Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ. નિવાસી શેઠ દોલતરામજી જેનીની ચુંટણી થઈ છે. જેઓ એક ખરેખર ધર્મવીર પુરૂષ છે. દેવગુરૂના પરમ ઉપાસક છે. સન્માનકારિણી કમિટીના પ્રમુખ શેઠ નથમલજી ગમલજી રાઠેડ અને શેઠ નીહાલચંદ રૂપચંદજી ધેકાની નીમનેક થયેલી છે જે આવકારદાયક છે. ટાઈમ ઘણો જ ડે છે છતાં પણ દરેક જૈન બંધુઓને હાજરી આપી તે કાર્યમાં ભાગ લેવા નમ્ર સુચના કરીએ છીએ. ગ્રંથાવલોકન. ૧ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૩ જે. શ્રી સાહિત્ય પ્રકાશક મંડળ જામનગર તરફથી અમોને અવકન અર્થે ભેટ મળેલ છે. આ ગ્રંથના ભેજક મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ છે કે જેઓ શ્રીમાન વિજયાનંદ સૂરિ, (આત્મારામજી મહારાજ ) ના પરિવારમંડળના શ્રીમાન ઉપાધ્યાયજી ધીરવિજયજી મહારાજના શિષ્ય છે. આ ગ્રંથ તે વિષયના માટે ત્રીજો ભાગ છે. આ ત્રીજો ભાગ વાંચતાં પ્રથમ બંને ભાગ કરતાં ઘણું સામાજિક અને ઉચા વિપો દાખલ કરેલા જણાય છે. આ સંગ્રહ દરેક ધર્મને માનનીય થઈ પડે તેવો છે. ઉતા મહાત્માને આ પ્રયાસ સ્તુતિપાત્ર છે તેટલું જ નહીં પરંતુ ભાષણ કરવા શીખનાર જિજ્ઞાસુને તે આલંબનરૂપ છે. આવા ગ્રંથ સામાજિક સાહિત્ય ગ્રંથોમાં એક સારે વધારે કરે છે. ત્રણ ભાગો વાંચવાની દરેક મનુષ્યને અમે ભલામણ કરીયે છીયે. ઉક્ત મુનિ મહારાજે ન ધર્મના ગ્રંથ માંહેના ઉપયોગી વિષયની એક ગાઈડ બનાવી છે. જેને પ્રથમ ભાગ અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ઘણો જ પ્રયાસ કરી આ સંગ્રહ કરી આ ગ્રંથ લખી આપવાથી સમાજ ઉપર ઉક્ત મુનિરાજ એક પ્રકારના ઉપકાર કરે છે. આવું સાહિત્ય વધારે પ્રમાણમાં પ્રસિદ્ધ થાય એમ અમે ઇચ્છીએ છીએ. આ ગ્રંથ ઉપરના શીરનામથી લખવાથી મળી શકશે. કીંમત રૂ. ૨-૮-૦ ૨ ચારૂપનું અવલોકન ઉપરના નામનો ગ્રંથરૂપે શ્રી ચારૂપ જૈન તીર્થને લવાદોથી અપાયેલ ફેસલે, ચાલેલે કસ અને તે સંબંધી ઉઠેલ ચર્ચા વગેરેને સંપૂર્ણ રીપોર્ટ તેના પ્રકાશક શાહ મંગળચંદ લલચંદ તથા શાહ ચુનીલાલ મગનલાલ ઝવેરી પાટણવાળા તરફથી અભિપ્રાય અર્થે ભેટ મળેલ છે. આ ગ્રંથનું નામ જ ચારૂપનું અવલોકન એવું છે તો તેનું અવલોકન ખાસ કરવા જેવું રહેતું નથી; કારણકે તટસ્થ વ્યક્તિ આ ગ્રંથ વાંચે તે સહજ અભિપ્રાય બાંધી શકે તેવું છે કે ચારૂપનું જે સમાધાન લવાદીથી થયું છે તે યોગ્ય છે એટલું જ નહીં પરંતુ તે લવાદ શેઠ પુનમચંદજી કરમચંદજી કઢાવાળાએ તે વખતે દીર્ધદષ્ટિ વાપરી યોગ્ય નિર્ણય આપી જેન અને સ્માત પ્રજા વચ્ચે કલેશ (પાટણ મહાજનને કલેશ) ફેસલે આપી દૂર કર્યો છે. જોકે તે વખતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32