________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય પ્રાપ્તિ. ઘણા ખરા યુવાનોને દ્રવ્ય પ્રાપ્તિને પ્રેમ હોય છે, હું કહું છું ભલે હોય. તે ઈષ્ટ છે. એટલું જ નહિ પણ જેમનામાં તે ન હોય તે.જે મારા મિત્ર હોય તો તે ભાગ્યે જ તેમને તેવા પ્રેમની ભલામણ કર્યા વિના રહે. તમારી ભૂલ છે. સુખને આધાર સદ્દગુણ પર છે, સુખને આધાર મનની વિશુદ્ધતા અને શાંતિ પર છે; બાહ્ય વસ્તુ પર નથી. એ હું સ્વીકારું છું. પણ હું એટલું જ પૂછીશ કે આ વિશુદ્ધતા, આ શાંતિ કેટલી બધી વાર ગરીબાઈમાં નષ્ટ થાય છે? ગરીબાઈ એટલે દુર્ગુણને લાલચ, ગરીબાઈ એટલે કેટલેક અંશે અમિત્રતા, ગરીબાઈ એટલે કે સામાજીક તિરસકાર, ગરીબાઈ એટલે દેવાની ધાસ્તી, અને દેવાની ધાસ્તી એટલે માનસિક વિક્ષોભ. ખરું છે કે અપવાદ હોઈ શકે છે, પણ તે વિરલ પુરૂષોમાં જ જોવામાં આવે છે. જે તમને એમ શિખવવામાં આવ્યું હોય કે દ્રવ્ય કંઈ જ નથી તે એટલું શિક્ષણ ભૂલી જાઓ, તેમાં સુધારો કરે કે વસ્તુતઃ તે કંઈ જ નથી, વસ્તુતઃ દુનિયામાં ઘણું ખરું બધું જ સાધનરૂપ છે, પણ સાધનરૂપ છે માટે જ તે છે, અને તે અગત્યનું છે. કપડાં પણ માત્ર નગ્નતાને ઢાંકનારાં સાધન છે, અને તેટલા માટે અગત્યનાં છે. આપણે તેને તિરસ્કાર નથી કરતા તે દ્રવ્યને શા માટે? દરેક માણસે શ્રીમંત બનવું. શા માટે ન બનવું? દ્રવ્ય પ્રાપ્તિના પ્રયનેમાં હરીફાઈ છે, અને હરીફાઈમાં પ્રગતિનું બીજ છે. પણ ખરી શ્રીમંતાઈ છે શ્રીને ધરાવવામાં નથી પણ શ્રીના ઉપયોગમાં છે, જેટલે અંશે તે ઉપયોગ વધારે તેટલે અંશે શ્રીમંતાઈ વધારે એટલે અંશે તે ઉપયોગ ઉચ્ચતર તેટલે અંશે શ્રીમંતાઈ ઉચ્ચતર. જેની પાસે દ્રવ્ય છે છતાં દુનિયાની ઉન્નતિ સાધવાને તે પ્રયત્ન કરી શકતા નથી, જેની પાસે દ્રવ્ય છે છતાં હજારે કકળતા ભાઈ બહેનના કકળાટ તે કમી કરાવી શકતું નથી, જેની પાસે દ્રવ્ય છે તે છતાં દેશની અને સાથે સાથે આત્માની ઉન્નતિ તે કરી શકતા નથી, તે દ્રવ્યવાન નથી પણ દ્રવ્યહીન છે. સાધનરૂપ દ્રવ્ય તેની પાસે છે જ નહિ. માટે તે ગરીબથી પણ વધારે ગરીબ છે. તે કદરી છે, તે દયાને પાત્ર છે. શા માટે? તે તિરસ્કારને પણ પાત્ર છે.” નિવૃત્તિ વિદ. For Private And Personal Use Only