Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી આત્માનંદ પ્રકાશ. ૯ જે પ્રથમથી જ શરીરને સારી રીતે કસી રાખે છે તે ગમે તેવા કષ્ટ પ્રસ ગે ઠીક ટકી શકે છે. - ૧૦ ગમે તેવા રોગાદિક વિષમ પ્રસંગમાં જે કંઈ મનનું સમતોલપણું સાચવી શકે છે તેના ઉપર ગમે તેવા દુષ્ટ રેગાદિક માઠી અસર કરી શકતા નથી. ૧૧ રોગ કરતાં ચિતા કરવાથી વધારે વિનાશ થવા પામે છે. તેથી જ ચિનાને ‘ચના કરતાં અધિક લેખી છે. ચિના કરવાથી નકામું લોહી અવટાય છે. ૧૨ હવે ફેર કે પાણીફે કરવા ઈચ્છનારાએ એ શત્રુ જય, ગિરનાર, આબુ કે શિખરજી જેવાં સ્થળે અનુકૂળતા મુજબ પસંદ કરવા કે જેથી ત્યાંનું ઉત્તમ વાતાવરણ પણ તન-મન ઉપર સારી અસર કરી શકે. ૧૩ નાના મોટા સહુએ સ્વચ્છતા અને સુઘડતા જરૂર રાખતાં શિખવું, જેથી સ્વ પર અનેકને લાભ થઈ શકે. ૧૪ ખરી ભૂખ વગર લેભવશ ખાવું જોખમવાળું છે. ૧૫ અજીર્ણ છતાં અન્ન લેવાથી તે વિષરૂપ થાય છે. ૧૬ પ્રસન્ન ચિત્ત રહેવાથી અશાન્તિ ઉપજતી નથી અને આંતર શાન્તિ અને નુભવાય છે. તેમજ દુ:ખ માત્ર શમાય છે. ૧૭ કલુષિત ચિત્ત કરવાથી શનિનો લોપ થાય છે. ૧૮ અતિ સ્નિગ્ધ-માદક પદાર્થના અધિક સેવનથી ચિત્તવૃત્તિ બગડે છે, કામેન્માદ પ્રગટે છે અને વીર્યને વિનાશ થવાથી શરીર નિ:સવ બને છે-નિચે વાઈ જાય છે, પણ માફકસર ખાનપાનથી વીર્ય જળવાઈ રહે છે. ૧૯ અતિ વિષયાસક્તિથી વીર્યનો અત્યંત વિનાશ થાય છે. ૨૦ ક્રોધ-દ્વેષાદિક તાપથી લેહી બધું તવાઈ ખરાબ થઈ જાય છે. ૨૧ હીણું–નબળી બતથી પણ બહુ અનિષ્ટ પરિણામ આવે છે. ૨૨ ખરી દિલસોજીવાળું વચન અમૃતની ગરજ સારે છે. ૨૨ અતિ શેક સંતાપથી લોહીનું પાણી થઈ જાય છે, મુખ કિકું કે શ્યામ પડી જાય છે અને અકાળ મૃત્યુ થઈ પડે છે. ૨૪ સહુએ સ્વજીવનતત્ત્વને ટકાવી રાખવાની અને સદ્વિવેક વડે તેને સફળ સાર્થક કરી લેવાની કળા શીખી લેવી જોઈએ. ઇતિશમ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32