Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય પ.પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ.પૂ. પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી મહારાજે વિ.સં. ૨૦૨૩ થી વિ.સં. ૨૦૩૧ સુધી, વિ.સં. ૨૦૨૯ના ખંભાત ચાતુર્માસને બાદ કરતાં, સળંગ આઠ વર્ષ સુધી પાંજરાપોળ, શ્રીહઠીસિંહ કેસરીસિંહ ઉપાશ્રયે ચાતુર્માસ કર્યા. આ આઠે વર્ષ દરમ્યાન પ.પુ. પં.શ્રીસુર્યોદયવિજયજી મહારાજ વ્યાખ્યાન આપતા. દર વર્ષે વ્યાખ્યાનમાં તેઓશ્રી ભિન્ન ભિન્ન ગ્રંથો વાંચતા. પ્રાયઃ વિ.સં. ૨૦૨૫-૨૬ આસપાસના વર્ષો પૂ.પં. શ્રીસૂર્યોદયવિજયજી મહારાજે પાંજરાપોળમાં શ્રીનવપદ પ્રકરણ બૃહદવૃત્તિનું વાંચન કર્યું આ ગ્રંથમાં મિથ્યાત્વ, સમ્યકત્વ, બાર વ્રત અને સંલેખના સ્વરૂપ પંદર વિષયોનું નવ-નવ દ્વારોથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતના નિરૂપણમાં ‘બાળ શ્રાવક ધર્મરુચિ” ની આ અદ્દભૂત કથા આવે છે. પ્રાયઃ વિ.સં. ૨૦૩૪ ના દરમ્યાન સૂરત ચાતુર્માસમાં પ.પૂ. ગુરૂદેવ આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મહારાજે ફરીવાર શ્રી નવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિનું વ્યાખ્યાનમાં વાંચન કર્યું ત્યારે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય પ.પૂ. મુનિશ્રી શીલચંદ્રવિજયજી મ. (હાલ આચાર્ય) એ ગુજરાતી કથા સ્વરૂપે આલેખન કર્યું . આ કથા ત્યારે ભાવનગરથી પ્રકાશિત થતા ‘આત્માનંદ પ્રકાશ” માં છપાઇ હતી. પ.પૂ. આ. શ્રીવિજયશીલચંદ્ર સૂરિજી મહારાજ દ્વારા આલેખાયેલ વિવિધ કથાઓ સંગ્રહ સ્વરૂપ ‘કથા કુસુમાંજલિ' પુસ્તકમાં પણ આ ક્યા પ્રકાશિત થયેલ છે. એજ કથાને બાળજીવો માટે આકર્ષક ચિત્રો સાથે આપનાં કરકમલોમાં મૂકતા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. શ્રીનેમિ-નંદન ગ્રંથમાળાના અઢારમા પુષ્પ તરીકે પ.પૂ. આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થા તરફથી આ દ્વિતીય પ્રકાશન છે. પ્રથમ પ્રકાશન પણ ‘દૃઢ સમ્યકત્વી ચંદ્રલેખા’ પણ આવી સુંદર ચિત્ર કથા છે. એ પ્રથમ પુસ્તકની માફક આ પુસ્તક પણ લોકોમાં આદર પામશે એવી અમને શ્રધ્ધા છે. | કથાના આધારે સુંદર ચિત્રો તૈયાર કરી આપનાર ચિત્રકાર શ્રી નટવરભાઇ મનવરનો ખૂબખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તિકાનું સ્વચ્છ સુઘડ રંગીન છપાઇકામ ઝડપથી સમયસર કરી આપવા બદલ શ્રી અમૃત પ્રિન્ટર્સના સંચાલક શ્રી હસમુખભાઇ પરીખ તથા શ્રી હેમંતભાઇ પરીખ તથા આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર (૧) પૂ.આ. શ્રીપૂર્ણભદ્રાશ્રીજી મ.ના શિષ્યાઓ પૂ. સા. શ્રીકાન્તભદ્રાશ્રીજી આદિના સદુપદેશથી (૨) પૂ.સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજીના સદુપદેશથી શ્રીદેવીરાજેન્દ્ર આરાધના ભવન ટ્રસ્ટ અમદાવાદ. (૩) શ્રી ગગનવિહાર જે. મૂ. જૈન દે. ટ્રસ્ટ ખાનપુર, અમદાવાદ (૪) શ્રીવિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાતનો સંસ્થા વતી આભાર માનીએ છીએ. અને આવાં સુંદર પ્રકાશનો લોકો સમક્ષ મૂકવાનો લાભ અમોને પુનઃ પુનઃ મળે તેવી આશા સહ વિરમીએ છીએ. વિ.સં. ૨૦૫૫, માગશર સુદ-૧૫ તા. ૩-૧૨-૧૯૯૮, ગુરુવાર શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર સ્મારક ટ્રસ્ટના અમદાવાદ-૩૮૦ ૦૦૧. ટ્રસ્ટીઓ Jain Euro FOI Privale & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22