Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા સંમરણ લે. સી. અરૂણા જે. મહેતા મારા પૂ. બાના અવસાન સમયે મારી ઉંમર સાત વર્ષની, બાનું મોટું પણ બરાબર યાદ નહિ. પૂ. બાની માંદગી લાંબી ચાલી અને પૂ. બાપુજીએ ખૂબ સેવા કરી. હું તે બાથી દૂર હતી, પણ કાગળ આવે, અથવા તો ઘરનાઓને ચિંતાતુર જેઉં કે આકાશમાં (ભગવાન ત્યાં જ હોય તેવી સમજ) જોઈને પ્રાર્થના કરું કે, હે ભગવાન મારી બાને જલદી સાજા કરી દેજે. બા ગુજરી ગયા તે દિવસે બધાં બહુ રડતાં, તેવું પણ થોડું યાદ છે. પૂ. બાપુજીએ બાની ખોટ સાલવા ન દીધી; અને અમારા ઉછેરમાં ખૂબ ધ્યાન આપ્યું સ્કૂલમાં જ્યારે અમને બોટાદકરની કવિતા ચાલતી, “જનનીની જોડ સખી નહિ જડે રે લેલ' અને બીજી કવિતા કલાપીની યાદ આવે છે “અરરર બાલુડા બાપલા અરે, જનની આ હવે સ્વર્ગમાં જતી” ત્યારે વાંચતી વખતે આંખમાંથી દડદડ આંસુ જતાં, અને એમ થતું કે અમે નાનાં હતાં તે બને કેમ જગતમાંથી વિદાય લેવી ગમી હશે, પણ કુદરત પાસે આપણું કંઈ ચાલતું નથી, એમ મનને મનાવતી. ૧૯૭૬ને રાજી ડીસેમ્બરને દિવસ ખૂબ પવિત્ર. મૌન અગ્યારશ. આખો દિવસ ખૂબ શાંતિથી પસાર થયો. રોજ સવારના ૧૧-૩૦થી ૧૨ વચ્ચે બાપુજીને ફેન આવે પણ તે દિવસે ન આવ્યો, તેમ જ મારાથી પણ ન થયો. રાતના ૧૧-૩૦ વાગે ફોન આવ્યો કે તરત પાર્લા જવા નીકળ્યાં. પાર્લા જતાં ૩૫થી ૪૦ મિનીટ થાય પણ રસ્તે કઈ વાતે ખૂટે નહિ. મનમાં એમ જ થાય કે બાપુજી તરત કહેશે કે તમે બધાં શું ભેગા થયાં છે? અહિંયા મતની ઘમાલ કરી છે, મને તો સારું છે. આ વિચારમાં જ પાલ આવ્યું, બાપુજીને મળવા જલદી દેડી પણ વિધિએ કંઈ જુદું જ નિર્માણ કર્યું હશે. રડવાને નીચે અવાજ સાંભળ્યો, અને એકદમ મનમાં થયું કે અઘટિત એવું કંઈ બની ગયું છે, અને મારા ભાઈ (ઈદુભાઈ)ને કહ્યું કે, કેવા કમનસીબ અમે છીએ કે માગસર મહિનામાં અમે મા-બાપ બંનેને એ યાં. નવા વર્ષનું પંચાંગ આવે ત્યારે સૌથી પહેલાં હું એ જ જોઉં કે માગશર વદી અમાસ (મારી બાની પુણ્યતિથિ) કયારે છે? તે દિવસે પૂ. બાપુજી ઉપવાસ કરશે. હવે માગશર મહિનામાં બે તિથિ જેવાની. માતા-પિતા બેઉનો વિયોગ એક જ મહિનામાં, એઓ તે શેક કરવાની ના પાડી ગયા છે, તે ઉપરાંત જ્ઞાની તેથી આપ્તજનોના શેક કરવાથી મરનારના આત્માને ખૂબ સંતાપ થાય છે-તેમ પણ લખ્યું છે-એમની મરણને આવકારવાની કેવી અપૂર્વ તૈિયારી ! એમણે તે હસતે મુખે એને વધાવી લીધું. એ મૃત્યુને પણ ધન્ય છે. એમણે એક ઠેકાણે લખ્યું છે કે હું તે એકાએક અને આકસ્મિક મૃત્યુ જ ઝંખું છું. હું કોઈને બોજારૂપ ન થાઉં, માંદો પડું તો મને એમાં શરમ આવે છે, એટલે એમની ઈચ્છા હતી તેવા મતને આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77