________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ કરવી જોઈએ, અને નવાં મંદિરની દીવાલો ઉપર આવા પટો ચીતરાયા હોય તે કાઢી નાખવા જોઇએ.
શેઠશ્રીએ ત્રીજી હકીકત એ કહી હતી કે-આપણા નવા મંદિર સ્થાપત્ય કળાના ભવ્ય નમૂનાઓ છે. તેમાં શિપકામ અને ચિત્રામણુ કામ પણ ખરેખર કળાકાર કારીગરોના હાથે થયેલું છે. હાલમાં આવા નવા મંદિરમાં સમારકામ કરાવતા જૂના સ્થાપત્ય કળા અને શિઃ૫ અને ચિત્રામણને લક્ષ્યમાં લેવાતું નથી. ઘણેખરે ઠેકાણે તે તેવા કામને નાશ કરી હાલના રંગ અને તખતી ઓથી શોભાવવા પ્રયત્ન થાય છે. આવા સમારકામમાં આપણુ તથા કળા પ્રત્યેનું અજ્ઞાન પ્રદર્શિત થાય છે, માટે સમાર કામ કરતા આપણુ મંદિરોની જૂની કળાનો ૫શુ દવંસ ન થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. તેઓશ્રી એ કહ્યું હતું કે-જૂતા મંદિરોમાં સમારકામ કેવું થવું જોઇ એ તે સંબંધમાં આબુ જી ઉપરના અને રાણકપુરના મંદિરમાં જે સમારકામ થયેલ છે તેના દર્શન કરવા જોઈએ.
તેઓશ્રીએ એક બીજી હકીકત એ જણાવી હતી કે-આપણા મંદિરમાં હાલમાં સીમેંટની લાદીએ રંગબેરંગી ચડવાનો સવાલ આવ્યું છે. મંદિરોમાં ભોંયતળીયે પણ રંગબેરંગી આરસે નાંખવામાં આવે છે. પરિણામ એ આવે છે કે-મંદિરમાં પ્રવેશ કરતાં પ્રભુભક્તિની અપૂર્વ ભાવના થવી જોઇએ, ચિત્તની એકાગ્રતા થવી જોઈએ, પ્રભુના ગુણો સાંભરવા જોઈએ, તેને સ્થાને મંદિરમાં દાખલ થતા મનમાં એકાગ્રતા થવાને બદલે ક્ષોભ થાય છે, અને જે ઉદ્દેશથી મંદિરમાં દર્શન કરવા જવાનું હોય છે તે ઉદ્દેશ પાર પડતો નથી.
છેવટે શેઠશ્રીએ કુંડલાના સંધે તેમને બોલાવી જે સરકાર કર્યો તે માટે ખુશી યુક્ત કરી હતી. અ૯પાહાર લઈ મેળાવડે વિખરાયો હતો.
જીવરાજ અાધવજી.
તાજેતરમાં જ બહાર પડયું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
કર્તા. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B, B. s. . મુમુક્ષુ એને માટે આ પુસ્તક સારું' માગદશક છે. એક સે શિક્ષાપાઠ આણ તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રશ્નોત્તરો આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શલીએ નિરૂપણ કરવામાં આવ્યુ છે. વાંચવા ગ્ય છે. ક્રાઉન સોળ પેજ ૪૦ ૦ પૃષ્ઠ, પાકું હાલ કર્લોથ બાઈડીંગ, મૂલ્ય રૂપિયા અઢી, પટેજ જુદું.
' લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
For Private And Personal Use Only