Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૮ મા ] શું એ હાર ટોડલા ગળી ગયા ? ૧૬૭ કે આપણા માલતી નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી સપરિવાર પધાર્યાં છે. આ સમાચાર સાંભળતાં જ સૈા ધણા ખુશી થયા અને પ્રભુના દનાથે જઇ તેમની અપૂર્વ વાણીને લાભ લેવા સાએ નિશ્ચય કર્યો. મંત્રીશ્વરને રાજાએ આ વધામણીમાં સારી પહેરામણી કરી. રાજમાતા—એટા, દમયંતી ! તારી શી ઇચ્છા છે? દમયંતી——માસીબા ! પ્રભુનાં દર્શન કરી તેમની વાણી સાંભળીને પછી હું વિદાય થવાની ઋચ્છા રાખુ બ્રુ. મહદ્ પુણ્યે મળેલેા આવા લાભ જતા કરી શકાય નહિ. અનાયાસે પ્રાપ્ત થયેલું સંતપુરુષોની વાણીનું આલંબન કેમ જતુ' કરી શકાય? તરફ રાજમાતા—મેટા ! તેં બહુ જ સારા વિચાર કર્યાં. ધણા કાળે પ્રભુ આ પધાર્યા છે. આજે આપણા દેશ અને રાજ્ય પવિત્ર થયાં છે, આપણાં સદ્ભાગ્ય છે કે પ્રભુનાં દર્શનને આ યાગ આપણને અનાયાસે મળે છે. ઈંદુમતી—માતાજી! પ્રભુનાં દર્શન કરવાની અમને ધણી હાંશ છે. સુનંદા—માતાજી ! માતાજી ! જેનું આપણે હમેશાં ધ્યાન ધરીએ છીએ, તે પ્રભુ કેવા હશે? મારી જિંદગીમાં તે પરમાત્માને જોવાને આ પ્રથમ પ્રસગ છે. રાજમાતા—મેટા ! ભગવાન આ વખતે ઘણા લાંબા કાળે આ તરફ પધારે છે. ૐ તારા જન્મ પછી તેઓ આ તરફ પધાર્યા નથી, જેથી તેમનું પવિત્ર ་ન તને ક્યાંથી થયું. ડ્રાય ? સુનંદા—માજી ! પ્રભુ આપણા દેશ તરફ આમ લાંએ કાળે કેમ આવતા હશે ? રાજમાતા—બેટા ! આપણા દેશની આજુબાજુ કેટલાક અનાય પ્રદેશ છે. એટલે જિતેશ્વરદેવ જ્યારે આપણી પાસેના આય પ્રદેશ તરફ વિચરતા ઢાય ત્યારે આ તરક્ આવી ચઢે છે, પરંતુ ખીજી તરફ વિચરતા ઢાય ત્યારે અનાય† પ્રદેશમાં થઈને આ તરફ પધારવું બહુ મુશ્કેલ છે, એટલે આપણા દેશને તેમને લાભ થેાડે મળે છે. સુનંદા માતાજી ! અનાય પ્રદેશમાંથી આપણુા પ્રદેશમાં ક્રમ ન આવી શકાય ? રાજમાતા—મેટા ! આવી શકાય ખરૂં પરંતુ અનાય પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષાને ધણું સંકટ વેઠવુ પડે છે. અનાય પ્રજા માંસાહારી હાવાથી આહાર-પાણીની મુશ્કેલી, નિર્દય મનુષ્યાનેા ય, ક્રૂર પ્રાણીઓના ભય, નાસ્તિક નૃપતિસ્મે। અને પ્રજાના ભય, આવા બીજા ધણા ઘણા ભયે આ પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષોને વેઠવા પડે. સુનંદા—માજી ! પ્રભુને ભય કાના ઢાય ? ભય રાખે તે પ્રભુ પ્રેમ કહેવાય ? રાજમાતા—મેટા ! પ્રભુને કાપતા ભય હાતા નથી, તે સદા અસય જ હેાય છે, તેમનું શરીર-સઠાણુ એવુ' હેાય છે કે તેમને ક્રાઇ ઉપદ્રવ કરી શકતું નથી. ચરમશરીરી અને તે જ ભવે મેક્ષાની હોવાથી સર્વ પ્રકારના ક્લેશ-ઉપદ્રવાને તેઓ તરી ગયા હોય છે, એટલે સર્વ સ્થાને સર્વકાળે જિનેશ્વરદે સદાય નિર્ભય જ હોય, પરંતુ તેમની સાથેના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28