________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૬ પદાર્થોને લાગુ કરી શકાય. પણ ભૂલથી આત્મા પિતાને લગાડે છે. આ બહિરાત્મભાવથી જગતમાં મનુષ્ય રખડે છે અને દુઃખી થાય છે. સુતારને કામ કરવાને ઓજાર હોય, તેવાં આત્માને કામ કરવાનાં શરીર વગેરે ઓજાર છે. તે મરણ પછી આત્માની સાથે આવતાં નથી, પણ • અંહી પડી રહે છે, માટે તેમને આત્માનાં માનવાં, અથવા તેમને આત્મા તરીકે માનવાં, એ મેટી ભુલ છે. આ દેહા ધ્યાસ અથવા બહિરાત્મ ભાવ એટલે સુધી વ્યાપેલે છે કે જ્ઞાની પુરૂષે પણ કેટલીક વાર તે ભૂલમાં પડી જાય છે, અને શરીરને સંતોષવાને પોતે જાણેલા ઉચ્ચ નિયમને ભેગ આપે છે. આમ થવું જોઈએ નહિ. દેહ અથવા દેહના ધર્મને આપ આત્મામાં કરે નહિ. જે આ દેહાધ્યાસ છુટી જાય તે પછી દેહથી બહાર રહેલી વસ્તુઓ, જેવી કે ધન, ધાન્ય, ઘર, વસ્ત્ર, ઉપરથી મારાપણને ભાવ ઉઠી જાય, તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. આ દેહાધ્યાસ ત્યાજય છે, એ પ્રથમ હૃદયથી વિચારી, તદનુસાર વર્તન રાખવું જોઈએ. નાની નાની બાબતમાં પ્રથમ મનની સમતેલ વૃત્તિ રાખતાં શિખવું જોઈએ. ચાકરે ધોતીયામાં એક ડાઘ પાડે તે શું થઈ ગયું ? ભેજનમાં જરા મીઠું ઓછું પડયું તે શું ખસી ગયું? કોઈ સ્વાદિષ્ટ ફળ ખાવાને ન મળ્યું છે તેથી શું ગેરલાભ થયે? સભામાં જરા આગળ જગ્યા ન મળી તે તેથી તેને શી હાનિ થઈ ? આવી આવી નાની બાબતમાં પ્રમમ ઉદાસીન ભાવ રાખવું જોઈએ.
For Private And Personal Use Only