________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેમનોભૂમિકાનાં દેલન.
(લેખક–સાહિત્યચંદ્ર શ્રીયુત બાલચંદ હીરાચંદ-માલેગામ.)
આપણી ઈદ્રિયો કે જે આપણું શરીરને મુખ્ય ભાગ છે, તેના ઉપર થતા આદેલને કે પ્રત્યાઘાત આપણે સમજીએ છીએ. સુંદર સંગીત આપણા કાન ઉપર અથડાય છે ને આપણે સુસંવેદના અનુભવીએ છીએ, તેમ ભયંકર અવાજ થતા આપણે ધ્રુજી ઉઠીએ છીએ. મધર સુગંધ આપણી નાસિકામાં પ્રવેશે છે ને આપણે સંતોષ માનીએ છીએ તેમ નર્કાગાર જેવી દુર્ગધ નાસિકામાં પ્રવેશતા આપણે ગભરાઈએ છીએ. સુંદર કલામય ઉત્તેજક દશ્ય જોઈ આ પણે મન શાંતિ અનુભવીએ છીએ તેમ ધૃણાસ્પદ અભદ્ર દેખાવ જોતાં આપણું આંખ તરતજ મિંચાઈ જાય છે. અનુકૂલ શીતલ અને સુંવાળો સ્પર્શ થતા હૃદય આનંદ અનુભવે છે, તેમ કઠોર, ઉષ્ણુ અને કાંટાળા સ્પર્શ આપણું સ્વાસ્થય ભંગ કરી મૂકે છે. મતલબ કે શરીર ઉપર જે આંદલને થાય છે તેને સારો કે ખોટો અનુભવ આપણને મળે છે. પણ એ અનુભવ મુખ્યત્વે કરી મનની સ્વસ્થતા ઉપર આધાર રાખે છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ઘણી અગત્ય છે. શરીર રોગથી ગ્રસ્ત થએલ હેય, કોઈ સાંસારિક મહાન આપત્તિમાં આવી પડેલું હોય ત્યારે ઉપરોક્ત બધા અનુભવે ભૂલા પડી જાય છે. ચિત્ત ચિંતામગ્ન હોય છે ત્યારે મધુર ગાયન પણ પ્રતિકૂલ લાગે છે રોગીની આગળ સ્વાદિષ્ટ અને રસપૂણ મિઠાઈ લાવી મકવા છતાં તેને તે કડવી ઝેર જેવી લાગે છે. વ્યમ ચિત્તવાળા જમી જાય તે પણ તેને રસાસ્વાદનું સ્મરણ સરખું ૫ણ રહેતું નથી. આપણે કઈ રસકથામાં વ્યગ્ર હેઈએ તેવે વખતે કઈ ત્યાં આવી અમુક વસ્તુ ઉપાડી જાય છતાં આપણને તેનું સ્મરણ પણું રહેતું નથી. મતલબ કે મન ઠેકાણે હશે, તે પોતાનું કાર્ય ઠીક રીતે કરવું હશે ત્યારે જ ઈતિના વિકાર-આંદોલનનું તેના ઉપર પરિણામ થાય છે. અન્યથા શરીર ઉપરના આંદોલને મનોભૂમિકા ઉપર પહોંચી શકતા નથી અર્થાત કાર્ય કરી શકતા નથી.
એ વિવેચન ઉપરથી એ ફલિત થાય છે. શરીર એ સ્વતંત્ર વસ્તુ છે. વિકારે એ કેઈ બીજી જ વસ્તુ છે અને મન એક સ્વતંત્ર કાર્યક્ષમ ક્ષેત્ર છે. અને ત્રણે એકત્ર મળી કઈ કાર્ય કરે તે જ તે પરિણામકારક નિવડી શકે છે. શરીર અમુક કાર્ય કરતું હાય, વાસના બીજે માર્ગે દોતી હોય અને મન અન્યથા વિચાર કરતું હોય ત્યારે પરિણામ શું આવે? અર્થાત કાંઈ જ નહીં. ગાયક અમુક સ્વર આલાપ હય, સ્વર મંજૂષા બીજો સૂર આપતી હોય અને મૃદંગ ત્રીજે જ તાલ આપતે હેય એવા ગાયનમાં કે રસ જામવાનો ?
मनस्यन्यत्वचस्यन्यत्कार्यमन्यत् ।
એમ ૧૬૩)
For Private And Personal Use Only