Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ મ ] મનેભૂમિકાનાં આદેલને. ૧૬૫ મને ભૂમિકા સુધી તેના આદેશને પહોંચી મન સુધરી જાય અને મન સુધરવું એ જ મુખ્ય ઉદ્દેશ હોવાને લીધે મુખ્ય કાર્ય સધાઈ જાય. આપણે જ્યારે કોઈ આપણને ઇષ્ટ એવી વસ્તુ બીજાના મન ઉપર ઠસાવવા માંગતા હોઈએ ત્યારે જેમ આપણે અવનિ, આપણું શબ્દરચના અને આપણે આવેશ થગ્ય રીતિએ વાપરી સામા માણસને આપણા વિચારો માનતે કરી લઈએ છીએ તેવી જ ચિવટાઈ સૂત્રોચ્ચાર સાથે રાખવામાં આવે તે જ આપણે ધમ" અને તેનું ફળ પામીએ. અન્યથા ૫થે શારીરિક શ્રમ જ થવાને. એ વસ્તુ આપણું સ્મરણમાં રાખવાની જરૂર છે. જેમ શ્રાવકસૂત્ર અર્થાત વંદિતાસૂત્ર બોલતી વખતની મનોભૂમિકાનું સ્વરૂપ આપણે જે ગયા તેમજ જ્યારે જ્યારે પ્રભુના સ્તવને ગાવાને પ્રસંગ હોય ત્યારે પણ આપણે તદાકાર ચીવટ રાખવાની જરૂર છે. અનેક સંત, યોગી મહાત્મા પુરુષોએ પિતાની પ્રતિભા સ્તવનાના રૂપમાં પ્રગટ કરી છે. પ્રભુ સાથે સમાનતા દાખવી અનેક ઠપકાઓ પ્રભુ ઉપર મૂકી પ્રભુ સાથે સ્નેહભાવે શબ્દોચ્ચાર કરતા કવિઓએ પિતાની મનોભૂમિકા ખૂબ સુંદર રીતે રંગેલી છે. તેમજ પ્રભુનું સર્વોપરીપણું વર્ણવી પિતાની પામરતાનું સુંદર હૃદયસ્પર્શી વર્ણન કરેલું છે ત્યારે તે સાધકનું મન વિનયની ભાવનામાં તરબોળ થઈ જાય છે. પ્રભુભક્તિનું દુલભપણું બતાવી પિતાને મળેલ પ્રભુભક્તિનો વેગ મળવાથી પિતાની ધન્યતા વર્ણવી છે ત્યારે આત્માના અનંત ગુણાને સમુચય વર્ણવી જાણે પિતે પ્રભુમય થઈ જવાને ભાવ વર્ણવ્યું છે તેવા સ્તવને ગાતા જેની મનોભૂમિકા ઉપર સાનુકૂલ આંદોલને જાગતા નહીં હોય તેને એ અમૂલ્ય અમૃતને સારવાદ હજી ચા જ નથી એમ કહેવામાં જરાએ હરકત નથી. એવા સારગર્ભિત ભાવવાહી ઉચ્ચકોટીના આત્મસાક્ષાત્કાર પામેલા સંતપુરુષોના સ્તવને માં ગાએલા ભાવો બેલતા જેના હૃદયમાં ગગદરવરે હર્ષ કુતે નહીં હૈય, જેને આત્માનુભવનું યતકિંચિત પણ ભાન નહીં થતું હોય, પ્રભુની મહત્તાની છાપ જેની મનેભૂમિકા ઉપર પડતી નહીં હોય તેનું તો દુર્ભાગ્ય જ આપણે સમજવાનું છે. જે ગી પુએ એવા સ્તવને રચી પોતે આત્માનંદમાં તલ્લીન થયા એવા સંતોને આપણા કટિશઃ પ્રણામ હે ! એમના જેવો ઉચ્ચ કોટીને આનંદ તે આપણું ભાગ્યમાં કયાંથી હોય ? પણ એવા સંતપુરુષના ઉચ્છિષ્ટમથી પણ આપણી હદયગ્રંથી, ભેદાઈ આપણું મને ભૂમિકા ઉપર કાંઇક આત્માભિમુખ અદાલને પ્રગટે એટલી અભ્યર્થના રાખવાને આપણને યોગ મળે એટલું પછી વિરમીએ છીએ. આમિક શાન્તિ તથા જીવનનું સાચું સાફલ્ય પ્રાપ્ત કરવા માટે અવશ્ય વાંચે. જ્ઞાનસાર સ્વમૂલ્ય રૂા.બે. લખેર–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28