________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“દ્વાદશા નયચક્ર' ભાગ ૨ ના હું ઉદ્ઘાટન સમારંભ સમયે થયેલા પ્રવચન
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું પ્રવચન
શ્રી જૈન આત્માનંદ સભાએ આ પુસ્તકનું પ્રકાશન કર્યું તે એક મોટા ગૌરવની વાત છે. જે વિદ્વાન મુનિ મહારાજ, સાધ્વીજી મહારાજે તથા શ્રાવકો તેમજ શ્રાવિકાઓને જૈન દર્શનના અભ્યાસ માટે ખૂબ જ ઉપયેગી નીવડશે.
ભારતભરમાં અનેક જૈન સંસ્થાઓ છે. તેઓએ પ્રગટ કરેલા પુસ્તકમાં આ ‘દ્વાદશારે નયચકમને શ્રેષ્ઠસ્થાને મૂકી શકાય તેમ છે. તે માટે શ્રી જૈન આત્માનંદ સભાને ધન્યવાદ ઘટે છે.
સાહિત્ય કલારત્ન પૂજ્ય આચાર્ય
શ્રી યશોવિજયજી
મહારાજનું પ્રવચન સમય ઘણે ટૂંકે છે; તેથી નયવાદ સમજાવવા માટે પાંચ-દસ મિનિટ ચાલે નહિ પણ કલાકે જોઈએ. છતાં ટૂંકમાં નયચક્ર' વિષે કહું છું. નય એટલે સત્યને અંશ છે. નયે અનંતા છે, પૂર્વાચાર્યોએ આ બધા નાને સાત નયમાં સમાવી દીધા છે. પણ આચાર્ય શ્રી મદ્ભવાદીજીએ વિસ્તારીને બાર નયરૂપે વર્ણન કર્યું છે તેમાં નયચકના બાર આયમાં બાર નો સમાવી દીધા છે. ચકની ધરીની સાથે કુંભની અગત્યતા છે, તેમાં જ અનેકાન્તવાદનું મહત્ત્વ છે.
સભાને ધન્યવાદ.
જાન્યુ-ફેબ્રુઆરી, ૧૯૭૭
: ૧૧૭
For Private And Personal Use Only