________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અગત્યને આશ્વાસન પત્ર શીલાંક ચંદુલાલ મહેતા
અમદાવાદ, તા. ૨૭-૧-૭૭
શ્રી તંત્રી સાહેબ,
જત વિન ંતી સાથે જણાવવાનુ કે આ સાથેના પત્ર સ્વ. પૂ. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ મારા સ્વ. પૂ દાદા શ્રી ગુલાબચ'દે વછરાજ ઉપર તા. ૧-૪--૧૯૩૧ના રાજ લખેલ છે. તે મારા સ્વ. પૂ. પિતાશ્રી ચંદુલાલ ગુલાબચદ મહેતાની ફાઇલમાંથી નીકળેલ છે તે આપના એકમાં છાપવા માટે મેકક્લુ છું.
પૂ. મનસુખકાકાના ૧૯૩૧માં કેવા વિચારો હતા તે આ પત્રમાં દર્શાવ્યા છે. તેએ આટલી નાની ઉંમરમાં કેટલું જ્ઞાન ધરાવતા હતા તે તેમાં બતાવેલ છે. તેમના ઊંચા વિચારા નાની વયમાં જ હતા અને તેથી જ તેએ મહાન બની ગયા.
મારા સ્વ. પૂ. બાપા શ્રી જયંતિલાલ ગુલાબચંદ મહેતા નાની વયમાં સ્વવાસ પામેલ હતા ત્યારના આ પત્ર અતિ સુંદર છે આશ્વાસનની જે લાગણી આમાં પ્રદર્શિત કરી છે તે ખરેખર પ્રશંસનીય છે.
૧૦૨ :
પરમ પૂજ્ય પિતાશ્રી તુલ્ય કાકાશ્રી ગુલાબચંદ વછરાજની પવિત્ર સેવામાં વિ. તમારે પત્ર મળ્યો છે. ભાઈ ચંદુલાલ આનદથી પહાંચી ગયા છે
મુબઈ, તા. ૧-૪-૩૧
મુ જય'તીભાઈની ગેરહાજરી પછી તમારી ફરજ ડબલ થાય છે. માંદગીની અજોડ માવજતમાં જે ધીરજથી શાંતિથી કામ લીધુ' છે, તેથી ડબલ ધીરજથી અને શાંતિથી હવે કામ લેવાનું છે. જયંતીભાઇનાં દાખલા માથે અનેમન્યુના દાખલા બહુ મળતા આવે છે. જુવાન ઉંમરમાં ભલભલાને થવી નાંખે તેવું અભેમન્યુનુ યુદ્ધ, અજબ યુદ્ધનાં પછીનું તેનું મરણુ, અને તે પછીના પાંડવાના વિલાપ એ બધું વાંચનારને અને આપણું જોનારને સરખામણી કરવાનું મન થાય. જ્યારે આવાં ધી પુરૂષોને પણ એ ઉંમરમાં એવું દુઃખ થયું તે આપણે તે માત્ર મનુષ્ય
આવાં જ દાખલા શ્રી તિલક, સુરેન્દ્રનાથ બેનરજી, અને સી. આર દામની બાબતમાં અન્યા છે તિલકના જુવાન પુત્ર જ્યારે ગુજરી ગયા તે જ દિવસે અમુક સસ્થા તેને હાથે ખુલવાની ક્રિયા થવાની હતી. અજમ હિંમતે તેણે તે કામ કરેલુ. સુરેન્દ્રનાથ બેનરજીના પણ પુત્ર ગુજરી ગયા તે જ દિવસે પ્રેસીડેન્ટ તરીકેનું તેનું એક ભષણ હતું. અજબ શાંતિથી તેણે તે કરેલું'. આ દાખલ એ આપણને શાંતિ અને ધીરજ પકડવાનુ શીખવે છે અભિ મન્યુને દાખલા લઇ આપણને અભિમાન લેવા જેવુ' થાય છે. જેવા પાંડવાના અભિમન્યુ તેવા જ આપણા જયતીભાઈ. બાકી તે જન્મનાં ટ્રાઇમે જ મૃત્યુની તિથિ લખાઈ છે એટલે એમાં ફેરફાર તા કાઈ કરી શકેલ નથી અને થઈ શકે જ નહિ, એટલે એ માટેની ઉપાધિથી શું ફાયદા.
લિ. છેરૂ મનસુખલાલના પ્રણામ
For Private And Personal Use Only
આત્માનઃ પ્રકાA