે ! ગુલામોના બજારમાં નિર્મમતા જ માણસની હોંશિયારીનું ઓળખચિહ્ન બનતી હશે
હમણાં હમણાં આ બજારમાં ઉજ્જયિનીનો રાજરસોયો રોજ આંટા મારતો જોવાતો હતો. એને એક ગુલામની જરૂર હતી. અને એની જરૂરિયાત પૂરી પાડવા, એને રીઝવવા કોણ તૈયાર ન હોય ? વેપારીઓએ, એને જરૂર હતી એવો ગુલામ પૂરો પાડવા માટે ખૂબ મહેનત કરી, ગુલામોની આખી હારમાળા એની સમક્ષ ખડી કરી દીધી. પણ એનું મન આજ સુધી તો માન્યું નહોતું.
એને તો ખપતો હતો એક સુંવાળો કિશોર બાળક. એના રસોઇકામમાં મદદ કરવા માટે એને આવા બાળકની જરૂર વરતાતી હતી. એની આ જરૂરિયાતને જાણીને ઘણા વેપારીઓએ એને મનગમતો કિશોર શોધી લાવવા પ્રયત્ન કર્યો, પણ એમાં એ અસફળ રહ્યા.
રસોયો તો રોજ બપોર પડે, બજાર ભરાવાનો સમય થાય, ત્યારે બજારમાં ફરવા નીકળે છે. એ સમજતો હતો કે રોજ તપાસ કરીશ તો ક્યારેક કામ પતશે. રોજની માફક આજે પણ એ તપાસ કરવા આવ્યો છે. ફરતાં ફરતાં એની નજર ધર્મરુચિ ઉપર પડી.
ધર્મરુચિને વેચવા આવનારો ચોર તો રસોઇયાની જરૂરિયાતની વાતથી અજાણ હતો, પણ રોજિંદા વેપારીઓ તો એ અજાણ્યા વેપારી સાથેના ધર્મરુચિને જોઇને જ સમજી ગયા હતા કે આ છોકરો રસોયાને જરૂર ગમી જવાનો.
અને એમ જ થયું. પહેલી નજરે જ પસંદ પડી ગયેલા ધર્મરુચિને, રસોયાએ, પેલા વેપારીને મોંમાગ્યા દામ આપીને વેચાતો લઇ લીધો, અને પાળવા માટે લીધેલા કૂતરાને દોરે એમ એને પોતાને ત્યાં, રાજરસોડે લઇ ગયો.”
જુઓ તો ખરા,” આચાર્યમહારાજના ગળામાં દર્દ ઘૂંટાતું હતું : “અઢળક કહી શકાય એવી સંપત્તિનો એક માત્ર હોનહાર માલિક ધર્મરુચિ અત્યારે સૌના તિરસ્કારનો પાત્ર ગુલામ બની ગયો ! ગઇકાલના વ્રતધારી શ્રાવક-પુત્રની ગણતરી આજે ગરીબડા ગુલામ પેટે થાય, એ કેટલું દર્દનાક છે !
પણે રે ! ધર્મચિનું મોં તો જુઓ ! ન મળે ત્યાં શોક કે ન મળે સંતાપની છાયા. એ તો કદાચ કાલ કરતાં પણ અત્યારે વધુ શાંત અને સ્વસ્થ હતો. બાળસુલભ ભયને લીધે એનું મોં હેબતાઇ ગયેલું જરૂર હતું, પણ હવે મારું શું થશે ? એવી દયામણી રેખા ત્યાં નહોતી કળાતી. બલ્ક, એ તો સતત નવકારમંત્રનું રટણ - વ્રતધારી માણસને શોભે તેમ - કર્યે જતો હતો. ભય, ભૂખ અને પરિશ્રમને લીધે એને દેહમાં થાકનાં ચિહ્નો વરતાતાં હતાં, પણ નવકારમંત્રનું રટણ એના થાકને ઓગાળી દેનારૂં બનતું હતું.
Jain Education International
For Private roersonal Use Only
www.jainelibrary.org