________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦.
શ્રી આત્માનંદ પ્રકાશ,
કીરણના ત્યાં અથડાવાથી છે પ્રદેશગત વિશિષ્ટ જ્ઞાનતંતુઓમાં એક પ્રકારનો ક્ષોભ, ગતિ, વિકાર, અથવા સ્પંદન ઉપસ્થિત થાય છે. આ ભનો મારા મનવડે જે અર્થ ઉત્પન્ન થયે તે વસ્તુત: મારૂ વૃક્ષનું જેવાપણું છે. ખરી રીતે બધી જ ઈનિ. એના વિષયની બાબતમાં આપણે બહારની સુષ્ટિનું અપક્ષ સીધું દર્શન કરી શકતા નથી, પરંતુ બાહ્ય વિશ્વનું મન અને ઈન્દ્રિયે મારફત ઉત્પન્ન થતું એક પ્રતિબિંબ જોઈએ છીએ. ઘણુજ ચેડા મનુષ્યને એ ખ્યાલ હોય છે કે આપણું જીવન કેવળ આંતરિક છે; કેમકે તમે જે કાંઈ જુઓ છો, સાંભળે છે, ચાખે છે, સુંઘે છે અને સ્પર્શે છે તે મનનાં જ ચિત્ર છે, અને તે ચિંગે ઈન્દ્રિમાં રહેલા ખાસ પ્રકારના જ્ઞાનતંતુઓમાં ઉપસ્થિત થતા ક્ષેભથી ઉત્પન્ન થએલાં હોય છે.
મનુષ્યની ચક્ષુ પ્રકાશના અમુક જ કળા (degree) ના આંદોલનો ડવા માટે લાયક હોય છે. વિજ્ઞાનનું એમ માનવું છે કે મંદમાં મંદ પ્રકાશના આંદોલન એક સેકન્ડમાં પીસતાળીસના આંકડા ઉપર તેર મીંડા ચઢે એટલી સંખ્યામાં હોય છે, અને જવલંતમાં જ્વલંત પ્રકાશના આંદોલનો એક સેકન્ડમાં પંચોતેર ઉપર તેર મીંડા ચડે એટલી સંખ્યામાં હોય છે. ઉપરની સંખ્યાથી ઓછા અથવા વધારે આ દેલવાળો પ્રકાશ મનુષ્યના ચક્ષુની મયાદામાં આવતો નથી. જોકે અમુક પ્રકારના યંત્રવડે તે પ્રકાશની ગતિ અને સ્વરૂપ નક્કી કરી શકાય છે. ઉપરની સંખ્યાથી વધારે અથવા ઓછા આંદેલને વાળો પ્રકાશ, અને એક સરખી રીતે આપણને સંધીક્કાર રૂપે ભાસે છે; કેમકે તે સંખ્યાથી ઓછા દેલવાળો મંદ પ્રકાશ આપણી ચક્ષુ ઉપર કાંઈજ અસર ઉપજાવતું નથી અને તે કરતાં વધારે આંદેલને વાળે પ્રકાશ ઝીલવા માટે તે નાલાયક હોય છે.
જુદા જુદા ભાસતા રંગોનું સ્વરૂપ પણ તે તે પદાર્થોના આંદોલનની ગતિ વડે નિમય છે. એ આંદોલનની ગતિમાં ન્યાધિક થતાં આપણી દૃષ્ટિમાં રંગનો પણ ફેરફાર ભાસે છે. બુદ્ધિમાને કહે છે કે લાલ રંગ સર્વ કરતાં ન આંદેલનો વાળ હોય છે, અને જાંબુડી (violet ) સર્વ કરતાં ત્વરિત આંદોલનવાળો હોય છે. પીળો, નારંગી, લીલે, આસમાની વિગેરે મધ્યમ ગતિવાળા હોય છે.
ઉપર પ્રમાણે ઈન્દ્રિયનાં સ્વરૂપની સંક્ષિપ્ત રૂપરેખા છે. આત્માને જ્ઞાનોપાર્જન માટે નિસર્ગશક્તિએ મન અને ઇન્દ્રિયના અદ્દભુત યંત્રો આપેલા છે, અને રચનાનું કૈશલ જેમ બારીકાઈથી જોઈએ છીએ તેમ તેમ આશ્ચર્ય અને આનંદમાં અધિક અધિક નિમગ્ન થતા જઈએ છીએ. આપણને જ્ઞાન મેળવવાની ખરી જીજ્ઞાસા હોય તે આ સંચાકામને બને તેટલી ઉત્તમ સ્થિતિમાં નીભાવવા આપણે સદા તત્પર રહેવું જોઈએ, એટલું જ નહીં પણ તે સંચાને ખીલવીને તેને બને તેટલે અધિક
For Private And Personal Use Only