________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઇના આપણું તીર્થો
અને મંદિરના લગતા મનનીય વિચારે. રા. . શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈ દુષ્કાળ રાહતના કામ માટે તા. ૩ અને ૪ મે ના રોજ કંડલે આવ્યા હતા. કુંડલાના મહાજને તેઓશ્રીનું ભાવભીનું સન્માન કર્યું હતું. તા. ૬ ના સવારે વેલાસર તેઓશ્રી કંડલાના જૈન સંઘના આમંત્રણને માન આપી સંધના મકાને પધાર્યા હતા. સાથે રાહત કમીટીના સભ્યો તથા માનનીય પ્રધાન શ્રી જાદવજીભાઈ મોદી હતા. શ્રી સંધ તરફથી શેઠશ્રીએ જૈન સંઘની જે ઉત્તમ સેવા કરી છે. સંધના ધણા કામોમાં માર્ગદર્શન કરાયું છે, અને તીર્થોના અનેક જૂના ઝધડાએ કુશળતાથી પતાગ્યા છે તે માટે અભિનંદન આપવામાં આવ્યું હતું. હું પણ હાલમાં હવાફેર કંડલે રહેતા હોવાથી તે મેળાવડામાં હાજર હતા. શેઠશ્રીએ આપણું સંઘોને ઉદેશી કેટલાક હિતવચને કહ્યા હતા, તે જૈન સમાજે હૈયે રાખવા જેવા હોવાથી તેને સંક્ષિપ્ત સારાંશ અહીં આપવામાં આવે છે.
શેઠશ્રીએ કહ્યું હતું કે-હિંદુસ્તાનના અનેક ધર્માનુયાયીઓના મંદિરો મેં જોયા છે, પણ જે સ્વચ્છતા, વિશાલતા અને સ્થાપત્ય-કલારસિકતા જૈન મંદિરમાં જોવામાં આવે છે તે બીજા મંદિરોમાં ભાગ્યે જ જોવામાં આવે છે. આપણા વડીલેએ મુસલમાન રાજ્ય જેવા વિષમકાળમાં પણ વ્યવહારકુશળતાથી આપણા તીર્થો અને મંદિરોને સાચવ્યા છે. અને આપણને અપૂર્વ વારસે આપે છે, જે સાચવી રાખવાનું અને તેમાં વૃદ્ધિ કરવાનું આપણું કર્તવ્ય છે.
શેઠશ્રીએ આગળ ચાલતાં કહ્યું હતું કે-મને કહેતા દુઃખ થાય છે કે હાલમાં આપણું ભાઈઓમાં એક એવી ઘેલછા થયેલ જોવામાં આવે છે કે મંદિરના સમારકામ વિગેરેમાં થોડા ઘણુ પૈસા ખર્ચે ત્યારે પણ પોતાના નામ અમર કરાવવા તખતીએ ચડાવવાની ઉગ્ર ભાવના રહે છે, જેને આપણા સંધના અગ્રેસર પણ ઉત્તેજન આપે છે. જે પૂણ્યશાલી જીએ હજારો લાખો રૂપિયા ખર્ચા મંદિર બંધાવ્યા છેઉદ્ધાર કરાવ્યો છે તેઓએ પિતાના નામ અમર કરવા આવી તખ્તીએ ચડાવ્યાનું જોવામાં આવતું નથી. આવી તખ્તીઓ એડવાની, ચડાવવાની અજ્ઞાન પ્રથા બંધ કરવી જોઈએ. પૂણય કરવાના આશયથી કરેલ કામ સ્વલ્પ કિંમતે વેચી નાંખવાનું ન જોઈએ.
બીજી હકીકત શેઠશ્રીએ એ કરી હતી કે-આપણે ત્યાં પટો ચીતરાવી કાર્તિકી પુનમ જેવા દિવસે દીવાલે દર્શન માટે મૂકવાને જૂનો રિવાજ છે. શ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, પાવાપુરી આદિ ભગ્ય તીર્થોના પટો ચીતરવામાં આવે છે. હાલ એક એવી પ્રથા કેટલેક સ્થળે જોવામાં આવે છે કે મંદિરની દીવાલ ઉપર પટે ચીતરાવવામાં આવે છે, આ પટોમાં કાંઈ કળા કે તીર્થોની કાંઈ સામ્યતા હોતી નથી. અણઘડ માણસોએ પ્ટો ચીતર્યા જોવામાં આવે છે. જે જોતાં આપણું ભવ્ય તીર્થોને માટે માન થવાને બદલે ઘણું થાય છે. મંદિરની દીવાલ ઉપર આવા પો ચીતરાવવાની પ્રથા એકદમ
- ૧૭૮ ) =
For Private And Personal Use Only