Book Title: Bal Shravaka Dharmaruchi
Author(s): Shilchandrasuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ બાળ શ્રાવક ધર્મરુચિ ‘માનવજીવનમાં, કોઇ પણ વસ્તુનું વધુમાં વધુ જેટલું મૂલ્ય હોઇ શકે, તેથી વધુ મૂલ્ય જીવનસંસ્કારોનું છે. ઊંચા ખાનદાનમાં જન્મ થવો, એ જો પૂણ્યાઇની નિશાની ગણાતી હોય, તો ઉચ્ચ સંસ્કારોની પ્રાપ્તિને જીવંત પુણ્ય જ લેખવું જોઇએ. બલ્ક, ઊંચું ખાનદાન મળવું એ તો પુણ્યના હાથની બાજી છે, પરાધીન બાબત છે; જ્યારે ઉત્તમ સંસ્કારોની કેળવણી તો પોતીકા પુરુષાર્થની કમાણી છે, સ્વાધીન છે. શાસ્ત્રો કહે છે : માનવજીવન અતિમોંઘેરું છે. આવાં મોંઘેરા જીવનને અશુભ સંસ્કારોથી બચાવવું, એ પણ ભારે પુરુષાર્થ અને ચીવટનું કામ છે.” | વિશાળ ધર્મસભા છે. સાદી છતાં સુંદર કાષ્ઠપાટ - વ્યાસપીઠ છે. તેના પર આચાર્યમહારાજ બિરાજ્યા છે. સફેદ વસ્ત્રો પહેરેલાં એમના ભરાવદાર શરીરમાંથી નીતરતી પ્રતિભા, જોનારને પ્રસન્ન કરવા સમર્થ છે. લલાટનું તેજ, એમનાં જ્ઞાન અને સચ્ચારિત્રની ગવાહી પૂરે છે. સભાખંડ ચિક્કાર હતો. અવાજ કરનારને જ શરમાવું પડે એવી શાંતિ હતી. મંત્રમુગ્ધ બનેલા રસિયા શ્રોતાઓ, આચાર્યમહારાજના મુખેથી નીકળતો અખ્ખલિત વાણીપ્રવાહ ઝીલી રહ્યા હતા. દેવ અને ગુરુનું મંગલ સ્મરણ કરીને જ પ્રવચનનો પ્રારંભ કરવો; પ્રવચનમાં ભગવાન તીર્થકરની રાગ, દ્વેષ અને મોહને દૂર કરનારી વાણીનો જ અનુવાદ કરવો; અને અંતે, ‘સર્વ મંગલ’ એ શ્લોક દ્વારા, આ બધું જિનશાસનના એટલે કે અહિંસા અને વિશ્વમૈત્રીના જયકાર માટે જ છે. એવું જાહેર કરવું; અને આ બધા દ્વારા ભગવાન જિનેશ્વરના દયાપ્રધાન શાસન પ્રત્યેની પોતાની અચલ વફાદારી વ્યક્ત કરવી, એવું વ્રત લઇને બેઠેલા આચાર્યમહારાજ, આજે, સંસ્કારી અને અસંસ્કારી જીવનનો તફાવત સમજાવી રહ્યા હતા : ‘‘સુખી ઘરનો નબીરો, ઘણીવાર, આખા ઘરને અસુખમાં મૂકી દે એવાં કુસંસ્કારોથી લપટાયેલો હોય છે. અને ગરીબ ઘરમાં જન્મેલું સંતાન, ક્યારેક, કહેવાતાં શિષ્ટજનોનેય હેરત પમાડે એવી સંસ્કારિતાથી ઓપતું હોય છે. કોઇક વિરલ માબાપ જ એવા હોય કે જેના કુળદીપકને ઘોડિયામાં જ સુખ અને સંસ્કારો - બન્નેનો સુયોગ સાંપડયો હોય. કુમાર ધર્મરુચિ આવો જ વીરલો - ધન્ય આત્મા હતો.'' શ્રોતાઓ કાન સરવા કરીને સાંભળી રહ્યા હતા. આચાર્ય મહારાજની અનોખી અને અસરકારક રજૂઆતે સભામાં એવી તો જિજ્ઞાસા જન્માવી હતી કે જાણે શાંતિની જાજમ ઉપર જીવતી જિજ્ઞાસાઓ જ એકાગ્ર બનીને બેઠી હોય એવું લાગતું હતું. શાંતિનો ભંગ થાય એ નહોતું પોષાતું, તો ‘ધર્મરુચિ'નું નામ સાંભળીને હૈયે જાગેલી જિજ્ઞાસા પણ ખાળી શકાય એમ નહોતી. એટલે એક શ્રોતાએ વિનયભાવે પ્રશ્ન કર્યો ?” ‘કૃપાળુ ! કુમાર ધર્મરુચિ કોણ હતો ? આપના મુખમાં પણ જેનું નામ અને પ્રશસ્તિ હોય, એ આત્મા કોણ હશે ? કેવો ધન્ય હશે ? એ જાણવાની અમને સૌને તાલાવેલી જાગી છે, તો એનું વૃત્તાંત આજે કહેવાની કૃપા આપ ન કરો ?” શ્રોતાઓના વિયે, જિજ્ઞાસાએ અને શાંતિએ આચાર્યમહારાજને જાણે વશ કરી લીધા. અને કુમાર ધર્મરુચિના અણધાર્યા સ્મરણે તેઓ કંઇક ભાવવિભોર પણ થઇ ગયા હતા, એટલે શ્રોતાજનોની જિજ્ઞાસાના ઉત્તરમાં એમણે પ્રસન્ન સ્વરે ધર્મરુચિની વાર્તા પ્રારંભી : | ‘ધાન્યપુર નામે ગામ છે. વસતિ તો એની શહેર જેટલી છે, પણ એની સાદગી અને સ્વચ્છતાની રોનક જુઓ તો એને આદર્શ ગામ કહેવાનું જ મન થાય. ત્યાં માણિભદ્ર નામે એક શેઠ રહે છે. ધર્મનું અને લક્ષ્મીનું એમને ત્યાં પરંપરાગત નિવાસસ્થાન છે. ધર્મને અને લક્ષ્મીને, કહે છે કે લોહ અને ચુંબકનો સંબંધ હોય છે. અને અહીં તે પ્રત્યક્ષ અનુભવાતું હતું. શેઠ જેવા ધનિક હતા, એવા જ ધમાં પણ હતા. એમના ઘર-આંગણાની જેમ, એમનું હૈયું પણ, સ્વચ્છ અને નરવું હતું. ગળથુથીમાં જિનધર્મ પામેલા શેઠ વ્રતનિયમ અને ધર્મની આરાધનાના વ્યસની હતા. અને, કેસરનો ચાંદલો કરનાર વાણિયો, અનીતિ કે ખોટાં તોલમાપાં કરે, તો તેમાં જેટલી પોતાની શાખ ઘટે, તે કરતાં વધુ પોતાના ચાંદલાની, પોતાના કુળધર્મની વગોવણી થાય, એ બાબતથી શેઠ ryone

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22