Book Title: Atmanand Prakash Pustak 068 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ શ્રી ને ધમાં પ્રકાશ [ જેઠ 7 વૃદ્ધ માણસે સમાજ કે વ્યવહારમાંથી અલગ ન પડવું જોઈએ. શરીર ઓછું કામ આપે તે બુદ્ધિ અને મનથી કામ કરવું. શરીર કરતાં બુદ્ધિ અને મન ઓછાં કિંમતી નથી. કેઈ સમાજનું કામ કરી શક્તા હાઈએ તો કર્યા કરવું. તેની ઉપાધિ ઓછી કરી નાંખવી. અને આવા લોકોપયોગી કામ માટે બીજાઓને ટ્રેઈન્ડ કરી-શિક્ષણ આપી તૈયાર કરવા જોઈએ, જેથી આપણી ગેરહાજરીમાં આવાં કામ અટકી ન પડે. અવારનવાર બની શકે તો સારાં સ્થળામાં-હવા ખાવાના કે તીર્થના સ્થળોમાં સ્થળાંતર કરવાનો નિયમ રાખવો. આમ કરવાથી શરીરને આરામ મળે છે, મનને વિષયાંતર થવાથી નવી સંસ્કૃતિ મળે છે. જૂદા જૂદા માણસોના પરિચયમાં અવાય છે, નવા નવા વિચારોની આપલે થાય છે. સંસાર છોડી જેણે સંન્યાસ લીધા નથી, શ્રમણમાર્ગ ભાવથી સ્વીકાર્યું નથી, તેને જગતના અને સમાજના પ્રવાહથી અલગ-અપરિચિત રહેવાથી લાભ નથી, નુકશાન છે. સમાજનું કાંઈ ઉપયેગી કામ તેનાથી થઈ શકતું નથી અને તેને પોતાને અર્થહીન જીવન લાગે છે. ઉપર કેટલાક સ્વાનુભવથી બાંધેલા વિચાર અને બહારના વાંચનથી મેળવેલ વૃદ્ધપણુને ઉપયોગી માહિતી અહીં આપવામાં આવેલ છે. સુજ્ઞ વાચકોએ પોતાના સંજોગો, પોતાના અનુભવો પ્રમાણે જીવનદષ્ટિ કેળવવાની રહે છે. oooooooooooooooooooooooooooo બે પ્રકારનાં રંજન એક લેકરંજન અને બીજું લોકોત્તર રંજન. આ બેમાં શું કરવા યોગ્ય 8 છે? ભરત ચક્રવતીંના મનમાં પણ આ જ સવાલ ઉદ્ભવ્યો હતો. ચક્રરતનની પ્રથમ પૂજા કરવી કે પિતાશ્રી આદિનાથને કેવળજ્ઞાન મહોત્સવ પ્રથમ કે કરે ? આવા પરસ્પર ગુંચવણવાળા સવાલો (2િuestions of Relative Duties) આપણને ઘણી વાર મૂંઝવે છે. શ્રીમાન ઉપાધ્યાયજી શ્રી યશે* વિજયજી મહારાજ શ્રી મલ્લિનાથજીના સ્તવનમાં કહે છે કે “રીઝવવો એક સાંઇ, લેક તે વાત કરી.” લોકો ગમે તે વાત કરે પણ આપણે તે સાંઇને-પ્રભુને જ રીઝવવા. મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28