Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' અંક ૮ મે ] વૃદ્ધત્વમીમાંસા. ૧૬૧ આપણે ગૃહજીવન(Home life)ની કિંમત ઓછી રાખીએ છીએ. આપણા પત્ની, દીકરીએ, વહુઆરો અને બાળક સાથે બેસી અનુભવની સ્વાર્થ અને પરમાર્થની વાત કરતાં જે આનંદ મળે અને જીવનમાં જે સંસ્કાર આવે તેની કિંમત કરતાં આપણે શીખવું જોઈએ. વૃદ્ધ માણસે જેમ બને તેમ ઓછી જઠરની મહેનતે પચે તે પિષ્ટિક આહાર લે. ચા લેવી હોય તો ઉકાળ્યા વિનાની અધઅર્ધ દૂધવાળી લેવી. દૂધ ગાયનું વાપરવું. ફળને ઉપયોગ વધારે કરવો. લીલોતરી પણ સારા પ્રમાણમાં ખાવી જેથી ક્ષારો અને પ્રાણપૂરક તત્વ ( vitamins ) પૂરતાં મળી શકે. હાલમાં ચોખાં દૂધ ઘી મળતા નથી, તે બની શકે તો એકાદ સારી ગાય ઘર આંગણે રાખવી. તેમ ન બની શકે તો સારું ચોકખું દૂધ વેચાતું લઈ, તેમાંથી ઘરે માખણ અને છાશ આપણે જરૂર હોય તેટલા બનાવવા. તાજું માખણ એક ઘણી ઉપયોગી વસ્તુ છે, સહેલાઈથી પચે છે, ઘરની છાશ પણ ઘણી ગુણકારી અને સ્વાદિષ્ટ બને છે. ખર્ચમાં વાંધો હોય તે બીજા બહારની મીઠાઈ વિગેરે લાવવાના ખર્ચ ઓછા કરવા, પણ દૂધ દહીં માખણ છાશ જેવી ઉપયોગી ચીજોમાં બચાવ ન કરવો. ધર્મ પાળવા માટે પણ તંદુરસ્ત શરીરની જરૂર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તમાશં ઘર્મરાધનં ધર્મ કરવા માટે શરીર મુખ્ય સાધન છે. એટલે શરીરના સ્વાચ્ય તરફ દુર્લક્ષ્ય આપવું ન જોઈએ. - દાંત, ગળું, જીભને સ્વચ્છ કરવાને અને નિરોગી રાખવાને ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ ઘણે આવશ્યક છે. ઘણા વર્ષોથી ત્રિફળાનો ઉપયોગ હું કરું છું, તેથી ઘણું લાભ થયો છે. હાલના કાળમાં દવાઓ, ઇંજેકશન લેવાને એક મેનીયા(ઘેલછા ) થયેલ જેવામાં આવે છે. દરદીના આખા શરીરના બંધારણનો અભ્યાસ કર્યા વિના, તેની ભૂતકાળની રહેણીકરણી જાણ્યા વિના રોગ મટાડવા અનેક પ્રકારની દવાઓ અને ઈજેકશન આપવામાં આવે છે. અલબત તેવા એકદમ ઊભા થયેલા રોગજેવા કે ટાઈ ફડમાં આવી દવાઓની જરૂર છે. પણ તે વિચારીને આપવી જોઈએ. એક રોગ જબરાઈથી મટાડતા શરીરને કાયમ માટે નબળું ન બનાવે તેવી આકરી દવાઓ લેતાં વિચાર કરવો જોઈએ. વૃદ્ધ માણસે તે વૃદ્ધ અનુભવી દાકટરની દવા લેવાનો વિચાર રાખવો જોઈએ. માણસના શરીર ઉપર નવા નવા પ્રોગ, નવી નવી પેટટ દવાઓ વાપરવા પહેલાં વિચાર કરે તેવા અનુભવી દાકટરની સલાહ લેવી જોઈએ. મારો અનુભવ તે એ છે કે-જેમ બને તેમ ઓછી. દવાઓ લેવી, આકરી દવાઓ ન લેવી. આ દવા એક રોગ મટાડે છે, બીજા રોગને સ્થાન આપે છે. આપણી દેશી દવાઓ અબ્રક ભસ્મ જેવી ઘણી ઉપયોગી મને જણાય છે. આવી દવાનું સેવન લાંબા વખત કરવાથી શરીરને તાઝગી આવે છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28