________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०१ જેમ રાત્રિએ ઉંઘી જવાથી, અને રાત્રિમાં વિસ્મરણ થવા. થી માણસ દેવાથી મુક્ત થતો નથી, તેજ રીતે આત્માને પૂર્વભવમાં કરેલાં કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. તે બીજે દેહ ધારણ કરવાથી છુટો થઈ શકતું નથી. આ ત્મા તે જ્ઞાતા હોવાથી પૂર્વભવમાં થયેલા સર્વ અનુભવોનું તેને જ્ઞાન હોય છે, એવો એક પણ અનુભવ નથી કે જે આત્માના જ્ઞાનની હદમાં ન આવી જાય, છતાં નવું દેહ ધારણ કરેલું હેવાથી, તે અનુભવની આપણુ આ નવા શરીરના મગજને ખબર પડતી નથી, અને તેથી કેટલાક એમ કહેવાને દોરવાય છે કે પુનર્જન્મ વગેરે બાબતે બેટી છે, જે પુનર્જન્મ હોય તે માણસને તેને પાછલે ભવ કેમ યાદ આવતું નથી? આ શંકા બરાબર વાજબી નથી. કારણ કે આ જગતમાં કેટલાક એવા પુરૂષે આપણને મળી આવે છે કે જેઓને ગયા ભવનું સમરણ હોય છે. કાંઈ નિમિત્ત કારણ મળતાં તેઓને તેઓને પૂર્વ ભવ યાદ આવી જાય છે, અને તે ભવમાં જુદાં જુદાં પ્રસંગોમાં પોતે શું કર્યું હતું, તેનું તેઓ બરાબર રીતે વર્ણન કરી શકે છે. સામાન્ય મનુષ્યમાં આવા પૂર્વભવ જાણવાના પ્રસંગો કઈ કઈ વારજ બને છે, પણ જે યેગીઓ છે, જે દયા નમાં તલ્લીન થઈ શકે છે, જેઓ મનને અંતર્મુખ વાળી આત્મા પર એકાગ્ર કરે છે, તેઓને પૂર્વભવને સાક્ષાત્કાર ઘણીવાર થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા તે સર્વ બાબતે જાણે છે, તેને થયેલા અનુભવથી તે અજાણ હેતે નથી. પણ જ્યારે ઇન્દ્રિય વશ થાય છે, અને મન શાંત
For Private And Personal Use Only