________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે ]
શું એ હાર ટોડલે ગળી ગયો ?
મારા પિતાશ્રી આવા સંતપુરુષને બહુ ચાહતા હતા. જેમનું જીવન અત્યંત વિશુદ્ધ અને સમદૃષ્ટિથી ભરેલું હોય છે ત્યાં પક્ષપાત નથી, વેરઝેર નથી. આ દર્શનની કિંમત હોય જ નહિં.
રાજમાતા–વિપ્ર સુદેવજી! તમે સદ્દભાવશાળી છે, સંસ્કારી સજજનોની વૃત્તિ ગુણગ્રાહી જ હોય છે.
દમયંતી–માસીબા ! ગુણના પક્ષપાતી આત્માઓ હમેશાં પૂજાય છે. વિપ્ર સુદેવજી ઉપર મારા માતાપિતા ઘણો સદ્દભાવ રાખે છે.
સુદેવ-રાજમાતા ! અમે બ્રાહ્મણ છીએ પણ બ્રાહ્મણ ધર્મને સમજીએ છીએ, બ્રાહ્મણ ધમ એ આમાનું અહિતકતી નથી પણ હિતકર્તા છે. જે બ્રાહ્મણ ધર્મને હિતકર્તા તરીકે જાણે છે તે બ્રાહ્મણ કર્મ કાંડના નિદોષ સાચા સ્વરૂપને જ અનુસરે છે. ધર્મ તે તે જ કહેવાય કે જે જન્મમરણથી છેડાવે અને સ્વર્યાદિનાં સુખને અપાવે શુદ્ધ ધર્મનાં મૂળ તત્તવોમાં ભેદ નથી.
દમયંતી–મહારાજ ! ખરી વાત. “અદ્રોહઃ સર્વભૂતેષુ, વર્મળ મનસા નિr” આ સનાતન સત્ય બધા ધર્મને લાગુ પડે છે. કોઈ પણ પંથ કે સંપ્રદાય ધર્મ હોવાને દાવો કરતો હોય તો તેણે ઉપલા સનાતન સત્યને અનુસરવું જ જોઈએ.
રાજમાતા–મહારાજ ! વેદધર્મમાં, બ્રાહ્મણ ધર્મમાં કે બીજા કોઈ પણ ધર્મમાં જેટલું અહિંસક ભાવ સચવાય તેટલો જ તે નિર્દોષ ગણાય. જિનેશ્વર સર્વ કાળે અને સર્વ પ્રદેશ અહિંસક ભાવના જ પ્રતિબંધક હોય છે, તે સર્વને સંપૂર્ણપણે આ ભાવને સ્પર્યા પછી જ તેઓ તે ભાવને પ્રકાશે છે. આત્માના કેઈપણ પ્રદેશમાં રજમાત્ર પણ મિથ્યાભાવ, જડભાવ કે અજ્ઞાનભાવ હેાય ત્યાં સુધી એક શબ્દ પણ બોધ તરીકે વાપરતા નથી.
સુદેવ-માતાજી! આપનું કહેવું યથાર્થ છે. સર્વજ્ઞ એ જ મહિમા છે. અ૫૪ જીવ મન વચન કાયાના ત્રણે યોગને ત્રણે કાળ સરખા રાખી શકતા નથી. જેથી તેમની વાણીમાં કેઇ દોષ આવવાનો સંભવ રહે છે, પરંતુ સર્વ ની વાણી તો ન્યાય, પ્રમાણ, તક અને અનુમાનથી સર્વથા સિદ્ધ થયેલી હોવાથી સવદા નિર્દોષ હોય છે. સાચા બ્રાહ્મણે આવી નિર્દોષ વાણીને સ્વીકારે છે, જેથી તે વાણીને લાહ્મણી, સરસ્વતી, સંપૂર્ણ માહેશ્વરી, ભારતી, ભગવતી, નિર્મળા, પ્રબોધિની, ગરવી, ગરી, ગંગા, બ્રાહ્મી, વૈષ્ણવી, અંબા વગેરે નામે આપવામાં આવ્યાં છે.
રાજમાતા-બ્રહ્મનિષ્ઠ સુદેવજી ! તમે શાસ્ત્રીય સારું જ્ઞાન ધરાવે છે. તેની સાથે તમારા વિચારો પણ પવિત્ર છે. વળી તમે અનુભવ પણ સારો મેળવ્યો છે. જે આજે તમારા સત્સંગથી પ્રત્યક્ષ થાય છે. તમને જવાની ઘણી ઉતાવળ છે છતાં તમે સંતવચન સાંભળવાની ઈચ્છા કરી જેથી અમને ઘણું જ હર્ષ થાય છે.
સદેવમાતાજી ! મહાપુરુષોના વચનની કિંમત કાંઇ અનેખી જ હોય છે. એ શ્રવણ તે કોઈ પ્રયોગે જ પ્રાપ્ત થાય છે. એ લાભ કેમ જવા દેવાય ? જ્ઞાનીઓ પિકારી પિકારીને કહે છે કે
For Private And Personal Use Only